________________
૨૪૦
ભાષ્યત્રયમ્ આવે છે માટે તેનું પાણી પીવાથી પચ્ચ૦ ભંગ ન ગણાય તે કારણથી સિત્થા વા આગાર રાખવામાં આવે છે.
તથા ઉપર કહેલા સસિન્ધ જળને જો ગાળવામાં આવે તો દાણો તથા લોટના રજકણો (સ્થૂળ રજકણો) ન આવવાથી એ જ અસિત્વ જળ કહેવાય, તેવું જળ પીવાથી પણ પચ્ચ૦ ભંગ ન ગણાય તે કારણથી સિન્થ વા આગાર રાખવામાં આવે છે. (અહીં પણ અસિત્વ એટલે સર્વથા સિત્યનો અભાવ નહીં, પરંતુ અલ્પસિન્થ એવો અર્થ સંભવે છે.).
અહીં દરેક આગારમાં વા શબ્દ આવે છે, તે છ આગારોમાં પ્રતિપક્ષી બે બે આગારોની સમાનતા દર્શાવવા માટે છે, તે આ પ્રમાણે- જેમ અલેવેણ વા આગારથી એટલે લેપ રહિત જળથી પચ્ચ૦ ભંગ થતો નથી. તેમ લેવેણ વા એટલે લેપવાળા જળથી પણ પચ્ચ૦ ભંગ થતો નથી. એ પ્રમાણે જેમ (અચ્છેણ વાક) નિર્મળ જળથી પચ્ચ૦ ભંગ થતો નથી તેમ (બહુલેવેણ વાક) બહુલ જળ વડે પણ પચ્ચ૦ ભંગ થતો નથી તથા જેમ (અસિત્થણ વાગ) અસિત્થ જળ વડે પચ્ચ૦ ભંગ થતો નથી તેમ (સસિત્થણ વાગ) સસિલ્વ જળ વડે પણ પચ્ચ૦ ભંગ થતો નથી એ પ્રમાણે અહીં વા શબ્દથી બે બે પ્રતિપક્ષી આગારોની અવિશેષતા દર્શાવી છે. જે રૂતિ 8 શું મારિદ્વારમ્ |
નવતર :- પૂર્વે બાવીસ આગારનો અર્થ કહીને હવે આ પાંચમા દ્વારમાં પ્રથમ છ ભક્ષ્ય વિગઈના ૨૧ ભેદ, તથા ચાર અભક્ષ્ય વિગઈના ૧૨ ભેદ મળી વિગઇના કુલ ૩૩ ભેદ સામાન્યથી-સંખ્યામાત્રથી ગણાવે છે. पण चउ चउ चउ दु दुविह, छ भक्ख दुद्धाइ विगइ इगवीसं। ति दुति चउविह अभक्खा , चउमहुमाई विगइबार ॥२९॥
શબ્દાર્થ :- ગાથાર્થને અનુસાર સુગમ છે. માથાર્થ -પ-૪-૪-૪-૨-અને ૨ ભેદ, એ પ્રમાણે દૂધ વગેરે છ ભક્ષ્ય વિગઈના ૨૧ ભેદ છે, અને મધ વગેરે ચાર અભક્ષ્ય વિગઈના અનુક્રમે ૩-૨-૩ અને ૪ ભેદ હોવાથી ૧૨ ભેદ છે ૨૯
ભાવાર્થ :- સુગમ છે, પરંતુ પ્રત્યેક ઉત્તરભેદ આ પ્રમાણે-- દૂધના ૫ ભેદ
મધના ૩ ભેદ દહિના ૪ ભેદ
મદિરાના ૨ ભેદ ઘીના ૪ ભેદ
માંસના ૩ ભેદ તેલના ૪ ભેદ
માખણના ૪ ભેદ (દહીંની જેમ) ગોળના ૨ ભેદ
૧૨ અભક્ષ્ય વિગઈ પકવાન્નના ૨ ભેદ
૨૧ ભક્ષ્ય વિગઈ |