________________
૨૦૮
ભાષ્યત્રયમ્ (=અભક્તાર્થના) પહેલા દિવસે એકાશન અને પછી પારણાના. દિવસે પણ એકાશન કરીએ તો ચાર વારના ભોજનનો ત્યાગ થવાથી એ બે એકાશન સહિત એક ઉપવાસનું નામ વતુર્થ $ (ચોથભક્ત) કહેવાય છે.
૮ વરમપ્રત્યા - આ પ્રત્યાખ્યાન બે પ્રકારનું છે. ત્યાં દિવસના એટલે અહોરાત્રના રિમ—છેલ્લા ભાગનું અર્થાત્ રાત્રિનું જે પ્રત્યાખ્યાન તે વિસરમ, અને ભવના એટલે આયુષ્યના છેલ્લા ભાગનું અર્થાત્ મરણ વખતનું પચ્ચકખાણ તે (છેલ્લી વખતે જીવે ત્યાં સુધીનું) મવિિમ કહેવાય. એમાં દિવસચરિમ પ્રત્યાખ્યાન સૂર્યાસ્તથી ૧ મુહૂર્ત પહેલાં ગૃહસ્થોએ દુવિહાર, તિવિહાર, ચઉવિહારવાળું કરવું, અને મુનિને તો ચઉવિહારવાળું જ હોય છે, અને છૂટા શ્રાવક-સાધુને તેમજ 'એકાશનાદિવાળાને પણ (પાણહારરૂપે) કરવાનું હોય છે. - ૧ એપ્રદ પ્રત્યા - અમુક કાર્ય થાય ત્યારે જ મારે અમુક ભોજન કરવું એવા પ્રકારનો અભિગ્રહ કરવો તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ મુખ્યત્વે ૪ પ્રકારનો છે. ત્યાં અમુક દ્રવ્ય=આહાર લેવો અથવા અમુક દ્રવ્ય વડે (કડછી આદિ વડે) આપે તો જ આહાર લેવો તે દ્રવ્ય મઝદ, અમુક ગામમાંથી અથવા અમુક ઘરોમાંથી અથવા અમુક ગાઉ દૂરથી આહાર લાવવાનો અભિગ્રહ તે ક્ષેત્ર પિપ્રદ, ભિક્ષાકાળ પહેલાં અથવા ભિક્ષાકાળ વખતે અથવા ભિક્ષાકાળ વીત્યા બાદ આહાર લાવવાનો અભિગ્રહ તે ૩ પ્રકારનો વાન ગ્રહ અને ગાતો ગાતો અથવા રુદન કરતો અથવા બેઠો બેઠો અથવા ઊભો ઉભો પુરુષ વા સ્ત્રી વહોરાવે તો જ આહાર લેવો ઈત્યાદિ અનેક પ્રકારનો ભાવ પ્રદ જાણવો. પૂર્વે કહેલા અનાગતાદિ ૧૦ પ્રકારના પચ્ચ૦માંનું ૮ મું પરિમાણકૃત પચ્ચ૦ તથા નવકારસી આદિ અદ્ધા પચ્ચ૦ વિનાનું ૯ મું સંકેત પચ્ચખાણ પણ આ અભિગ્રહ પ્રત્યાખ્યાનમાં (સંબંધવાળું) ગણાય છે.
૨૦ વિડુિં પ્રત્યા - વિગઈ એટલે વિકૃતિ, અને વિકૃતિ એટલે વિકાર. તે વિકારવાળા એટલે ઇન્દ્રિયોના વિષયોને પ્રબળ કરનારા દૂધ-દહીં-ધી-તેલ-ગોળ અને પફવાન્ન એ ૬ પદાર્થો વિષાર્ (ભક્ષ્ય વિગઈ) ગણાય છે, તેમાંથી ૧-૨ થાવત્ છએ વિગઈ નો ત્યાગ કરવો તે વિષાર્ પ્રત્યા અને એ જ વિગઈનાં ૩૦ - ૧ પ્રશ્નઃ- છૂટા શ્રાવકને તો એ પ્રત્યાખ્યાન યુક્ત છે, પરંતુ એકાશનાદિ તપવાળાને તો એકાશનાદિ તપ બીજા સૂર્યોદય સુધીનું હોવાથી તે તપમાં જ આવી ગયું ગણાય, માટે તેને દિવસચરિમ પ્રત્યા૦ ની સાર્થકતા શી ?
ઉત્તરઃ- એકાશન વગેરે તપ આઠ આદિ આગારવાળું છે, અને દિવસ-ચરિમ પ્રત્યા ચાર આગારવાળું છે, માટે આગારનો સંક્ષેપ થાય છે એ સાર્થકતા છેઇત્યાદિ અધિક ચર્ચા ધર્મસંગ્રહવૃત્તિ વગેરેથી જાણવી.