________________
પચ્ચકખાણ ભાષ્ય
૨૨૧ 'મિ માં ગણાય, સૂંઠ, જીરું, અજમો વગેરે તથા મધ, ગોળ અને તંબોલ વગેરે પણ *સ્વામિ માં ગણાય અને (કોમ=મોક એટલે) મૂત્ર (ગોમૂત્ર) તથા લીંબડો વગેરે અનાદર માં ગણાય. ૧૫
ભાવાર્થ:- જે વસ્તુઓને ખાવાથી સુધાની પૂર્ણ શાન્તિ ન થાય, તો પણ કંઈક સંતોષ થાય (=ભૂખ શમાવે) તેવી વસ્તુઓ રવિન માં ગણાય છે. તેનાં કેટલાંક નામ-શેકેલાં ધાન્ય (એટલે મમરા, પઉંઆ, શેકેલા ચણા, દાળીઆ, શેકેલા મગ વગેરે), તથા ખજૂર, ખારેક, નાળિયેર, તથા બદામ, દ્રાક્ષ, કાજુ વગેરે મેવા, કેરી, ચીભડાં, તડબૂચ, ખડબૂજ વગેરે ફળો, શેરડી વગેરે તથા કોઠવડી-આમળાશંઠી-આંબાગોળી-કોઠીપત્ર-લિંબઈપત્ર વગેરે (એ સર્વે ખાદિમ હોવાથી દુવિહાર પચ્ચકખાણમાં ન કલ્પ). - સ્વામિ વસ્તુઓ-સૂંઠ-હરડે-પીપર-મરી-જીરું-અજમો-જાયફળ, જાવંત્રી, કાથોખેરવટી-જેઠીમધ-કેસર-નાગકેસર-તમાલપત્ર-એલચી-લવિંગ-બિડબવણ-અજમોદપીપરીમૂળ-(ગંઠોડા)-ચિણિકબાબા-મોથ-કાંટાસેલિઓ-કપૂર-હરડાં,-બેહડાંબાવળછાલ-ધાવડી છાલ-ખેરની છાલ-ખીજડાછાલ તથા એના પત્ર-સોપારી-હિંગજવાસામૂળ-બાવચી-તુળસી-કચૂરો-તજ-સંચય-પુષ્કરમૂળ તથા તંબોલ-વરિયાલીસુવા ઇત્યાદિ દુવિહારમાં કહ્યું.
એમાં જીરુ સ્વાદિમમાં અને ખાદિમમાં પણ ગણાય એમ બે મત છે તથા અજમાને પણ કેટલાક આચાર્યો ખાદિમ કહે છે.
તથા મધ-ગોળ-ખાંડ-સાકર પણ સ્વાદિમમાં ગણાય, પરન્તુ તૃપ્તિ કરનાર હોવાથી દુવિહારમાં કહ્યું નહિ.
નાહારી વસ્તુઓ-લીંબડાનાં અંગ (પત્ર-છાલ-કાઇ-ફળ-ફૂલ વગેરે)-ગોમૂત્ર વગેરે મૂત્ર-ગળો-કડુ-કરિયાતુ-અતિવિષ-ચીડ-રાખ-હળદર-ઉપલેટ-જવ-હરડેબેહડાં-આમળાં-બાવળછાલ-ધમાસો-નાહિ-આસંધિ-રિંગણી-એળીઓ-ગુગળ
૧ વાદ્યતે–જે ખવાય તે રવિન (ઇતિ વ્યુત્પત્તિઃ) તથા ઉ=આકાશ એટલે મુખનું વિવર તેમાં મતિ=માય-સમાય તે બ્રાહિમ (ઇતિ નિયુક્તિ.) એમાં ૨ કારનો નિપાત સંભવે.
૨ વાદ્યતે એટલે જેનો આસ્વાદ કરાય તે વનિ (ઇતિ વ્યુત્પત્તિ), તથા ગોળ, સાકર, વગેરે દ્રવ્યોને અને રસ વગેરે ગુણોને તેમજ કર્તાના સંયમ ગુણોને એટલે રાગદ્વેષ રહિત આસ્વાદન કરવાથી સંયમીના સંયમ ગુણોને જે વાવતેસ્વાદ પમાડે તે દ્વા#િ અથવા જેનું આસ્વાદન કરતાં તે વસ્તુઓ પોતાના માર્યાદિ ગુણોને સાવતિ નાશ પમાડે તે સ્વામિ (ઇતિ નિર્યુક્તિઃ)
૩ હરડે બેહડાં અને આમળાં વગેરે કેટલીક વસ્તુઓ સ્વાદિમમાં અને