________________
ચૈત્યવંદન ભાષ્ય
૨૩૧ ભાવાર્થ - સૂર્યોદયથી ૬ ઘડી વીત્યા બાદ પહેલી "સૂત્રપોરિસી પૂર્ણ થાય છે, તે વખતે પોરિટીનો કાળ પાદોનપોરિસી (પોણીપોરિસી) જેટલો થયેલો હોય છે, તે પાદોનપોરિસી અથવા સૂત્રપોરિસી થતાં મુનિ મહારાજ “ઉગ્વાડા પોરિસી” અથવા “બહુ પડિપુન્ના પોરિસી” કહીને મુહપત્તિ પડિલેહણા કરે, એવી સામાચારી (=મુનિનો વિધિમાર્ગ) છે, તે “ઉગ્વાડા પોરિસી” શબ્દથી પોરિસીના પચ્ચકખાણવાળો (પોરિસી પૂર્ણ થયાની) ભ્રાન્તિ ઉત્પન્ન થતાં “પોરિસી પૂર્ણ થઈ” એમ જાણી, પોણી પોરિસી વખતે જ એટલે પોરિટી પૂર્ણ થયા પહેલાં જ પચ્ચકખાણ પારે તો પણ પોરિસીના પચ્ચ૦નો ભંગ ન થાય તે કારણથી સાદુવથળે (એટલે “ *ઉગ્વાડા પોરિસી” એવું સાધુનું વચન સાંભળવા વડે) એ આગાર રાખવામાં આવે છે, પરંતુ પાછળથી માલૂમ પડે તો તેનો વિવેક પ્રથમ કહ્યા પ્રમાણે સાચવવો.
તીવ્ર શૂળ વગેરેની વેદનાથી અત્યંત પીડા પામતાં પ્રત્યાખ્યાનવાળા પુરુષને તે અતિ પીડાથી કદાચ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થવાનો પણ સંભવ છે, અને તેવા દુર્ગાનથી તે જીવ દુર્ગતિમાં જાય છે, જેથી તેવું દુર્બાન થતું અટકાવવા માટે ઔષધાદિ લેવાના કારણે પોરિટી આદિ પચ્ચ૦ નો કાળ પૂર્ણ થયા પહેલાં પણ તે વેદનાથી વ્યાકુળ થયેલો જીવ જો પોરિસી આદિ પચ્ચ૦ પારે તો પણ પચ્ચ૦ નો ભંગ ન ગણાય, તે માટે સબમહિત્તિયારેvi આગાર રાખવામાં આવે છે. (અહીં દુર્ગાનના સબં=સર્વથા અભાવ વડે સમદિ=સમાધિ એટલે શરીરની સ્વસ્થતા થવી તે વત્તિય=પ્રત્યય-હેતુ-કારણવાળા મારે=આગાર વડે પચ્ચ૦ ભંગ ન ગણાય એ શબ્દાર્થ છે.
૧ પહેલી ૬ ઘડી સુધીમાં સૂત્ર ભણી શકાય છે માટે પહેલી સૂત્રપોરિણી, અને બીજી ૬ ઘડી સુધીમાં અર્થ ભણાય માટે બીજી અર્થોરિણી તે કારણથી જ મુનિમહારાજ પ્રથમ (પાદોન) પોરિસીમાં અર્થાત્ સૂત્રપોરિસીમાં પહેલું સૂત્રનું વ્યાખ્યાન વાંચી સૂત્રપોરિસી પૂર્ણ થયે મુહપત્તિ પડિલેહી પુનઃ અર્થનું એટલે ચરિત્ર વગેરેનું બીજું વ્યાખ્યાન વાંચે છે, એ બે, વ્યાખ્યાનની વચ્ચે સાધુ-સાધ્વી અને પૌષધવ્રતી શ્રાવકો પણ જે મુહપત્તિ પડિલેહે છે તે સૂત્રપોરિસી પૂર્ણ થયાની અને તે વખતે શ્રાવિકાઓ વિશેષ સ્વાધ્યાય અર્થે ગયુંલિ ગાય છે.
* પોરિસીના પચ્ચ૦ નો કાળ સૂર્યોદયથી જુદા જુદા અનિયત પ્રમાણવાળો છે, અને સૂત્રપોરિસીનો (=પાદોન પો૦ નો) કાળ તો હંમેશાં સૂર્યોદયથી ૬ ઘડીનો નિયત હોય છે, માટે “ઉગ્વાડા પોરિસી” એ વચન પોરિસીના પચ્ચ૦ વાળાને ભ્રાન્તિ ઉત્પન્ન કરે છે, અને તેથી અપૂર્ણ કાળે પચ્ચ૦ પારવાનું બને છે.