________________
૨૩૦
ભાષ્યત્રયમ્
તથા પૂર્વ દિશાને પશ્ચિમ દિશા જાણે (અને પશ્ચિમને પૂર્વ દિશા જાણે), એવો દિશામોહ થતાં પચ્ચખાણનો કાળ પૂર્ણ ન થવા છતાં પણ પૂર્ણ થયો જાણી પચ્ચ૦ પારે તો પણ કરેલા પચ્ચ૦ નો (પો૦ સાર્ધપો૦ પુરિમ-અવ) એ ચારેનો, અને એ ચાર સહિત થતાં બીજાં એકાશનાદિ પચ્ચકખાણનો પણ) ભંગ ન થાયન ગણાય, તે કારણથી દિશામાં એ આગાર કહ્યો છે. અહીં દિગૂઢ થવું ( દિશામોહ થવો) તે મતિદોષથી થાય છે, પરંતુ જાણી જોઈને થતો નથી માટે એ છૂટ રાખવી પડે છે.
અવતર:- પૂર્વ ગાથામાં પહેલા ચાર આગારનો અર્થ કહીને હવે આ ગાથામાં ૫-૬-૭-૮ એ બીજા ચાર આગારનો અર્થ કહેવાય છે.
साहुवयण उग्घाडा-पोरिसि तणुसुत्थया समाहित्ति । संघाइकज्ज महत्तर, गिहत्थबन्दाइ सागारी ॥२५॥
શબ્દાર્થ - તા=શરીરની
(૩) તિ તે સુWયા=સ્વસ્થતા, રોગની શાન્તિ.
==કાર્ય સાંસિમાધિ
વન્તા=બન્દી વગેરે નાથાર્થ : - “ઉગ્વાડા પોરિસી” એવું સાધુનું વચન સાંભળી અપૂર્ણ કાળે પચ્ચ૦ (પોરિસી પચ્ચ૦) પારવું તે સાવયણેણે આગાર કહેવાય. શરીરાદિકની સ્વસ્થતા માટેનો આગાર તે સવ્વસમાહિત્તિયાગારેણં આગાર કહેવાય, સંઘ વગેરેના મહાન કાર્ય-પ્રયોજનવાળો અથવા મહાનિર્જરાવાળો તે મહત્તરાગાર આગાર, અને ગૃહસ્થ તથા બન્દી વગેરે સંબંધી આગાર તે સાગારી આગાર કહેવાય.
૧-૨ એવી દિમૂઢતા વખતે વાસ્તવિક રીતે સૂર્ય પૂર્વમાં જ હોય છે, પરન્તુ તેને પશ્ચિમ જાણવાથી “સૂર્ય પૂર્વ દિશા છોડીને પશ્ચિમ દિશામાં એટલે સુધી ખસી આવ્યો તેથી મધ્યાહ્નકાળ પણ વીતી જવાથી પોરિસી વગેરેનો કાળ તો કયારનોએ થઈ ગયો' એવો અભિપ્રાય ઉત્પન્ન થાય છે તેથી પૂર્વને પશ્ચિમ જાણવાનો એક જ પ્રકાર કહેવા છતાં પણ પશ્ચિમને પૂર્વ જાણવાનો પ્રકાર તો અર્થપત્તિથી જ પ્રાપ્ત થાય છે, જેથી એ બીજો પ્રકાર સ્પષ્ટ ન કહે તો પણ ગ્રહણ કરવામાં વિરોધ નથી, પરંતુ એ બે સિવાયના શેષ પ્રકારોનું ગ્રહણ કરવાનું અહીં કારણ નથી.