________________
પચ્ચખાણ ભાગ
૨૧૩ અવતાર :-પૂર્વ ગાથામાં એકાશનાદિ (આહારવાળા) પ્રત્યાખ્યાનોમાં પાંચ પાંચ ઉચ્ચારસ્થાનો-આલાવા દર્શાવીને હવે (આહાર રહિતના તિવિહાર) ઉપવાસના પ્રત્યાખ્યાનમાં ક્યાં પાંચ ઉચ્ચારસ્થાનો છે ? તે આ ગાથામાં દર્શાવાય છે
पढमंमि चउत्थाई, तेरस बीयंमि तइय पाणस्स। देसवगासं तुरिए, चरिमे जहसंभवं नेयं ॥८॥
શબ્દાર્થ :તુgિ=ચોથા સ્થાનમાં
નારંમવં યથાસંભવ, જેમ ઘટે તેમ કિછેલ્લા (પાંચમા) સ્થાનમાં | નેચં=જાણવું - થાઈ :- ઉપવાસના પહેલા ઉચ્ચારસ્થાનમાં ચતુર્થભકતથી માંડીને ચોત્રીસભક્ત સુધીનું પચ્ચકખાણ, બીજા સ્થાનમાં (નમુક્કારસહિયે આદિ)૧૩ પચ્ચકખાણ, ત્રીજા ઉચ્ચારસ્થાનમાં પાણરૂનું, ચોથા ઉચ્ચાર૦માં દેસાવગાસિકનું, અને પાંચમા ઉચ્ચારસ્થાનમાં સાંજે યથાસંભવ પાણહારનું એટલે ચઉવિહારનું પચ્ચકખાણ હોય છે. દા.
ભાવાર્થ:- ચઉવિહાર ઉપવાસ હોય ત્યારે તેનું પચ્ચખાણ ઉપવાસનો ઉચ્ચાર અને દેશાવકાશિકનો ઉચ્ચાર એ બે જ ઉચ્ચાર સ્થાનવાળું હોય છે, પરંતુ તિવિહાર ઉપવાસ કરવો હોય ત્યારે તેનું પચ્ચખાણ પાંચ ઉચ્ચારસ્થાનવાળું હોય છે તે આ પ્રમાણે- તિવિહાર ઉપવાસના પચ્ચખાણમાં પહેલો એક આલાવો 'વડસ્થપત્ત અથવા રામકું એટલે ૧ ઉપવાસથી માંડીને વાવત્ ૩ત્તીસમત્તે પર્યન્ત એટલે ૧૬ ઉપવાસ સુધીનો ઉચ્ચરાવાય છે, માટે એ વર્તમાનકાળે ૧૬ પ્રકારનું) પહેલું ઉચ્ચારસ્થાન જાણવું.
૧-૨ બે એકાશનયુક્ત ૧ ઉપવાસ કરનારને સૂરે ૩ ૪ સ્થપત્ત અપટું નો ઉચ્ચાર અને બે એકાશન રહિત એક ઉપવાસ (ગઈ રાત્રે ચઉવિહાર કર્યો હોય અગર ન કર્યો હોય તો પણ) સૂરે ૩ણ અમëનો ઉચ્ચાર હોય છે. તથા છઠ વગેરેના પચ્ચકખાણમાં ચતુર્થભક્તની પેઠે આગળ પાછળ એકાશનનો નિયમ નથી, તેથી કેવળ આગળ-પાછળના બે એકાશન રહિત બે ઉપવાસ, ત્રણ ઉપવાસ વગેરે કર્યા હોય તો પણ તે છટ્ઠ અક્રમ ઈત્યાદિ સંજ્ઞાથી જ ઓળખાય છે, અને પ્રત્યાખ્યાનનો ઉચ્ચાર પણ સૂર ૩ણ છમાં મમત્ત ઈત્યાદિ પદોથી જ હોય છે. (સનપ્રશ્ન ભાવાર્થ.)
૩ પહેલા ભગવંતના શાસનમાં એક સામટું ૧૨ માસના ઉપવાસનું, બાવીસ તીર્થંકરના શાસનમાં સામટું ૮ માસના ઉપવાસનું, અને છેલ્લા તીર્થંકરના શાસનમાં પહેલાં સામટું ૬ માસના ઉપવાસનું પચ્ચખાણ અપાતું હતું, પરંતુ છેલ્લા તીર્થકરના શાસનમાં હાલમાં સંઘયણ બળ વગેરેની હાનિના કારણે સામટા ૧૬ ઉપવાસથી અધિક પચ્ચક્ખાણ આપવાની આજ્ઞા નથી માટે.