________________
૨૨૮
ભાષ્યત્રયમ્ માવાઈ - ગાથાર્થવતુ સુગમ છે.
અવતરણ :- પૂર્વે ૧૮ થી ૨૧ ગાથામાં પચ્ચકખાણો માટે જે ૨૨ આગાર યથાયોગ્ય દર્શાવ્યા, તે દરેક આગારનો અર્થ હવે આ ૨૪ થી ૨૮ મી ગાથા સુધીમાં દર્શાવાય છેविस्सरणमणाभोगो, सहसागारो सयं मुहपवेसो । पच्छन्नकाल मेहाई, दिसिविवज्जासु दिसिमोहो ॥२४॥
શબ્દાર્થ :વિસર=વિસ્મરણ, ભૂલી જવું. | બેફા મેઘ વગેરે (થી) મUTTમોજો=અનાભોગ આગાર
વિવMાસુ-વિપર્યાસમાં, દિશિના સયંસ્વયં. પોતાની મેળે
ફેરફારથી. થાઈ:- વિસરી જવું તે અનાભોગ, આહારની વસ્તુ પોતાની મેળે જ મુખમાં પ્રવેશે (પડે) તે સહસાકાર, મેઘ વગેરેથી (કાળ માલૂમ ન પડે તે) પ્રચ્છન્નકાળ, અને દિશાઓનો ફેરફાર સમજાવાથી દિશિમોહ આગાર જાણવો ૨૪મા
ભાવાર્થ - સર્વ આગારોમાં પહેલો આગાર “અન્નત્થણાભોગેણં” છે, તેમાં “અન્નત્થ” અને “અનાભોગ” એ બે શબ્દ છે. ત્યાં અન્નત્થ એટલે અન્યત્ર ( સિવાય અથવા વર્જીને) એવો અર્થ છે, અને અનામોn શબ્દનો અર્થ તો વિસરી જવું એ પ્રમાણે ગાથામાં જ કહ્યો છે. તેથી જે પચ્ચકખાણ કર્યું છે તે પચ્ચખાણ મતિદોષથી અથવા ભ્રાન્તિથી કદાચ ભૂલી જવાય અને તેથી ત્યાગ કરેલી ચીજ ભૂલથી ખાઈ લેવાય, અગર મુખમાં નાખી દેવાય તો તે અનામો કહેવાય, માટે એવો અનાભોગ (અન્નત્થs) વર્જીને જ હું આ પચ્ચ૦ કરૂં છું, એમ પચ્ચ૦ લેતી વખતે તે છૂટ પ્રથમથી જ જણાવવા માટે પચ્ચ૦ના આલાવામાં મન્નત્થણામો આગાર ઉચ્ચરવો પડે છે, જેથી વિસરી જતાં કદાચ તેવી ભૂલ થાય તો પણ કરેલા પચ્ચ૦નો ભંગ (=પ્રતિજ્ઞા ભંગ) ગણાય નહિ (અથવા થાય નહિ).
વળી આ અને બીજા પણ આગારોના સંબંધમાં એટલું ધ્યાનમાં રાખવું કે ભૂલથી અથવા બીજા કોઈ પ્રકારથી ત્યાગ કરેલી ચીજ ખાઈ લેવામાં અગર મુખમાં નાખવામાં આવે તો સ્મરણમાં આવતાં તુર્ત જ ખાવાનું બંધ કરી મુખમાં ચાવતાં ચાવતાં પણ શેષ રહી ગયેલી ચીજ બહાર કાઢી નાખી મુખ-શુદ્ધિ કરી લેવી, પરંતુ ગળે ઉતારવી નહિ, અને ફરીથી તેવી ભૂલ ન થાય તેમ પરિણામ પણ નિઃશંક-મલિન ન થાય એટલા માટે તેવી ભૂલોનું ગુરુમુખે યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત લેવું એ શુદ્ધ વ્યવહાર છે.