________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૦૫
૭. એ પ્રમાણે પાણી વગેરેની માંચીમાં લાગેલા જળના (સ્તિબુક=) બિંદુ ન સૂકાય ત્યાં સુધીનું સ્લિવુસહિત.
૮. એ પ્રમાણે આ દીપક ન હોલવાય ત્યાં સુધીનું પચ્ચ૦ ટીપસહિત દીવસહિયં. એ પ્રમાણે કરેલો કોઇ પણ પ્રકારનો સંકેત પૂર્ણ થયા પહેલાં જો મુખમાં કોઈ ચીજ પડી જાય તો તે પચ્ચક્ખાણનો ભંગ થયો-કર્યો જાણીને તેનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે લેવું પડે છે.
૧૦ અદ્ધા પદ્મવાળ- અહ્વા એટલે કાળ, તે મુહૂર્ત, પ્રહર, બે પ્રહર, દિવસ, પક્ષ, માસ ઇત્યાદિ જાણવો. અને તે મુહૂર્ત આદિ કાળની મર્યાદાવાળું જે નવકારસી-પોરિસી–સાÁપોરિસી-પુરિમઢ-અવઢ-એકાસણું, ઉપવાસ વગેરે પચ્ચ૦ તે અદ્ધા પચ્ચ૦ કહેવાય, તેના ૧૦ પ્રકાર છે તે આગળની ત્રીજી ગાથામાં કહેવાશે. એ પ્રમાણે પચ્ચક્ખાણના=+પ્રત્યાખ્યાનના મૂળ ૧૦ ભેદ કહ્યા. એમાં છેલ્લાં બે પ્રત્યાખ્યાન પ્રતિદિન ઉપયોગી જાણવાં. ॥ કૃતિ ૨૦ પ્રત્સાવ્યાનમેવા: //
અવતરળ :- પૂર્વ ગાથામાં જે દશમું અહ્વા પચ્ચક્ખાણ કહ્યું તેના ૧૦ ભેદ છે તે આ ગાથામાં કહેવાય છે. (અથવા પહેલી ગાથામાં કહેલ મૂળ નવ દ્વારમાં જે ‘“દશ પચ્ચક્ખાણ’
નામનું પહેલું ક્રૂર કહ્યું છે તે એક રીતે પૂર્વ ગાથામાં બીજી રીતે દર્શાવાય છે) નવજાતતિય પોિિત્ત, પુમિડ્યું-શાસને-વાળે ય । आयंबिल अभतट्टे, चरिमे अ अभिग्गहे विगई ॥३॥ શબ્દાર્થ :-ગાથાર્થને અનુસારે સુગમ છે.
૯
૧૦
૧ માંચીના ઉપલક્ષણથી શેષ વાસણ વગેરેનું પણ ગ્રહણ કરવું અનુચિત નથી. ૨ આ સંકેત પચ્ચક્ખાણો એક અથવા ત્રણ નવકાર ગણીને પારવાં. ત્યારબાદ ભોજન કરીને પુનઃ પણ એ સંકેત પચ્ચક્ખાણ કરી શકાય છે. અને એ પ્રમાણે વારંવાર સંકેત પચ્ચક્ખાણ ધારવાથી ભોજન સિવાયનો સર્વકાળ વિરતિપણામાં લેખાય છે. દરરોજ એકાસણું કરનારને એ પચ્ચ૦થી એક માસમાં લગભગ ૨૯ ઉપવાસ અને બેઆસણું કરનારને લગભગ ૨૮ ઉપવાસ જેટલો લાભ મળે છે. તથા એકાસણા-બેઆસણા આદિ રહિત છૂટો શ્રાવક પણ દરરોજ એ પચ્ચક્ખાણ વારંવાર કરે તો અદ્ધા પચ્ચમાં આગળ કહેવાશે તેવી રીતે પણ તેને વિરતિપણાનો સારો લાભ મળે છે. માટે ક્ષણ માત્ર પણ અવિરત નહિ ઇચ્છનારા શ્રાવકને (તથા સાધુને પણ) આ પચ્ચક્ખાણ પ્રતિદિન અને વારંવાર ઉપયોગી છે. તેમજ ૧૦મું અહ્વા પ્રત્યા પણ શ્રાવકને પ્રતિદિન ઉપયોગી છે.
+ “પચ્ચક્ખાણ” એ પ્રાકૃત શબ્દ છે. અને “પ્રત્યાખ્યાન” એ સંસ્કૃત શબ્દ છે, તેની વ્યુત્પત્તિ (શબ્દાર્થ) આ પ્રમાણે-પ્રતિ પ્રતિકૂળપણે આમર્યાદા વડે રહ્યાન=કહેવું અર્થાત્ અમુક રીતે નિષેધ કહેવો=કરવો તે પ્રત્યાઘ્યાન કહેવાય.