________________
૨૧૦
ભાષ્યત્રયમ્ भणइ गुरु सीसो पुण, पच्चक्खामित्ति एव वोसिरह। उवओगित्थ पमाणं, न पमाणं वंजणच्छलणा ॥५॥
શબ્દાર્થ :ત્તિ ઇતિ, એ પ્રમાણે, એમ
રૂસ્થ અહીં, પચ્ચખાણ લેવામાં વૈ=એ પ્રમાણે, એમ
વંનપI=વ્યંજનની, અક્ષરની,
૭ના =સ્મલના, ભૂલ. થાર્થ :- (પચ્ચકખાણનો પાઠ ઉચ્ચરતી વખતે) ગુરુ જ્યારે પવરવાડ઼ કહે ત્યારે શિષ્ય પā#gfમ એમ કહે, અને એ પ્રમાણે જ ગુરુ જ્યારે વોસિર કહે ત્યારે શિષ્ય વોસિરામિ કહે. તથા પચ્ચખાણ લેવામાં લેનારનો ઉપયોગ જ (ધારેલું પચ્ચકખાણ જ) પ્રમાણ છે, પરંતુ અક્ષરની રખલના-ભૂલ પ્રમાણ નથી.
માવાઈ:- ગાથાર્થ પ્રમાણે સુગમ છે, પરંતુ વિશેષ એ જ કે ગુરુ કહે પદ્મવડું એટલે શિષ્ય પચ્ચખાણ કરે છે ત્યારે શિષ્ય તે તે પચ્ચકખાણને સ્વીકારે છે તેથી પર્વવgifમ હું પ્રત્યાખ્યાન કરૂં છું એમ શિષ્ય કહે છે.
તથા અક્ષરની સ્કૂલના થઈ હોય એટલે ચઉવિહાર ઉપવાસ લેતી વખતે પાઠમાં તિવિહાર બોલાઈ જાય; અથવા તો તિવિહાર ઉપવાસ લેતી વખતે પાઠમાં ચઉવિહાર બોલાઈ જાય અથવા એકાશનને બદલે બિઆસણ અને બિઆસણને બદલે એકાશનનો પાઠ ભૂલથી બોલાઈ જવાય ઇત્યાદિ રીતે પાઠ ફેરફાર બોલવા છતાં પણ પ્રત્યાખ્યાન તો જે ધાર્યું હોય તે જ પ્રમાણે ગણાય.
અવતરા :- પૂર્વે ચાર પ્રકારના ઉચ્ચારવિધિ બે રીતે કહીને હવે આ ગાથામાં એકાશનાદિ પચ્ચકખાણમાં આવતાં પાંચ પ્રકારનાં ઉચ્ચારસ્થાન અને તેના ૨૧ ભેદ કહે છેपढमे ठाणे तेरस, बीए तिन्नि उ तिगाइ (य) तइयंमि । पाणस्स चउत्थं मि, देसवगासाइ पंचमए ॥६॥
શબ્દાર્થ :- ગાથાર્થને અનુસાર સુગમ છે. ગથાર્થ :- પહેલા ઉચ્ચારસ્થાનમાં ૧૩ ભેદ છે, બીજા ઉચ્ચારસ્થાનમાં ૩ ભેદ છે, ત્રીજા ઉચ્ચારસ્થાનમાં ૩ ભેદ છે. ચોથા ઉચ્ચારસ્થાનમાં પાણસ્સનો ૧ ભેદ છે, અને પાંચમા ઉચ્ચારસ્થાનામાં પણ દેસાવગાસિક વગેરેનો ૧ ભેદ છે. (એ પ્રમાણે પાંચ મૂળ ઉચ્ચાર સ્થાનોના ૨૧ ભેદ અથવા ૨૧ ઉચ્ચારસ્થાનો પણ કહેવાય છે.)
માવાર્થ:- અહીં xએકાશનાદિ મોટાં પ્રત્યાખ્યાનોમાં અંતર્ગતપણે (પટાભાગમાં) જે જુદાં જુદાં પાંચ પ્રકારનાં પચ્ચખાણ ઉચ્ચરાવવામાં આવે છે તે પાંચ સ્થાન
x અહીં ગણાતાં પાંચ સ્થાનો તે એકાશનાદિ (આહારવાળાં) પ્રત્યાખ્યાનોના પેટાવિભાગ તરીકે જાણવાં, અને આિહાર રહિતના પ્રત્યાખ્યાન માટે એટલે ઉપવાસ માટે જે પાંચ સ્થાનો છે તે તો ખાસ જુદી ગાથાથી (૮ મી ગાથામાં) જ કહેવાશે.]