________________
૧૯૬
ભાષ્યત્રયમ્
૨૬ મથિત થા- ગુરુ કથા કહી રહ્યા બાદ પર્ષદા-સભા હજી ઊઠી ન હોય તેટલામાં પોતાની ચતુરાઈ દર્શાવવા ગુરુએ વ્યાખ્યાનમાં કહેલી કથાનો અથવા અર્થનો વિશેષ વિસ્તાર કહી બતાવે તો આશાતના.
રૂ૦સંથારપાપટ્ટન- ગુરુની શયાને અને સંથારા વગેરેને પોતાનો પગ લગાડવો, તેમ જ આજ્ઞા વિના હાથ લગાડવો, તથા તેમ કરીને પણ ગુરુને તે દોષ ખમાવે નહિ તો આશાતના જાણવી. કારણ કે ગુરુની પેઠે ગુરુનાં ઉપકરણ પણ પૂજ્ય છે માટે શિષ્યનો ધર્મ છે કે ગુરુનાં ઉપકરણને પણ પગ વગેરે લગાડવો નહિ અને આજ્ઞા વિના સ્પર્શ પણ કરવો નહિ, અને જો સ્પર્શ થઈ જાય તો “ફરીથી એમ નહિ કરૂં” એમ બોલી અપરાધ ખમાવવો (અહીં શરીર પ્રમાણની ૩ા હાથની) શવ્યા અને અઢી હાથનો સંથારો જાણવો.).
રૂ સંથારાવસ્થાન- ગુરુની શય્યા તથા સંથારા વગેરે ઉપર અવસ્થાન=ઊભા રહેવું (તથા ઉપલક્ષણથી) બેસવું, સૂવું, તે આશાતના.
૩૨૩qીસ- ગુરુથી અથવા ગુરુની આગળ તેમના કરતાં ઊંચા આસન ઉપર બેસે તો આશાતના.
રૂરૂ સમસન-ગુરુથી અથવા ગુરુની આગળ સરખા આસને બેસે તો આશાતના.
ઉત્તમ શિષ્ય એ ૩૩ આશાતનાઓ વર્જવી, કારણ કે ગુરુની આશાતના (અવિનય) નહિ કરનાર શિષ્ય ઉપર ગુરુની પરમ કૃપા સ્વાભાવિક હોય છે. અને તેથી જ્ઞાનાદિકની પ્રાપ્તિ સુગમ થાય છે. એ આશાતનાઓ સાધુની મુખ્યતાએ કહી છે, છતાં શ્રાવકને પણ એ આશાતનાઓ યથાયોગ્ય (જેટલી શ્રાવકને અંગે ઘટે તેટલી) ટાળવા યોગ્ય જાણવી.
| ગુરુની જઘન્યાદિ ભેદથી ૩ આશાતના છે. ગુરુને પગ વગેરે લગાડ્યો ઇત્યાદિ કવચ માતા, થુંક વગેરે લગાડવું ઇત્યાદિ મધ્યમ ગતિના, અને ગુરુની આજ્ઞા ન માનવી, અથવા આજ્ઞાથી વિપરીત કરવું, આજ્ઞા સાંભળવી નહિ, અને કઠોર ભાષણ કરવું વગેરે ૩ષ્ટ માશાતના જાણવી. એ પ્રમાણે સાક્ષાત્ ગુરુની આશાતના ૩૩ પ્રકારે અથવા ૩ પ્રકારે જાણવી. (-શ્રાદ્ધવિધિ વૃત્તિ) -
| | ગુરુની સ્થાપનાની ૩ આશાતના // સ્થાપનાને પગ લગાડવો વગેરે, અથવા આમતેમ ચલવિચલ કરવી તે નધન્ય, ભૂમિ ઉપર પાડી નાખવી અને અવજ્ઞાથી જેમ તેમ મૂકવી-ગોઠવવી તે મધ્યમ. તથા નાશ, કરવો અથવા ભાંગી નાખવી વગેરે ૩ આશાતના જાણવી. (-શ્રાદ્ધવિધિ વૃત્તિઃ)
૧ ઉપલક્ષણથી ગુરુનાં વસ્ત્રાદિકથી અધિક મૂલ્યવાળાં વસ્ત્રાદિક વાપરવાં તે પણ આશાતના એમાં અંતર્ગત સંભવે છે.