________________
ભાષ્યત્રયમ્
તથા વિધિ વડે ગ્રહણ કરેલ એટલે વિધિપૂર્વક વહોરી લાવેલું હોય, અને અન્ય મુનિઓએ વિધિપૂર્વક વાપરતાં તે ભોજન કિંચિત્ વધ્યું હોય તો તે પારિદ્વાવણીય એટલે પરઠવવા યોગ્ય (=સર્વથા ત્યજવા યોગ્ય) ગણાય છે; પરંતુ તે વધેલા ભોજનને પરઠવતાં અનેક દોષ જાણીને ગુરુ મહારાજ ઉપવાસ તથા એકાશનાદિ પચ્ચ૦ વાળા મુનિને એકાશનાદિ કરી લીધા બાદ પણ વાપરવાની આજ્ઞા કરે તો તે મુનિને ફરીથી આહાર વાપરતાં પણ ઉપવાસ તથા એકાશનાદિ પચ્ચ૦ નો ભંગ ન ગણાય, તે કારણથી પારિાવળિયા રેખં આગાર રાખવામાં આવે છે. આ આગાર (આહાર)માં પચ્ચ૦ વાળા મુનિએ ગુરુની પવિત્ર આજ્ઞા જ આરાધવાની છે, પરંતુ આહાર ઉપર કિંચિત્માત્ર પણ લોદ્રુપતા રાખવાની નથી, તેમજ “ગુરુમહારાજની આજ્ઞાથી આટલો પણ આહાર વાપરવાનું બન્યું તો ઠીક થયું, નહિતર આજે એકાશનાદિ પચ્ચક્ખાણ મને બહુ ભારી-આકરૂં થાત્” ઇત્યાદિ રીતે પણ આહારની અનુમોદના કરવાની નથી. આ આગાર મુનિને જ હોય છે. તથા અહીં એટલું વિશેષ છે કે-ઉપવાસ એકાશન વગેરે જો ચઉવિહારથી કરેલ હોય અને પરઠવવા યોગ્ય આહારમાં પણ અન્ન અને પાણી એ બન્ને ચીજ વધી હોય તો તે બે ચીજ ગ્રહણ કરવી કલ્પે, કારણ કે પાણી ન વધ્યું હોય અને કેવળ આહાર જ વઘો હોય તો ચઉવિહાર પચ્ચ૦ માં મુખશુદ્ધિ કેવી રીતે થાય ? માટે આહાર સાથે પાણી પણ વધેલું હોવું જોઈએ, અને જે મુનિએ ઉપવાસ વા એકાશન વગેરે તિવિહારથી કરેલ હોય તેને તો પાણી પીવાની પ્રથમથી જ છૂટ હોવાથી પાણી ન વધ્યું હોય અને કેવળ આહાર જ વધ્યો હોય તો એકલો આહાર ગ્રહણ કરવો પણ કલ્પે, કારણ કે તે વધેલો આહા૨ વાપરીને (તિવિહારથી છુટા રહેલા,) પાણી વડે તે મુખશુદ્ધિ કરી શકે છે.
તથા આ આગાર એકાશન=એકલઠાણું આયંબિલ-નીવિ-ઉપવાસ-છઠ્ઠ અને અઠ્ઠમ સુધીના પચ્ચ૦માં હોય, તે ઉપરાંત દશભક્તાદિ (ચાર ઉપવાસ આદિ) ૧ અહીં વિધિગ્રહિત અને વિધિભુક્ત
વિધિગ્રહિત અને અવિધિભુક્ત અવિધિગ્રહિત અને વિધિભુક્ત અવિધિગ્રહિત અને અવિધિભુક્ત
૨૩૪
૪ ભાંગમાંથી પહેલા ભાંગાવાળો આહાર આ આગારમાં કલ્પ, શેષ ત્રણ ભંગોનો આહાર ન કલ્પે.
૨ શ્રાવકને એકાશનાદિ પચ્ચ૦ માં આ આગાર ઉચ્ચરાવાય છે તે પચ્ચ૦ નો આલાપક (આલાવો-પાઠ) ખંડિત ન કરવા માટે જ, પરંતુ એ આગાર શ્રાવકને પણ હોય એવાં કારણથી નહિ. (-ધર્મ સં૦ વૃત્તિ:)