________________
પચ્ચકખાણ ભાગ
૨૧૫ પ્રારંભમાં જ એકવાર સૂરે ૩ણ અથવા ૩Tણ ફૂરે શબ્દ યથાયોગ્ય બોલવો અને પર્યન્ત એકવાર વોસિર શબ્દ બોલવો. પરંતુ એ મોટા પચ્ચકખાણના આલાવામાં મધ્યમાં આવતા વિગઈ, એકાશનાદિ, અને માણસના નાના આલાવામાં દરેકમાં પ્રારંભે અને પર્યન્ત એ બે પાઠ-શબ્દ (જો કે સંબંધવાળા છે તો પણ) ન બોલવા, તે પૂર્વાચાર્યોથી ચાલી આવતી કરણવિધિ અથવા પરંપરા છે.
અવતર:- હવે આ ગાળામાં પાણસના (પાણીના) આગારનો આલાવો ક્યારે ઉચ્ચરાવવો ? તે સંબંધી ઉચ્ચારવિધિ દર્શાવે છેतह तिविह पच्चखाणे, भन्नति य पाणगस्स आगारा । दुविहाहारे अच्चित्त-भोइणो तह य फासुजले ॥१०॥
શબ્દાર્થ - ગાથાર્થને અનુસાર સુગમ છે. થાર્થ :- તથા તિવિહાર પચ્ચકખાણમાં (એટલે તિવિહાર ઉપવાસ, એકાશન વગેરેમાં) પાણસ્સના આગાર (નો આલાવો) ઉચ્ચરાવાય છે. વળી એકાશન વગેરે દુવિહારવાળું હોય તો તેમાં પણ અચિત્તભોજીને પાણસ્સના આગાર ઉચ્ચરાવવા, તેમ જ એકાશનાદિ કંઈ પણ વિશેષ વ્રત વિના છુટો શ્રાવક પણ જો ઉષ્ણ જળ પીવાના નિયમવાળો હોય તો તેને પણ પાણસ્સના આગાર ઉચ્ચરાવવા. (તાત્પર્ય કે ઉષ્ણ પાણી પીવાના નિયમમાં સર્વત્ર પાણસ્સના આગાર કહેવા). ૧૦
માવાઈ:- ગાથાર્થવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ જ કે જો શ્રાવકે તિવિહાર એકાશન કર્યું હોય તો તેણે સચિત્ત આહાર પાણીનો ત્યાગ કરવો, અને પાણસ્સના આગાર ઉચ્ચરવા, પરન્તુ દુવિહારી એકાશનાદિમાં સચિત્તનો ત્યાગ ન કર્યો હોય તો પાણસના આગાર ન ઉચ્ચરવા.
અવતરણ :- પૂર્વ ગાથામાં અચિત્ત જળ પીનારને પાણસના આગાર ઉચ્ચરાવવા કહ્યા, પરન્તુ અચિત્ત જળ ક્યા ક્યા વ્રતમાં કોણે પીવું ? તેનો નિયમ આ ગાથામાં દર્શાવાય છે
૧ અહીં પાણસ્સના આગાર ઉચ્ચરવા સંબંધી ચતુર્ભગી શ્રી જ્ઞાનવિમલ સૂરિકૃત બાલાવબોધમાં કહી છે તે આ પ્રમાણે
૧ સચિત્ત ભોજન-સચિત્ત જળ (એમાં પાણીના આગાર નહિ). ૨ સચિત્ત ભોજન - અચિત્ત જળ (એમાં પાણીના આગાર હોય). ૩ અચિત્ત ભોજન- સચિત્ત જળ (એમાં પાણીના આગાર નહિ). ૪ અચિત્ત ભોજન- અચિત જળ (એમાં પાણીના આગાર હોય).
તાત્પર્ય એ છે કે-એકાશનાદિ જે જે વ્રતોમાં તિવિહાર થઈ શકે છે તે તે વ્રતોના તિવિહારમાં (અચિત્ત ભોજન અને) અચિત્ત જળ પીવું જોઇએ, અને તેથી પાણસ્સના આગાર પણ ઉચ્ચરવા જોઈએ. તે તે એકાશનાદિ વ્રતોમાં વિહાર કર્યો હોય તો તે દુવિહારમાં તેવો નિયમ ત્યાં નથી. કયા વ્રત દુવિહાર, તિવિહાર વા ચઉવિહાર હોય છે તે ૧૨ મી ગાથામાં દર્શાવશે.