________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૩૯
તથા અચ્છ=નિર્મલ જળ એટલે ઉષ્ણ જળ કે જે ત્રણ*ઉકાળા વડે જ ઉકાળેલું હોય તો સર્વથા અચિત્ત થાય છે, તે પાણી પીવાથી તિવિહાર ઉપવાસાદિકનો ભંગ ન થાય તે કારણથી મળ વા આગાર કહેવામાં આવે છે. (તિવિહારમાં બનતાં સુધી આ જ પાણી પીવાનું હોય છે, અને શેષ પાંચ આગારવાળાં પાણી તો અપવાદથી કારણસર પીવાનાં હોય છે. તેમાં પણ ગૃહસ્થને તો વિશેષતઃ ઉષ્ણજળ પીવું જોઈએ, માટે શેષ પાંચ આગાર પ્રાયઃ ગૃહસ્થ માટે નહિ, પરંતુ વિશેષતઃ મુનિને જાણવા.) વળી ફળાદિકનાં ધોવણ અથવા ફળાદિકનાં નિર્મળ અચિત્ત જળ પણ આ આગારમાં ગણાય છે.
તથા તલનું ધોવણ અથવા તંદૂલનું ધોવણ વગેરે ગડુલજળ અથવા બહુલજળ કહેવાય છે, તેવું બહુલજળ પીવાથી પણ પચ્ચ૦ નો ભંગ ન થાય તે કારણથી વહુતેવેળ વા આગાર રાખવામાં આવે છે.
તથા સિન્થ એટલે ધાન્યનો દાણો તે (સ=) સહિત જે જળ તે સસિત્થ જળ કહેવાય, જેથી ઓસામણ વગેરે પાણીમાં રંધાયેલો દાણો રહી ગયો હોય, અથવા રંધાયેલા દાણાનો નરમ ભાગ રહી ગયો હોય તો તેવું ઓસામણ વગેરે પાણી પીવાથી પચ્ચનો ભંગ ન ગણાય, તેમજ તિલોદક (તિલનું ધોવણ) તંદુલોદક (તંદુલનું ધોવણ) વગેરેમાં તિલ વગેરેનો (નહિ રંધાયેલો કાચો) દાણો રહી ગયો હોય તો તેવું પાણી પીવાથી પચ્ચ૦ ભંગ ન ગણાય, તે કારણથી સસિન્થેન વા આગાર રાખવામાં આવે છે. તથા ગાથામાં કહેલ ઉસ્વેદિમનું તાત્પર્ય આ પ્રમાણેપિષ્ટજળ અને પિષ્ટ ધોવણ એ બન્ને પ્રકારનું ઉત્સ્વદિમ જળ તે સસિત્ય જળ કહેવાય, ત્યાં મદિરાદિ બનાવવા માટે લોટ પલાળ્યો હોય તેવું (લોટ કોહ્યા પહેલાંનું) જળ તે પિષ્ટ જળ, અને લોટથી ખરડાયેલા હાથથી ભાજન વગેરે ધોયાં હોય તે પિષ્ટ ધોવણ કહેવાય, એ બન્ને પ્રકારના પાણીમાં લોટનાં રજકણો
*કાચું પાણી પ્રાયઃ ઘણું સચિત્ત અને થોડું અચિત્ત એવું મિશ્ર હોય છે. એક વાર ઉકાળો આવેલું પાણી તેથી ઘણું અચિત્ત, બે ઉકાળા આવેલું પાણી તેથી પણ અતિઘણું અચિત્ત (અને અલ્પ સચિત્ત) એવું મિશ્ર હોય છે, અને ત્રણ ઉકાળા આવેલું પાણી જ સર્વથા અચિત્ત થાય છે માટે વ્રતધારીઓએ ત્રણ ઉકાળા આવેલું પાણી પીવું, જેવું તેવું ઉકાળેલું પાણી વ્રતમાં દૂષણવાળું છે.
૧ અમુળનતમુત્ક્રાતિતમન્યવૃત્તિ નિર્મત્ત એ અવચૂટ વગેરેના પાઠમાં ઉકાળેલા જળ સિવાયનું બીજું પણ નિર્મળ કહ્યું છે અને જ્ઞા૦ વિ∞ સૂર કૃત બાળાવબોધમાં ફળાદિકનાં ધોવણ કહ્યાં છે માટે અહીં ફળનું જળ પણ “અચ્છેણ વા” માં કહ્યું છે.