________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૨૯
તથા “અન્નત્થ” (એટલે વર્જીને) એ શબ્દ જેમ “અનાભોગ” શબ્દ સાથે જોડવામાં આવ્યો છે, તેમ આગળ કહેવાતા સહસાકાર વગેરે બીજા આગારો સાથે પણ સંબંધવાળો છે, જેથી અન્નત્યં સહસાગારેણં-અન્નત્યં મહત્તરાગારેણં-અત્રત્ય સવ્વસમાહિ-વત્તિયાગારેણં ઇત્યાદિ રીતે સર્વે આગારમાં “અન્નત્થ” શબ્દ અનુસરે છે, પરંતુ ઉચ્ચારમાં વારંવાર ન બોલવાના કારણથી એ શબ્દને પહેલા (“અન્નત્થ’ પદનું) અનુસરણ-સંબંધ તે દરેક પેટા પચ્ચ૦ ના પ્રારંભમાં અનુસરતા “ઉગ્ગએ સૂરે વા સૂરે ઉગ્ગએ” ના પાઠવત્ અને પર્યન્તમાં અનુસરતા “પચ્ચક્ખાઈ વા વોસિરઇ”ના (પાઠવત્) *આવે છે એમ જાણવું.
તથા સહસા એટલે એકદમ (=અણધાર્યું-અચાનક-ઓચિંતુ-અકસ્માત્) કોઇ કાર્ય થઈ જાય કે જે કાર્ય પોતે જાણી જોઈને ન કર્યું હોય, તેવાં સહસા કાર્યનો (=તેવા અકસ્માત્ કાર્યનો) જે આગાર=માર (=છૂટ) તે સહસાગર કહેવાય, જેમકે-ઉપવાસનું પચ્ચ∞ કર્યું હોય, અને છાશ વલોવતાં છાશનો છાંટો ઊડીને પોતાની મેળે મુખમાં પડી જાય તો તે સહસાકાર કહેવાય, માટે એવા સહસાકારથી પણ પચ્ચનો ભંગ ન ગણાય, તે કારણથી સજ્જારેનં આગાર રાખવામાં આવે છે.
તથા મેઘ વડે અથવા આકાશમાં મહાવાયુથી ચઢેલી ધૂળ વડે અથવા પર્વત વગેરેની આડથી સૂર્ય ઢંકાઈ જવાથી દિવસ કેટલો ચઢ્યો છે ? તેની સ્પષ્ટ ખબર પડે નહિ, અને તેથી અનુમાનથી પોરિસી વગેરે પચ્ચનો કાળ પૂર્ણ થયો જાણી તે પ૦ પારવામાં આવે, પરંતુ વાસ્તવિક રીતે પચ્ચનો કાળ પૂર્ણ ન થયો હોય તો તેવા પ્રસંગે કરેલા પચ્ચનો ભંગ ન થાય તે માટે પચ્છન્નત્તેિણં (મેઘ વગેરેથી ઢંકાયેલા કાળ વડે ભૂલથી અપૂર્ણ કાળે પચ્ચ૦ પારી લેવાય તો પણ પચ્ચ૦ ભંગ ન થાય એવો) આગાર રાખવામાં આવે છે. પરંતુ અહીં પચ્ચનો કાળ હજી પૂર્ણ નથી થયો એમ જાણવામાં આવે તો તુર્ત જ જમતાં જમતાં અટકી જવું, અને તેમજ બેસી રહેવું. પછી જ્યારે પચ્ચનો કાળ પૂર્ણ થાય ત્યારે શેષ ભોજન જમવું, અને જો કાળ પૂર્ણ નથી થયો એમ જાણ્યા છતાં પણ જમવાનું ચાલુ જ રાખે તો પચ્ચ૦ નો ભંગ થયો જાણવો.
*જુઓ ગાથા ૯ મીનો ભાવાર્થ.