________________
૨૩૨
ભાષ્યત્રયમ્ અથવા તેવી પીડા પામતા સાધુ વગેરે ધર્મી આત્માઓનું ઔષધાદિ કરવા જનાર વૈદ્ય વગેરે પણ જો અપૂર્ણ કાળ પોરિસી આદિ પચ્ચ૦ પારે તો તે વૈઘાદિકને પણ પચ્ચ૦ ભંગ ન ગણાય. એ પ્રમાણે આ આગાર સાધુ આદિકને માટે અને વૈદ્યાદિકને માટે પણ છે. (ઇતિ ધર્મ સં૦ વૃત્તિ, પ્રવ૦ સારો૦ વૃત્તિ આદિ).
પચ્ચ૦થી થતી નિર્જરાની અપેક્ષાએ જેમાં મહત્ત=ઘણી મોટી નિર્જરા થતી હોય તેવું સંઘનું અથવા ચૈત્યનું અથવા ગ્લાન મુનિ આદિનું કોઈ મોટું કાર્ય આવી પડ્યું હોય, અને તે મહાનું કાર્ય બીજા પુરુષથી થઈ શકે તેવું ન હોય તો તેવા પ્રસંગે પોરિટી આદિ પચ્ચ૦નો કાળ પૂર્ણ થયા પહેલાં પણ પોતે તે પચ્ચ૦ પારીને જાય તો પચ્ચ૦ નો ભંગ ન ગણાય તે કારણથી મહત્તરારેમાં એ આગાર રાખવામાં આવે છે.
તથા એકાશનાદિકમાં સાગારી આગાર આવે છે, ત્યાં સારી એટલે (મુનિની અપેક્ષાએ) કોઈપણ ગૃહસ્થ, અને (શ્રાવકની અપેક્ષાએ) જેની દૃષ્ટિથી અન્ન પચે નહિ એવો મનુષ્ય. અહીં તાત્પર્ય એ છે કે- મુનિ કોઈપણ ગૃહસ્થના દેખતાં ભોજન ન કરે એવી સાધુ સામાચારી છે, તેથી એકાશન કરતી વખતે કોઈ ગૃહસ્થ આવી પડે અને જો તે વધારે વખત ઊભો નહિ રહે તેમ જણાય તો મુનિએ ક્ષણવાર ભોજન કરતાં અટકવું, અને વધારે વખત ઊભો રહેશે એમ જણાય તો ભોજન કરતાં કરતાં વચમાં પણ ઊઠીને બીજે સ્થાને જઈ ભોજન કરે તો એકાશનનો ભંગ ન ગણાય તે કારણથી સામિારેvi એ આગાર રાખવામાં આવે છે. તેવી જ રીતે જેની દૃષ્ટિ પડવાથી ભોજન ન પચી શકે અને અવગુણ કરે તેવી દષ્ટિવાળો મનુષ્ય આવી પડતાં ગૃહસ્થ પણ એકાશન (ભોજન) કરતો વચમાં ઊઠીને અન્ય સ્થાને જઈ ભોજન કરે. એ પ્રમાણે મુનિને તથા શ્રાવકને
૧. તેનો હેતુ વિસ્તાર સહિત શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટકજીમાંથી (આહાર અષ્ટક નામના અષ્ટકમાંથી) જાણવા યોગ્ય છે.
૨. તેવી દૃષ્ટિ સિવાયનો કોઈ અન્ય ગૃહસ્થ ભોજન વખતે આવે તો તેને જમવાની યથાયોગ્ય નિમંત્રણા કરે, અને નિમંત્રણ સ્વીકારે તો તેને વિવેકપૂર્વક જમાડે. તેમ જ બહાર યાચક વગેરે આવ્યા હોય તો તેઓને પણ યથાશક્તિ (કિંચિત્ પણ) આપે; પરંતુ સર્વથા નિરાશ કરી ન કાઢે, કારણ કે ગૃહસ્થનો દાન ધર્મ છે, માટે ભોજન વખતે અવંગુયદ્વાર ખુલ્લાં દ્વાર) રાખવાનું કહ્યું છે. પરંતુ રખેને કોઈ આવી પડશે તો કાંઈક આપવું પડશે, એવા ભયથી બંધબારણે ભોજન કરવું તે ગૃહસ્થોને અંગે તો કૃપણતા અને એકલપેટાપણું ગણાય.