________________
પચ્ચકખાણ ભાષ્ય
૨૦૭ શન (વા=પાલન)- દિવસમાં પ એકવાર મન=ભોજન કરવું *તે પાશન અથવા ઊઠીને પુનઃ ન બેસી શકાય તેમ જ બેઠાં બેઠાં પણ ખસી ન શકાય એવી રીતે એક જ અર્થાત્ નિશ્ચલ શાસન=આસનથી-બેઠકથી ભોજન કરવું તે શાસન કહેવાય છે. આમાં બેઠક માત્ર (કેડથી નીચેનો ભાગ) નિશ્ચલ હોય છે, પરન્તુ શેષ હાથ-પગ વગેરે અવયવોનું હલન-ચલન થઈ શકે છે, અહીં ભોજન કરીને ઉડ્યા બાદ તિવિહાર અથવા ચઉવિહાર કરવો. - પ્રથાન =એકલઠાણું)- જેમાં જમણો હાથ અને મુખ એ બે અંગ સિવાય બાકીનું કોઈ પણ અંગ હાલે ચાલે નહિ એવું અતિ (પ) નિશ્ચલ (થાન) આસનવાળું એકાસણું તે એકલઠાણું કહેવાય. પૂર્વે કહેલ એકાસણમાં સર્વ અવયવો હલાવવાની છૂટ છે. તેવી છૂટ આમાં નથી, એટલો જ ભેદ એકાસણ અને એકલઠાણામાં છે. (પુનઃ અહિં ભોજન કર્યા બાદ ઉઠતી વખતે ચઉવિહાર કરવાનો હોય છે; તેથી એકાસણની પેઠે ઉઠ્યા બાદ ઉષ્ણ જળ પણ પીવાય નહિ એ વિશેષ છે.)
૬ માર્યાવિત (નવામાન્ત-) એમાં ગાવામ=ઓસામણ અનેકસ્તં=ખાટો રસ એ બેના ત્યાગવાળું તે આચામામ્સ અથવા આચાર્લી કહેવાય. તે ભાતકઠોળ-અને સાથવાના આહારથી મૂળ ૩ પ્રકારનું છે. અને તે દરેક વળી જધન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ ત્રણ-ત્રણ પ્રકારનું તે દ્રવ્યથી, ગુણથી અને રસથી ગણાય છે, ઈત્યાદિ આયંબિલના ભોજનની વિશેષ સામાચારી તો પરંપરાથી જાણવા યોગ્ય છે. અને સામાન્યથી તો એટલું સમજવું યોગ્ય છે કે-આયંબિલમાં મુખ્યત્વે વિગઈ અને ખટાશનો ત્યાગ હોય છે. તેમજ નીવિયાતાંનો પણ ત્યાગ હોય છે, જેથી એમાં રસ-કસ વિનાનો નીરસ આહાર લેવાનો હોય છે.
૭ મમwાર્થ- જેમાં ભોજનનું અર્થ=પ્રયોજન ૩ =નથી, તે મwાર્થ એટલે ઉપવાસ કહેવાય. એમાં આજના સૂર્યોદયથી આવતી કાલના સૂર્યોદય સુધી આખો દિવસ અને રાત્રિ ચારે આહારનો અથવા પાણી સિવાય ત્રણે આહારનો સર્વથા ત્યાગ હોય છે, તેમજ તિવિહારવાળાને પણ દિવસે ઉષ્ણ જળ પીવું કહ્યું છે, રાત્રિએ તેનો પણ ત્યાગ હોય છે. આ અભક્તાર્થમાં એક દિવસમાં કરાતા બે વારના ભોજનનો ત્યાગ ગણાય છે. પરન્તુ જો એ જ ઉપવાસના
*એકાશન-એકલઠાણું-આયંબિલ-નવી, એ જો કે અનાગતાદિ દશ પ્રકારમાંથી આઠમા પ્રકારનાં પરિમાણકૃત પ્રત્યાખ્યાનો છે, પરંતુ પોરિસી આદિ અદ્ધા પ્રત્યાખ્યાન સહિત ઉચ્ચરાય છે-કરાય છે માટે અદ્ધા પ્રત્યાખ્યાનમાં ગણ્યાં છે, (ઇતિ ધર્મ વૃત્તિ આદિ.).