________________
૨૩૩
પચ્ચખાણ ભાષ્ય અંગે જે સાગારિક આગાર કહ્યો તે સાગારિકના ઉપલક્ષણથી (કેવળ સાગારિક જ નહિ પરંતુ) બદિ (ભાટ ચારણ આદિ)-સર્પ-અગ્નિભય-જળની રેલ-તથા ઘરનું પડવું ઇત્યાદિ અનેક આગાર (આ સાગારિ આગારમાં) અન્તર્ગત જાણવા.
અવતUT :- આ ગાથામાં ૯-૧૦-૧૧-૧૨ એ ચારે આગારનો અર્થ કહે છેआउंटण-मंगाणं, गुरुपाहुणसाहु गुरु अभुट्ठाणं । परिठावण विहिगहिए, जईण पावरणि कडिपट्टो ॥२६॥
શબ્દાર્થ :કંટi=આકુંચન પ્રસારણ
નV[=પતિને, મુનિને. (લાંબું ટૂંકું કરવું) પવન=પ્રાવરણના (વના) સંv=અંગોનું, હાથ પગ વગેરેનું
પચ્ચકખાણમાં વિદિવ=વિધિપૂર્વક ગ્રહણ
વડપટ્ટ=કટિવસ્ત્રનો-ચોલપટ્ટનો કર્યો છતે.
આગાર થાર્થ :- અંગને લાંબુ-ટૂંકું કરવું તે “આઉટણપસારેણં” આગાર, ગુરુ આવ્યું અથવા પ્રાહુણા સાધુ (વડીલ પ્રાહુણા) આવ્યે ઊઠીને ઊભા થવું તે “ગુરુઅદ્ભુઠાણેણં” આગાર, વિધિપૂર્વક ગ્રહણ કરતાં વધેલો આહાર પરઠવવા યોગ્ય હોય તેને (ગુરુ આજ્ઞાએ) વાપરવો તે “પારિઠાવણિયાગારેણં” આગાર, યતિને જ હોય છે, તેમજ વસ્ત્રના પચ્ચખાણમાં “ચોલપટ્ટાગારેણં” આગાર પણ યતિને જ હોય ll૨૬ll
ભાવાર્થ - એકાશનમાં હાથ, પગ વગેરે અવયવોને સ્થિર રાખી ઘણી વાર બેસી ન શકાય તો હાથ, પગ વગેરેને “આઉટણ”- આકુંચન કરતાં એટલે સંકોચતાં, તેમજ “પસારેણં” એટલે પસારતાં-લાંબા કરતાં એકાશનનો ભંગ ન ગણાય, તે કારણથી ગાડંટણપસારમાં આગાર રાખવામાં આવે છે.
તથા એકાશન કરતી વખતે ગુરુ મહારાજ પધારે અથવા તો કોઈ વડીલ પ્રાહુણા સાધુ પધારે તો તેમનો વિનય સાચવવા માટે એકદમ ઊઠીને ઊભા થવું જોઈએ, માટે તે વખતે “અદ્ભુઠાણેણં” એટલે ઊભા થતાં પણ એકાશનનો ભંગ ન ગણાય તે કારણથી સન્મુદ્દાને આગાર રાખવામાં આવે છે, આ આગાર વિનયધર્મનું કેટલું પ્રાધાન્ય દર્શાવે છે !
૧. આ આગાર ઊભા થવા માત્રનો છે, પણ ચાલીને સન્મુખ જવા માટેનો નથી.