________________
પચ્ચખાણ ભાષ્ય
૨૧૧ કહેવાય છે. અને તે પાંચ પચ્ચકખાણના જુદા જુદા આલાપક આલાવા-(=પાઠ) તે પાંચ પ્રકારનાં સન્નારસ્થાન કહેવાય છે. જેમકે-એકાશનમાં સર્વથી પ્રથમ “નમુક્કાર સહિયં પોરિસી” આદિ એક અદ્ધાપચ્ચખાણ અને મુકિસહિયે આદિ એક સંકેત પચ્ચખાણ ઉચ્ચરાવાય છે, તે બે મળીને પહેલું ઉચ્ચારસ્થાન ગણાય, ત્યારબાદ*વિગઈનું પચ્ચખાણ ઉચ્ચરાવાય છે તે બીજું, ત્યારબાદ એકાશનનો આલાવો ઉચ્ચરાવાય છે તે ત્રીજું, ત્યારબાદ પાણસ્સનો આલાવો ઉચ્ચરાવાય છે તે ચોથું, એ પ્રમાણે ચાર પચ્ચ૦ના ચાર આલાવા પ્રભાતમાં એક સાથે ઉચ્ચરાવાય છે, અને સવારે તથા સાંજે દેશાવકાશિક અથવા સાંજે દિવસચરિમ કે પાણહારનું પચ્ચ૦ ઉચ્ચરાવાય છે તે પાંચમું ઉચ્ચારસ્થાન. એ રીતે એકાશનના એક જ પ્રત્યામાં પાંચ પેટા પચ્ચકખાણો એ પાંચ સ્થાન કહેવાય છે, અને તે પાંચ પ્રત્યાના પાંચ આલાવા તે પાંચ “ઉચ્ચારસ્થાન જાણવાં.
એ પાંચ ઉચ્ચારસ્થાનોના ૨૧ ભેદ નામપૂર્વક આગળની ગાથામાં જ કહેવાશે.
નવતર - પૂર્વગાથામાં પાંચ સ્થાનને વિષે જે ૧૩-૩-૩-૧-૧ ઉચ્ચારભેદ કહ્યા તે નામપૂર્વક આ ગાથામાં કહેવાય છેनमु पोरिसि सड्ढा पुरि-मवड्ढ अंगुट्ठमाइ अड तेर । निविविगइं-बिलतिय तिय, दुइगासण एगठाणाई ॥७॥
શબ્દાર્થ :- ગાથાર્થને અનુસાર સુગમ છે. થાર્થ :- નવકારસી-પોરિસી-સાઈપોરિસિ-પુરિમઢ-અવડૂઢ અને અંગુઠસહિય આદિ આઠ એ ૧૩ પ્રકાર (ઉચ્ચારભેદ) પહેલા સ્થાનમાં છે. તથા નીતિ વિગઈ અને આયંબિલ એ ૩ બીજા સ્થાનમાં છે, તથા ૬િ (માસ)=] બિયાસણું, એકાસણું અને એકલઠાણું એ ૩ પ્રકાર ત્રીજા સ્થાનામાં છે, અને ચોથા તથા પાંચમા સ્થાનમાં તો પૂર્વે કહેલો પાણસ્સનો અને દેશાવકાશિકનો જે એકેક પ્રકાર છે એમ અધ્યાહારથી સમજવું.) liણી
માવાઈ:- પહેલા વિભાગમાં (એકાશનાદિ પ્રસંગે) નમુક્કારસહિયનું અથવા પોરિસીનું યાવત્ અવડુઢનું એમ પાંચ પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારનું અદ્ધાપચ્ચક્ખાણ ઉચ્ચરાવાય છે અને એ જ અદ્ધા પચ્ચકખાણના શબ્દ સાથે
*(એકાશન, બિઆસણ અને એકલઠાણમાં) ૬ ભર્યાવિગઈમાંની કોઈ એક પણ વિગઈનો ત્યાગ ન કર્યો હોય તો પણ ચાર અભક્ષ્ય વિગઈનો ત્યાગ તો પ્રાયઃ સર્વેને હોવો જ જોઈએ, તે કારણથી એ પ્રત્યાખ્યાનોમાં વિગઈત્યાગનો આલાવો પણ અવશ્ય ઉચ્ચરાવાય છે. (ધ. સં. વૃત્તિ ભાવાર્થ:).
૧ અથવા બીજો અર્થ-જે ૨૧ પચ્ચકખાણો છે, તેના ઉચ્ચારપાઠરૂપ આલાવા જુદા ૨૧ નથી, પરન્તુ મુખ્ય પાંચ આલાવા છે, માટે તે ૨૧ પ્રત્યાખ્યાન ઉચ્ચરાવવામાં જે મુખ્ય પાંચ જ આલાવા-સૂત્રપાઠ ઉપયોગી થાય છે, તે પાંચ સૂત્રપાઠ પાંચ ૩વીરસ્થાન ગણાય છે.