________________
૨૫૨
ભાષ્યત્રયમ્
કરેલાં કોપરાં, ખારેક, શિંગોડાં વગેરે વસ્તુઓ વ૨સોલાં કહેવાય, તથા (“વરસોલાઇ” એ શબ્દમાં કહેલા “આઈ” એટલે “આદિ” શબ્દથી) સાકરનાં દ્રવ્યો તે સાકર-ખાંડ-સાકરિયા ચણા, સાકરિયા કાજુ વગે૨ે, તેમજ અખોડા બદામ વગેરે સર્વ જાતિના મેવા વગેરે દ્રવ્યો પણ (વરસોલાઈ શબ્દથી) જાણવાં. તથા અચિત્ત કરેલાં તેમજ ખાંડ વગેરેથી મિશ્ર કરેલાં રાયણ અને કેરી વગેરે ફળો, તથા દ્રાક્ષ પાનાદિ એટલે દ્રાક્ષનું પાણી, નાળિયેરનું પાણી, તેમ જ કાકડી વગેરે ફળો (ની અંદર) નાં અચિત્ત થયેલાં (કરેલાં) પાણી, તથા ડોળીનું એટલે મહુડાનાં બીજનું તેલ તે ડોળિયું. તેમજ બીજાં એરંડિયું, કુસુંભિયું વગેરે (વિગઈમાં નહિ ગણાવેલ) તેલ એ સર્વે સરસુત્તમ અથવા ૐત્તમ દ્રવ્યમાં ગણાય છે, અને તે લેપકૃત પણ છે. (એટલે લેવાલેવેણ આગારના વિષયવાળાં દ્રવ્યો છે. (એ દ્રવ્યો નીવિના પચ્ચ૦-માં મુનિને કારણે-અપવાદે કલ્પનીય છે તે આગળની ગાથાથી દર્શાવાશે.)
અવતરળ :- પૂર્વે કહેલાં નિર્વિકૃત દ્રવ્યો સંસૃષ્ટ દ્રવ્યો અને સરસોત્તમ દ્રવ્યો નીવિના પચ્ચ૦માં કોને અને કયારે કલ્પે ? તે આ ગાથામાં કહેવાય છેविगइगया संसट्टा, उत्तमदव्वा य निव्विगइयंमि । कारणजायं मुत्तुं, कप्पंति न भुत्तुं जं वुत्तं ॥३९॥
શબ્દાર્થ :
વિજ્ઞાયા=વિકૃતિગત, નીવિયાતાં.
નિષ્વિાયંમિ=નીવિમાં.
મુર્ત્ત=મૂકીને, સિવાય.
મુત્તું=ભોગવવી, ખાવી. નં=જે કારણથી.
વૃત્ત=કહ્યું છે કે.
થાર્થ :- નીવિયાતાં (જે પૂર્વે ૩૦ કહ્યાં તે) તથા (૩૬ મી ગાથામાં કહેલાં સંસૃષ્ટ દ્રવ્યો, તથા ઉત્તમ દ્રવ્યો (જે ૩૭મી ગાથામાં કહ્યાં તે) એ ત્રણ પ્રકારનાં દ્રવ્યો જો કે વિગઈ-વિકૃતિ રહિત છે, તો પણ નીવિના પચ્ચ૦માં કંઈ કારણ ઉત્પન્ન થયું હોય તે કારણ વર્જીને શેષ નીવિઓમાં ભોગવવાં-ખાવાં કલ્પે નહિ; અર્થાત્ તથા- પ્રકારના પ્રબળ કારણ વિના એ દ્રવ્યો નીવિમાં કલ્પે નહિ. જે કારણથી સિદ્ધાંતમાં (નિશિથ ભાષ્યમાં) કહ્યું છે કે-(એ સિદ્ધાંતની ગાથા હવે દર્શાવાય છે.)
વ્હારળનાયં=કારણ ઉત્પન્ન થયું.
હોય તેને.
ભાવાર્થ :- ગાથાર્થને અનુસારે સુગમ છે, પરંતુ વિશેષ એ છે કે-અહીં કારણના સંબંધમાં જાણવાનું કે જે મુનિ યોગવહન કરે છે, પરંતુ વિશેષ સામર્થ્ય ન હોય અથવા દીર્ઘ કાળ સુધી નીવિની તપશ્ચર્યા ચાલતી હોય, અથવા યાવજ્જીવ