________________
૨૩૮
ભાષ્યત્રયમ્ - થાઈ :- ઓસામણ વગેરે લેપકૃત પાણી કહેવાય, તેથી તેની છૂટવાળો) “લેવેણ વા” આગાર છે, કાંજી વગેરે અલેપકૃત પાણી છે, માટે “અલેવેણ વા” આગાર છે, ઉષ્ણ જળ તે અચ્છ-નિર્મળ તેની છૂટવાળો “અચ્છેણ વાગે આગાર છે, ચોખા વગેરેનું ધોવણ તે બહુલ કહેવાય માટે તેની છૂટવાળો “બહુલેવેણ વાગે આગાર છે. લોટનું ધોવણ સસિત્ય (દાણા-વાળું ગણાય, માટે તેની છૂટવાળો “સસિત્થણ વા” આગાર છે, અને તેથી ઈતરઊલટો “અસિત્થણ વા” આગાર છે. ll૨૮
ભાવાર્થ :- તિવિહારના પચ્ચકખાણમાં (અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એ ૪ પ્રકારના આહારમાંથી) કેવળ પાણીનો એક જ આહાર કહ્યું છે, અને શેષ ત્રણ આહારનો ત્યાગ થાય છે, જેથી કદાચ શુદ્ધ પાણી ન મળે, અને "ઓસામણનું પાણી, અથવા ખજુરનું, આમલીનું કે દ્રાક્ષ વગેરેનું ઇત્યાદિ લેપ કૃત્ને પાણી મળે, કે જેમાં ત્યાગ કરેલ અશન અથવા ખાદિમ વા સ્વાદિમ પદાર્થનાં રજકણો મિશ્ર થયેલ હોય તો કારણસર તેવું લેપકૃત પાણી પીવાથી પણ પચ્ચ૦ નો (તિવિહાર ઉપવાસાદિકનો) ભંગ ન ગણાય, તે કારણથી અન્નેવેન વા આગાર રાખવામાં આવે છે. એ દ્રાક્ષાદિકનાં પાણી ભાજનમાં રાખવાથી ભાજનને લેપવાળું-ચીકણું કરે છે માટે એ પાણીઓને શાસ્ત્રમાં “લેપકૃત” (=લેપ-ચીકાશ કરનારા) કહ્યાં છે.
તથા શુદ્ધ પાણીના અભાવે કદાચ કારણસર સોવીર-કાંજી (છાશની આછ) ઇત્યાદિ અલેપકૃત પાણી મળે તો તેનું પાણી (કાંજી વગેરે) પીવાથી તિવિહાર ઉપવાસાદિ પચ્ચ૦નો ભંગ ન થાય તે કારણથી મનેવેન વા આગાર રાખવામાં આવે છે. કાંજી વગેરેનું પાણી જે ભાજનમાં રહ્યું હોય તે ભાજનને અલેપ રાખે છે, એટલે તે ભાજન ચીકાશવાળું થતું નથી માટે કાંજી વગેરેને અપકૃત પાણી કહ્યું છે. અહીં અલેપ એટલે અલ્પ લેપ એવો અર્થ સંભવે છે.
૧ રાંધેલા અનાજનું દાણા વિનાનું અને ડહોળું નહિ એવું નીતર્યું પાણી.
૨ ગૃહસ્થ ખજૂરના ગળપણમાં કરેલું નીતર્યું પાણી, તેવી જ રીતે દ્રાક્ષાદિકના પાણી પણ નીતર્યા હોય તે લેવાં સંભવે પરન્તુ ડહોળા હોય તો ખજૂરાદિનો (ત્યાગ કરેલ પદર્થોનો) ચાવવા જેવો ભાગ આવી જવાથી પચ્ચ૦ ભંગ થાય અહીં ખજૂરાદિકનું પાણી બનાવી કપડાથી ગાળેલું હોય તો તે નીતર્યા પાણી તરીકે કલ્પ એ સંભવે છે.
૩ ભાજનમાં રાખવાથી ભાજનને લેપ-ચીકાશવાળું કરે છે માટે દ્રાક્ષાદિકના જળને શાસ્ત્રમાં લેપકૃત જળ તરીકે કહેલ છે.
૪ વા શબ્દની સાર્થક્તા છ આગરના પર્યન્ત કહેવાશે.