________________
૨૦૨
ભાષ્યત્રયમ્
· વિન- દૂધ આદિ છ ભક્ષ્ય વિગઈ અને મધ આદિ ચાર અભક્ષ્ય વિગઈ (અથવા એ જ છ લવિગઈ અને ચાર મહાવિગઇ) મળી ૧૦ વિગઈનું સ્વરૂપ કહેવાશે. (ગા. ૨૯-૩૦-૩૧માં)
૬ ત્રીસ નિવિયાતાં- છ ભક્ષ્ય વિગઇનાં ત્રીસ નિવિયાતાં થાય છે તે કહેવાશે. (ગા. ૩૨ થી ૪૧ માં)
૭ વે માં- મૂળગુણ પચ્ચક્ખાણ અને ઉત્તરગુણ પચ્ચક્ખાણ એ બે ભાંગા મુખ્ય કહેવાશે, અને તે પ્રસંગે ૧૪૭ ભાંગા પણ કહેવાશે. (ગા. ૪૨-૪૩માં) ૮ છે શુદ્ધિ- પચ્ચક્ખાણની સ્પર્શના, પાલના વગેરે ૬ શુદ્ધિ કહેવાશે. (ગા. ૪૪-૪૫-૪૬ માં).
↑ વે તા- પચ્ચક્ખાણથી આલોકમાં અને પરલોકમાં જે ફળ પ્રાપ્ત થાય તે બે પ્રકારનું ફળ કહેવાશે. ગાથામાં બે ફળ નથી કહ્યાં તો પણ અધ્યાહારથી “દુ=બે”નું ગ્રહણ કરવું. (ગા. ૪૭ માં).
એ પ્રમાણે ૯ મૂળદ્વારના ઉત્તરભેદ (૧૦+૪+૪+૨૨+૧૦+૩૦+ ૨+૬+૨=)૯૦ થયા. ॥ કૃતિ દ્વારસંગ્રહસ્ય પ્રથમ ગાથાયા: ભાવાર્થ: ||
અવતરણ :- હવે (પૂર્વે કહેલાં નવ દ્વારમાં પ્રથમ) ૧૦ પ્રકારના *પચ્ચક્ખાણનું
પહેલું દ્વાર (એટલે પચ્ચક્ખાણના ૧૦ ભેદ કહેવાય છે૧ अणाय - मेइक्कतं, कोडीसहियं नियंटि अणगारं ।
ર
૫
सागर निरवसेसं, परिमाणकडं सके अद्धा ॥२॥
શબ્દાર્થ :-ગાથાર્થ પ્રમાણે સુગમ છે.
થાર્થ :- અનાગત પચ્ચ૦, અતિક્રાન્ત પચ્ચ૦, કોટિસહિત પચ્ચ૦, નિયત્રિત પચ્ચ૦, અનાગાર પચ્ચ૦, સાગાર પચ્ચ૦, નિરવશેષ પચ્ચ૦, પરિમાણકૃત પચ્ચ૦, સકેત (સંકેત) પચ્ચ૦, અને અદ્ધા પચ્ચ૦ (એ પ્રમાણે પચ્ચક્ખાણ ૧૦ પ્રકારનાં 9). 11211
ભાવાર્થ :- એ ૧૦ પ્રકારના પચ્ચક્ખાણનો સંક્ષિપ્ત અર્થ આ પ્રમાણે
૨ અનામત પદ્મ- અનાગત એટલે ભવિષ્યકાળ. અર્થાત્ ભવિષ્યકાળે જે પચ્ચક્ખાણ કરવાનું છે તેને કોઈક કારણસર પહેલું કરી લેવું તે. જેમકે-પર્યુષણાદિ પર્વમાં જે અઠ્ઠમ વગેરે તપ કરવાનો છે તે તપને પર્યુષણા વખતે ગુરુની, ગચ્છની, રોગી મુનિની, નવી દીક્ષાવાળા શિષ્યની અને તપસ્વી વગેરેની વેયાવચ્ચ કરવાના કારણસર પર્યુષણ પહેલાં જ કરી લેવો તે અનાગત પચ્ચક્ખાણ મુખ્યત્વે મુનિને હોય છે.
*આ કહેવાતાં અનાગત વગેરે ૧૦ પચ્ચક્ખાણો સર્વોત્તરગુણ પ્રત્યાના (સર્વવિરતિવંતના ઉત્તરગુણ સંબંધી) ભેદરૂપ હોવાથી બહુધા મુનિની અપેક્ષાએ છે તો પણ તેમાંનાં કેટલાક પ્રત્યાખ્યાનો શ્રાવકને આશ્રયી પણ છે.