________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૦૩ ૨ અતિતિ પર્વ - અતિક્રાન્ત એટલે વ્યતીત કાળ-ભૂત કાળનું પચ્ચખાણ. અર્થાત્ પર્યુષણાદિમાં જે અઠમ વગેરે તપ કરવાનો છે તેને ઉપર કહેલા વૈયાવચ્ચ વગેરેના કારણથી પર્યુષણાદિ પર્વ વ્યતીત થયા બાદ કરવો, તે અતિક્રાન્ત પ્રત્યા મુખ્યત્વે મુનિને અંગે કહ્યું છે. - રૂ વોટિહિત - બે તપના બે (ક્રોfટ એટલે) છેડા મળતા હોય એવું. એટલે બે તપની સંધિ-જોડાણવાળું પચ્ચખાણ તે કોટિસહિત પચ્ચખાણ. જેમકેપહેલે દિવસે ઉપવાસ કરીને પુનઃ બીજા દિવસે પણ પ્રભાતમાં ઉપવાસનું પચ્ચક્ખાણ કરે તો તે પહેલા ઉપવાસનો પર્યન્ત ભાગ અને બીજા ઉપવાસનો આદિ ભાગ એ બન્ને ભાગરૂપે બે કોટિ સંધાવાથી-જોડવાથી એ પચ્ચક્ખાણ કોટિસહિત ગણાય છે. તે સમકોટિવાળું અને વિષમ કોટિવાળું એમ બન્ને પ્રકારનું હોય છે. ત્યાં ઉપવાસ પૂર્ણ થયે ઉપવાસ કરવો, અને આયંબિલ પૂર્ણ થયે આયંબિલ કરવું ઇત્યાદિ રીતે સરખાં પચ્ચખાણ સાંધવાં તે સમટિ વાળું, અને ઉપવાસ પૂર્ણ થયે એકાશનાદિ કરવું, અથવા એકાશનાદિ પૂર્ણ થયે ઉપવાસાદિ કરવા, ઇત્યાદિ રીતે લગોલગ બે ભિન્ન તપ જોડવાથી - કરવાથી વિષમટિ વાળું પચ્ચખાણ ગણાય છે.
૪ નિયંત્રિત પર્વ - નિયત્રિત એટલે નિશ્ચયપૂર્વક પચ્ચકખાણ કરવું તે. જેમકે-માંદો હોઉં, કે સાજો હોઉં, અથવા તો ગમે તેવું મહાત્ વિઘ્ન આવે, તો પણ અમુક વખતે મારે અમુક તપ કરવો જ. આ પચ્ચખાણ જિનકલ્પી અને ચૌદ પૂર્વધર મુનિઓના વખતમાં પ્રથમ સંઘયણી એવા સ્થવિરાદિ મુનિઓને પણ હતું, પરન્તુ જિનકલ્પાદિના વિચ્છેદ સાથે એ પચ્ચકખાણ પણ વિચ્છેદ પામવાથી વર્તમાન કાળમાં થઈ શકે નહિ, કારણ કે તેવા પ્રકારના આયુષ્યનો, સંઘયણનો અને ભાવિનો નિશ્ચય કરવાનો અભાવ છે માટે.
મના'IR નં- આગળ કહેવાતા આગાર-અપવાદોમાંથી અનાભોગ આગાર અને સહસા આગાર એ બે *વર્જીને શેષ આગાર રહિત પ્રત્યાખ્યાન કરવું તે.
૬ સાIR પર્વ - આગળ કહેવાતા બાવીસ આગારોમાંના યથાયોગ્ય આગારો સહિત પચ્ચકખાણ કરવું તે.
*કારણ કે એ બે આગાર બુદ્ધિપૂર્વક બનતા નથી, પરંતુ અણચિંતવ્યો અકસ્માત્ બને છે માટે.
૧ એ પ્રત્યાખ્યાન પહેલા સંઘયણવાળા મુનિઓ પ્રાણાન્ત કષ્ટ અને ભિક્ષાનો સર્વથા અભાવ જેવા મોટા પ્રસંગોમાં કરે છે. માટે વર્તમાનકાળમાં પહેલા સંઘયણના અભાવે એ પ્રત્યાખ્યાન કરવામાં આવતું નથી.