________________
૨૦૪
ભાષ્યત્રયમ્
૭ નિરવશેષ પન્ન૦- ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે. (આ પચ્ચક્ખાણ વિશેષતઃ અન્ત સમયે સંલેખણાદિ સમયે કરાય છે)
૮ પરિમાળષ્કૃત પદ્મ૦- ૧૬ત્તિનું-કવલનું (કોળિયાનું) ઘરોનું-ભિક્ષાનું અને દ્રવ્યનું પ્રમાણ કરી શેષ ભોજનનો ત્યાગ કરવો તે.
૧ સòત (અથવા સંવેત) પન્ન૦-કેત એટલે ઘર (સ=) સહિત એવા ગૃહસ્થોનું જે પચ્ચક્ખાણ તે સત, અથવા મુનિને આશ્રયી વિચારીએ તો કેત એટલે ચિહ્ન, તે ચિહ્ન સહિત જે પચ્ચક્ખાણ તે સંકેત પચ્ચક્ખાણ. એનું સંકેત અથવા સકેત એવાં પણ નામ છે. એ પ્રમાણે એ પચ્ચક્ખાણ શ્રાવકને તેમજ સાધુને પણ હોય છે, ૮ પ્રકારના ચિહ્ના ભેદથી એ પચ્ચક્ખાણ ૮ પ્રકા૨નું છે તે આ પ્રમાણે-કોઇ શ્રાવક પૌરુષી આદિ પચ્ચક્ખાણ કરીને તે પચ્ચક્ખાણ પૂર્ણ થયા છતાં પણ જ્યાં સુધી હજી ભોજન સામગ્રી થઇ નથી ત્યાં સુધી ક્ષણમાત્ર પણ પચ્ચક્ખાણ વિના ન રહેવાના આશયથી અંગુઠો વગેરે આઠ પ્રકારના ચિહ્નમાંનું કોઈ પણ ચિહ્ન ધારે તે-આ પ્રમાણે
૧. જ્યાં સુધી મુઠ્ઠીમાં અંગુઠો વાળીને છૂટો ન કરું ત્યાં સુધી મારે પચ્ચક્ખાણ છે એમ ધારી અંગુઠો છૂટો કરે ત્યારે જ મુખમાં ખાવાની વસ્તુ નાખે એવા સંકેતનું નામ અનુષ્ઠસહિત=અંગુસહિયં સંકેત પચ્ચક્ખાણ.
૨. એ પ્રમાણે મુઠ્ઠી વાળીને છૂટી ન કરે ત્યાં સુધી મુષ્ટિસહિત=મુસિહિયં. ૩. એ પ્રમાણે વસ્ત્રની અથવા દોરા વગેરેની ગાંઠ વાળીને છુટી ન કરે ત્યાં સુધી પ્રન્થિસહિત=ગંઠિસહિયં.
૪. એ પ્રમાણે ઘ૨માં પ્રવેશ ન કરે ત્યાં સુધીનું પચ્ચ૦- તે યસહિત=ઘરસહિયં. ૫. એ પ્રમાણે પરસેવાના બિંદુ ન સૂકાય ત્યાં સુધીનું પચ્ચ∞ તે સ્વેસહિત. પ્રમાણે આટલા શ્વાસોચ્છ્વાસ ન થાય ત્યાં સુધીનું ઉચ્છ્વાસહિત
૬.
પ૦
૧ હાથ અથવા વાસણ વગેરેમાંથી જેટલું અન્ન સતત એક ધારાએ પાત્રમાં પડે તેટલું અન્ન એક દિત્ત કહેવાય. તેવી ૧-૨-૩ આદિ દત્તિનું પ્રમાણ કરવું તે ત્તિપ્રમાળ. ૨ મુખમાં સુખે પ્રવેશી શકે તેવા ૩૨ કવલ જેટલો પુરુષનો અને ૨૮ કવલ જેટલો સ્ત્રીનો આહાર ગણીને તેમાંથી અમુક-આટલા કવલ ખાવાનું પ્રમાણ કરવું તે
कवलप्रमाण.
૩ આટલાં ઘરોમાંથી જ આહાર લેવો એવું પ્રમાણ કરવું તે ગૃહપ્રમાળ. ૪ ખી૨, ભાત વા મગ આદિ અમુક દ્રવ્ય-આહાર લેવા તે દ્રવ્યપ્રમાળ,