________________
૨૨૦
ભાષ્યત્રયમ્ (સર્વ વનસ્પતિના કંદમૂળ ફળાદિકનાં રંધાયેલાં શાક વગેરે) એ સર્વ જમશન માં ગણાય છે. એ પ્રમાણે ૮ વિભાગમાં અશનનો સમાવેશ થાય છે. અને કાંજીનું પાણી (8છાશની આછ), જવનું પાણી (=વનું ધોવણ), કેરનું પાણી (કેરનું ધોવણ) અને કર્કટકનું તે ચીભડા વગેરે ફળોની અંદર રહેલું અથવા તેના ધોવણનું પાણી તથા મદિરા વગેરે ઉપાણી એ સર્વ જાતિનાં પાણી પીન આહારમાં ગણાય છે. [૧૪
ભાવાર્થ :- ગાથાર્થમાં કહ્યા પ્રમાણે સુગમ છે, પરંતુ વિશેષ એ છે કે તિવિહારના પચ્ચકખાણવાળાને એ પાણી કલ્પ નહિ, પરંતુ નદી, કૂવા, તળાવ વગેરેનાં પાણી કે જે કર્પરાદિ અન્ય પદાર્થ વડે મિશ્ર થયેલ ન હોય તેવાં જ શુદ્ધ પાણી તિવિહારમાં કલ્પ. અને કપૂર, દ્રાક્ષ, ઇલાયચી આદિ સ્વાદિમ વસ્તુઓથી મિશ્ર થયેલાં-કરેલાં જળ દુવિહારમાં કહ્યું.
અવતરણ :-ચાર પ્રકારના આહારમાંથી પૂર્વ ગાથામાં પહેલા અશન અને પાન એ બે આહારનું સ્વરૂપ કહીને હવે આ ગાથામાં રણામ અને સ્વામિ એ બે આહારનું સ્વરૂપ કહે છે, તેમજ આહારમાં ન ગણાતી (નાદારી) વસ્તુઓ પણ કહે છે - खाइमि भत्तोस फला-इसाइमे संठि जीर अजमाई। महु गुल तंबोलाई, अणहारे मोअ निंबाइ ॥१५॥
શબ્દાર્થ :-ગાથાર્થને અનુસાર સુગમ છે. થાર્થ :- (પત્તો - ભક્તોષ એટલે) શેકેલાં ધાન્ય તથા ફળ વગેરે વસ્તુઓ
*શબ્દનો અર્થ વ્યુત્પત્તિથી (એટલે ધાતુ ઉપરથી), અને નિર્યુક્તિથી (એટલે શબ્દમાં રહેલા અક્ષરો ઉપરથી ઉપજાવેલી યુક્તિથી) એમ બે પ્રકારે થાય છે, તે પ્રમાણે અહીં “અશન” શબ્દનો અર્થ પણ બે રીતે છે તે આ પ્રમાણે
મા=શીધ્ર (સુધાને ઉપશમાવે) તે શન એ નિર્યુક્તિ અર્થ છે. અને મત્તેમુખ્યતે–જેનું ભોજન કરાય તે મશન એ વ્યુત્પત્તિ અર્થ (=ધાતુ સિદ્ધ અર્થ) છે. ત્યાં જો કે ફળાદિક સર્વ આહારી પદાર્થનું ભોજન કરાય છે તો પણ મન શબ્દથી ભાત વગેરે અમુક અમુક પદાર્થો જ રૂઢિથી ગણાય છે.
(૧) ઘઉં, ચોખા, કોદ્રવ વગેરે અનાજનાં ધોવણ પણ એમાં અંતર્ગત જાણવાં. (૨) ઈતિ પ્રવ૦ સારો૦ વૃત્તિઃ (૩) ઇતિ ભાષ્યાવચૂરિઃ (૪) સરકા, આસવો વગેરે એમાં અંતર્ગત જાણવા.
(૫) એ ઉપરાંત નાળિયેરનું પાણી, શેરડીનો રસ તથા છાશ (અને મદિરા) જો કે પાણી તરીકે ગણાયેલાં છે. પરન્તુ એને વર્તમાન કાળે અશનમાં ગણવાનો વ્યવહાર છે. એ ઉપરાંત નદી, તળાવ, કૂવા વગેરેનાં પાણી એટલે સર્વ અકાય પણ પાનમાં જ ગણવા.
(૬) પ્રાણોનો ઉપકાર કરે તે પાન (ઇતિ નિયુક્તિ અર્થ), અથવા ૫ ધાતુ પીવાના અર્થમાં હોવાથી જે પીયતે–પીવાય તે પાન (ઇતિ વ્યુત્પત્તિ અર્થ).