________________
પચ્ચકખાણ ભાષ્ય
૨૧૭ चउहाहारं तु नमो, रतिपि मुणीण सेस तिह चउहा । निसि पोरिसिपुरिमेगा-सणाइ सड्ढाण दुतिचउहा ॥१२॥
શબ્દાર્થ :નમો=નમુક્કારસહિય
સદ્દા=શ્રાવકોને ત્તિ=રાત્રિ (નાં પચ્ચખાણ)
દુહાદુવિહાર તિરં તિવિહાર
ત્તિ (રા)=તિવિહાર થાર્થ :- મુનિને નવકારસીનું પચ્ચ૦ તથા રાત્રિનું (દિવસ ચરિમ) પચ્ચકખાણ ચઉવિહારવાળું જ હોય, અને શેષ (પોરિસી આદિ) પચ્ચખાણો તિવિહાર, ચઉવિહાર એમ બે પ્રકારે હોય છે. તથા શ્રાવકને તો રાત્રિનું (દિવસચરિમનું) અને પોરિસી, પુરિમઢ તથા એકાશન વગેરે પચ્ચકખાણો દુવિહાર, તિવિહાર, ચઉવિહાર એમ ત્રણે પ્રકારનાં હોય છે. પિરંતુ નવકારસીનું પચ્ચ૦ તો શ્રાવકને પણ ચઉવિહાર જ હોય, કારણકે નવકારસી તે ગઈ રાત્રિના ચઉવિહાર પચ્ચ0નું તીરણ (કંઈક અધિક કરવા) રૂપ પણ કહ્યું છે.]
કાવાર્થ:- ગાથાર્થ પ્રમાણે સુગમ છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે- નમુક્કારસહિયંમુનિને તથા શ્રાવકને પણ ચઉવિહાર. પૌરુષી ] મુનિને તિવિહાર, ચઉવિહાર સાર્ધપૌરુષી | (ગાઢ કારણે જ દવિહાર) પરિમાઈ શ્રાવકને દુવિહાર, તિવિહાર, ચઉવિહાર. અપાઈ એકાશન | મુનિને તિવિહાર, ચઉવિહાર, (ગાઢ કારણે જ દુવિહાર) એકઠાણું | શ્રાવકને દુવિહાર, તિવિહાર, ચઉવિહાર. બીઆસણું ) (પરંતુ એકઠાણું જમ્યા પછી ચઉવિહાર જ)
+ ગ્લાન (માંદગી) આદિના ગાઢ કારણે પરિસી આદિ પચ્ચક્ખાણો મુનિને કવચિત દુવિહાર પણ હોય, તે પડદાહારં તુ નમો ઉત્તષિ મુળીના તિર૩ી એ કહેલા પાઠથી તેમજ શ્રીપંચાલકજીના પાંચમા પંચાશકમાં ૩૫ મી ગાથાની વૃત્તિમાં અતિ ગાઢ કારણે જ દુવિહાર કહ્યો છે તેથી સંભવે છે, નહિતર મુખ્ય આજ્ઞા તો મુનિને તિવિહાર-ચઉવિહારનીજ જાણવી. તથા મુનિને ૮ પ્રકારનાં સંકેત પચ્ચખાણો પણ ચઉવિહાર કહ્યાં છે. (ઇતિ યતિદિનચર્યા). તથા મુનિને ભવચરિમ અને ઉપવાસ તિવિહાર, ચવિહાર એમ બે પ્રકારે કહેલ છે, અને શેષ પચ્ચખાણો દુવિ૦ તિવિ૦ ચઉવિ૦ કહ્યાં છે. (ઇતિ શ્રાદ્ધ૦ વૃત્તિ વગેરે.)
પ્રશ્ન - ઉપવાસ તો તિવિહાર, ચઉવિહાર સમજી શકાય છે. પરન્તુ એકાશન વગેરે દુવિહાર, તિવિહાર કેવી રીતે ?
ઉત્તરઃ- એકાસનાદિમાં ભોજન કરવા સિવાયના શેષ વખતમાં પાણીની અને સ્વાદિમની છૂટ હોય તે દુવિહાર એકાશન વગેરે કહેવાય, અને ભોજન સિવાયના શેષ વખતમાં ફક્ત પાણી પીવાની જ છૂટ હોય તો તે તિવિહાર એકાશનાદિ કહેવાય.