________________
ગુરુવંદન ભાષ્ય
શબ્દાર્થ :
૧૯૯
i(=એવું)=એ પ્રમાણે; પૂર્વે કહેલી નુંનંતા=પ્રયુંજતા, કરનાર
ગાથાર્થ :- એ પ્રમાણે પૂર્વે કહેલ કૃતિકર્મ વિધિને (ગુરુવંદન વિધિને) કરનાર એવા ચરણ-કરણમાં (ચારિત્રમાં અને તેની ક્રિયામાં અથવા ચરણસિત્તરિ તથા કરણસિત્તરિમાં) ઉપયોગવાળા સાધુઓ અનેક પૂર્વ ભવનાં (માં) એકઠાં કરેલાં અનન્ત કર્મોને ખપાવે છે (એટલે મોક્ષપદ પામે છે) ૪૦ના
આડત્તા=ઉપયોગવાળા, સાવધાન
મંત્રિમ=સંચિત, એકઠાં કરેલ.
ભાવાર્થ :- ગાથાર્થને અનુસારે જાણવો, પરંતુ આ ગાથામાં વિશેષ તાત્પર્ય એ છે કે-સાધુ પોતાની સર્વ ક્રિયામાં ચાહે તેવો કુશળ અને ઉપયોગવાળો હોય તો પણ ગુરુવંદન વિધિપૂર્વક ન કરતો હોય તો તેવો (ગુરુના વિનયમાં અનાદરવાળો) સાધુ કર્મની નિર્જારા કરી મુક્તિપદ ન પામી શકે, માટે ક્રિયાવંત સાધુએ પણ ગુરુ મહારાજનો વિનય કરવામાં અનાદરવાળા ન થવું, એ ઉપદેશ છે.
અવતરળ :- હવે આ છેલ્લી ગાથા વડે ગુરુવંદન ભાષ્યની સમાપ્તિ થાય છે. ત્યાં આ ભાષ્યના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિ પોતાના મતિદોષથી અજાણતાં થઈ ગયેલી (રહી ગયેલી) કોઈ ભૂલચુકને માટે પોતાની લઘુતા દર્શાવી શ્રી ગીતાર્થોને તે ભૂલ સુધારી લેવા વિજ્ઞપ્તિ કરે છેअप्पमइभव्वबोह-त्थ, भासियं विवरियं च जमिह मए । तं सोहंतु गियत्था, अणभिनिवेसी अमच्छरिणो ॥ ४१ ॥
૧ શ્રી સિદ્ધાંતમાં કહ્યું છે કે- વંદ્ગદ્ મંતે નીવે જિ અંગ્નિઅફ ? જોઞમા ! अट्ठकम्मपगडीओ निबिडबंधणबद्धाओ सिढिल - बंधणबद्धाओ करेइ हत्याहि આલાપકનો અર્થ આ પ્રમાણે
હે ભગવંત ! ગુરુવંદન વડે જીવ શું (લાભ ઉપાર્જન કરે ? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ જે ગાઢ બંધનથી બંધાયેલી હોય તેને શિથિલ બંધનથી બંધાયેલી (=શિથિલ) કરે, દીર્ઘકાળની સ્થિતિવાળી હોય તેને અલ્પકાળની સ્થિતિવાળી કરે; તીવ્ર રસવાળી હોય તેને મંદરસવાળી કરે, ઘણા પ્રદેશ સમૂહવાળી હોય તેને અલ્પપ્રદેશ સમૂહવાળી કરે, અને આ અનાદિ અનન્ત સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ ન કરે અને તેનો પાર પામે. (બીજા આલાપકનો અર્થ :-) તથા વંદન વડે નીચગોત્રકર્મ ખપાવે, અને ઉચ્ચગોત્રકર્મ બાંધે. તેમજ સૌભાગ્યવાળું અપ્રતિહત એવું (જિનેન્દ્રની) આજ્ઞાનું ફળ (મુક્તિપદ) પામે,-ઇતિ ધર્મસંગ્રહ વૃત્તિ:)