________________
૨૩૬
ભાષ્યત્રયમ્ પથાર્થ :- (અકલ્પનીય દ્રવ્યથી) ખરડાયેલી કડછી વગેરેને લુહી નાખેલી હોય તે લેવાલેવેણ આગાર, શાક તથા માંડા વગેરેને ગૃહસ્થ (વિગઈથી) મિશ્ર કરેલ હોય (=સ્પર્શાવેલ હોય) તે ગિહત્યસંસર્ણ આગાર, પિંડવિગઈને ઉપાડી લીધી (=લઈ લીધી) હોય તે લખિત્તવિવેગેણે આગાર, અને રોટલી વગેરેને કિંચિત્ (વિગઈથી) મસળી હોય તે પહુચ્ચમખિએણે આગાર. l૨૭ll
ભાવાર્થ:- આયંબિલ તથા નીલિમાં ન કલ્પે એવી વિગઈ વડે હોવા ડોયાકડછી વગેરે. વડિયEખરડાયેલી હોય તે નેપ, અને તેને નૂદિયે લુછી નાખ્યાથી મત્તે પ ગણાય છે, તો પણ કિંચિત્ અંશ રહી જવાથી (અર્થાત્ સર્વથા અલેપ નહિ થવાથી) લેપાલેપ ગણાય છે, માટે તેવા લેપાલેપવાળી કડછી વગેરેથી અથવા લેપાલેપ ભોજનમાંથી આહાર ગ્રહણ કરી વાપરતાં પચ્ચ૦નો (આયંબિલ તથા નીવિનો) ભંગ થયો ન ગણાય, તે કારણથી તેવાનેવે આગાર રાખવામાં આવે છે.
તથા (તુચ્ચ=) શાક તથા કરંબો વગેરેને વઘારવાદિકથી તથા (મંડાઇ=) રોટલા-રોટલી વગેરેને લેવામાં લેપવાળી હથેલી ઘસીને ગૃહસ્થ પ્રથમથી જ આયંબિલાદિકમાં ન કલ્પે એવી વિગઈ વડે પોતાના માટે (સંસૃષ્ટક) મિશ્ર કરેલ હોય એટલે કિંચિત્ લેપવાળી કરેલ હોય, તેથી ભોજનમાં પણ તેનો કિંચિત અંશ આવે, તો તેવા વિગઈના અલ્પ સ્પર્શવાળા ભોજનથી પણ આયંબિલ પચ્ચ૦નો ભંગ ન ગણાય તે કારણથી દિલ્થસંસમાં આગાર મુનિને માટે રાખવામાં આવે છે, વળી તે અકલ્પનીય વિગઈનો રસ જો સ્પષ્ટ અનુભવમાં ન આવે તો એ આગારમાં ગણાય, પરંતુ જો અનુભવમાં આવે તેવો અધિક રસ હોય તો પચ્ચ૦નો ભંગ ગણાય. તથા શ્રાવકને તો એવા અલ્પમિશ્ર ભોજનથી પણ આયંબિલનો ભંગ ગણાય. કારણ કે શ્રાવકે તો ભોજન સામગ્રી પોતાના ઉદ્દેશથી પોતાના હાથે બનાવવાની છે, અને મુનિને તો પોતાના માટે નહિ બનાવેલું એવું નિર્દોષ ભોજન શ્રાવક પાસેથી ભિક્ષાવૃત્તિથી લેવાનું છે, માટે મુનિને જ એ આગાર રાખવાની જરૂર છે, પણ શ્રાવકને નહિ, છતાં શ્રાવકને પચ્ચ૦ આપતાં એ આગાર બોલવામાં આવે છે તે પચ્ચ૦નો આલાપક
૧ આ ગ્રંથમાં આ આગાર ભોજન બનતી વખતે ભોજનની અંદર ગૃહસ્થ પોતાને માટે જાણી જોઈને પ્રથમથી જ કરેલી મિશ્રતાનો છે, અને બીજા ગ્રંથોમાં તો ભોજનના પાત્રમાં પ્રથમથી લેપાયેલી (પણ લૂછયા વિનાની) વિગઈથી થયેલી મિશ્રતાનો કહ્યો છે.