________________
૨૨૨
ભાષ્યત્રયમ્
બોરડી-કંથેરી-કેરમૂળ-પૂંઆડ-મંજીઠ-બોળ-ચિત્રક-કુંદરુ-ફટકડી-ચિમેડ-થુવર-આકડા ઇત્યાદિ જે વસ્તુઓ ખાવામાં અનિષ્ટ સ્વાદવાળી હોય, તે અનાહારી જાણવી. અવતરળ :- હવે આ ૧૬મી અને ૧૭મી ગાથામાં ૨૨ આરનું (એટલે ૨૨ આગારમાંથી કયા પચ્ચક્ખાણમાં કેટલા આગાર હોય? તે સંબંધી) ૪થું દ્વાર કહેવાય છેदो नवकारि छ पोरिसि, सग पुरिमडे इगासणे अट्ठ । सत्तेगठाणि अंबिलि; अट्ठ पण चउत्थि छप्पाणे ॥१६॥ શબ્દાર્થ :- ગાથાર્થ પ્રમાણે સુગમ છે.
થાર્થ :- નવકારસીમાં ૨ આગાર, પોરિસીમાં ૬ આગાર, પુરિમઢમાં ૭ આગાર, એકાશનમાં (તથા બિઆસણમાં પણ)૮ આગાર, એકલઠાણામાં ૭ આગાર, આયંબિલમાં ૮ આગાર, ચતુર્થ ભક્તમાં (ઉપવાસમાં) ૫ આગાર, અને પાણસ્સના પચ્ચક્ખાણમાં ૬ આગાર છે. ૧૬
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે, પરંતુ નવકા૨શી આદિમાં કયા કયા આગાર છે ? તેનાં નામ અને અર્થ પણ આગળ ગાથાઓમાં જ કહેવાશે, માટે અહીં વિશેષ સ્પષ્ટ કરવાનું પ્રયોજન નથી. चउ चरिमे चउभिग्गहि, पण पावरणे नवट्ठ निव्वीए । आगाक्खित्तविवेग-मुत्तु दवविगइ नियमिट्ठ ॥१७॥ શબ્દાર્થ :- ગાથાર્થ પ્રમાણે સુગમ છે.
ગાથાર્થ :- (દિવસચરિમ અને ભવચરમ એ બે) રિમ પચ્ચક્ખાણમાં ૪ આગાર છે, *અભિગ્રહમાં ૪ આગાર છે, પ્રાવરણ (વસ્ત્રના) પચ્ચ૦માં પળ=પાંચ આગાર છે, અને નીવિમાં ૯ અથવા ૮ આગાર છે. તેમાં નીવિને વિષે જો પિંડવિગઇ અને દ્રવવિગઈ એ બન્નેનું પચ્ચ૦ હોય તો તે (એકલા દ્વવવિગઈના) નિયમિ=નિયમમાં “ઉક્તિત્તવિવેગેણું” એ એક આગાર મુત્તુ=મૂકીને-છોડીને બીજા ( =*૬) ૮ આગાર હોય છે. ।।૧૭।
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે; પરંતુ વિશેષ એ છે કે-અહીં ભાષ્યમાં જો કે વિગઈના છૂટા પચ્ચ૦માં ૯-૮ એમ બે રીતે આગાર કહ્યા નથી, પરંતુ ૨૦ મી ગાથામાં કેવળ નવ આગાર જ કહેવાશે તો પણ અન્ય ગ્રન્થોને અનુસારે વિગઇના પચ્ચ૦માં પણ ૯ અને ૮ એમ બન્ને પ્રકારના આગાર જાણવા.
*અહીં “અભિગ્રહ” શબ્દથી ૮ પ્રકારનાં સંકેત પચ્ચક્ખાણમાં તેમજ બીજા પણ દ્રવ્યાદિ ચારે પ્રકારના અભિગ્રહમાં ૪ આગાર જાણવા, તે આગાળ ૨૩ મી ગાથામાં જ કહેવાશે.
૧ એ ૮ વા ૯ આગારનું કારણ વિગઈઓનાં સ્વરૂપ તથા ઉખિત્ત૦ આગારનો અર્થ જે આગળ કહેવાશે તે જાણ્યા બાદ સમજાશે.