________________
૨૦૬
ભાષ્યત્રયમ્ થાર્થ :- નવકાર સહિત (નવકારસી)-પૌરુષી-પુરિમાઈ (પુરિમઢ)-એકાશનએકસ્થાન (એકલઠાણું)-આયંબિલ-અભક્તાર્થ (ઉપવાસ) દિવસચરિમ-અભિગ્રહ-અને વિકૃતિ (નવી) એ દશ પ્રકારનાં દ્ધા પત્રવવા છે Ilal
માવાર્થ:- હવે અદ્ધા પચ્ચખાણના ૧૦ ભેદનું કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે
૨ નવારહિયે (=નમસ્કાર સહિત) પ્રત્યાધ્યાન- સૂર્યોદયથી પ્રારંભીને ૧*મુહૂર્ત (=ર ઘડી=૪૮ મિનિટ) સુધીનું અને પૂર્ણ થયે ત્રણ નવકાર ગણીને પારવાનું (એ પ્રમાણે મુહૂર્ત અને નવકાર એ બે વિધિવાળું) જે પચ્ચખાણ છે. એ નવકારસીનું પચ્ચખાણ સૂર્યોદય પહેલાં ધારવું-કરવું જોઇએ, અન્યથા અશુદ્ધ ગણાય.
૨ પોરિસી પ્રત્યા - સવારમાં પુરુષની છાયા જયારે (તે પુરુષના) પોતાના દેહ જેટલી થાય ત્યારે પરિણી એટલે પ્રહર ગણાય છે. માટે સૂર્યોદયથી પ્રારંભીને ૧ પ્રહર સુધીનું પચ્ચ૦ તે પોરિસી પચ્ચ૦ કહેવાય. આ પ્રત્યાખ્યાન સૂર્યોદય પહેલાં ધારવું જોઈએ. અથવા તો નવકારસી સાથે જોડી દેવાથી પણ થાય છે. તથા સાર્ધ પરિણી એટલે દોઢ પ્રહરનું પચ્ચખાણ પણ આમાં જ અંતર્ગત ગણાય છે.
રૂ પુરિમાઈ પ્રત્ય-દિવસના પુમિ=પહેલા અર્ધ=અધ ભાગનું એટલે સૂર્યોદયથી બે પ્રહર સુધીનું પચ્ચ૦ તે પુરિમાર્થ અથવા પુરિમઢ. તથા દિવસના ગા=પશ્ચાતપાછલા અર્ધ અર્ધ ભાગનું એટલે સૂર્યોદયથી ૩ પ્રહરનું અને મતાન્તરે છેલ્લા બે પ્રહરનું એટલે દિવસના ઉત્તરાર્ધનું પચ્ચ૦ તે કપાઈ (અવઢ) પચ્ચ૦ પણ આમાં અંતભૂત ગણાય. આ પચ્ચ૦ સવારમાં નવકારસી, પોરિસી ધાર્યા વિના પણ કરી શકાય છે.
*નમસ્કાર સહિત માં સહિત શબ્દ મુહૂર્તના જ વિશેષણવાળો છે માટે, અને અદ્ધા પચ્ચખાણ ૧ મુહૂર્તથી ઓછું હોય નહિ માટે નવકારસીનો ૧ મુહૂર્ત કાળ અવશ્ય ગણવો જોઈએ. જેઓ એમ સમજે છે કે નવકારસી તો ૩ નવકાર ગણીને ગમે તે વખતે પારી શકાય, અને કાળની લેશ માત્ર પણ મર્યાદા વિના, સૂર્યોદય પહેલાં તેમજ તુર્ત પણ ૩ નવકાર ગણે નવકારસી પચ્ચકખાણ થઈ જાય તેમ સમજવું સર્વથી ભૂલ ભરેલું છે, માટે નવકારસી બે ઘડી પછી જ ૩ નવકાર ગણીને પારી શકાય. કારણ કે બે ઘડી થયા પહેલાં ૩ નવકાર ગણીને પારે તો નવકારસીનો ભંગ થાય છે, તેમજ બે ઘડી થયા બાદ પણ ૩ નવકાર ગણ્યા વિના મારે તો નવકારસી નહિ પારેલી ગણાય છે.
અહીં નવકારસીનો કાળ ૧ મુહૂર્ત કેમ? તે સંબંધી વિશેષ ચર્ચા બીજા ગ્રંથોથી જાણવી.