________________
ગુરુવંદન ભાષ્ય
૧૯૫
કહેવું, (અને તુર્ત ગુરુ પાસે જઇને “આજ્ઞા ફરમાવો” ઇત્યાદિ નમ્ર વચનો બોલવાં જોઇએ).
૨રૂતું ભાષા--ગુરુને “ભગવંત, શ્રી પૂજ્ય, આપ,” ઇત્યાદિ મોટા માનવાળા (બહુવચનવાળા) શબ્દોથી બોલાવવા જોઈએ, તેને બદલે “તું, તને, ત્હારા’” ઇત્યાદિ “તોછડાઇવાળા” (એકવચનવાળા) શબ્દોથી ટુંકારીને બોલાવે તો આશાતના.
૨૪ તખ્ખાત (માષળ)--ગુરુ શિષ્યને કહે છે કે “આ ગ્લાન (માંદા) સાધુની વેયાવચ્ચ કેમ કરતો નથી ? તું બહુ આળસુ થઈ ગયો છે.” ત્યારે શિષ્ય કહે છે કે “તમે પોતે જ કેમ વેયાવચ્ચ કરતા નથી ? તમે પોતે જ આળસુ થઈ ગયા છો’ ઇત્યાદિ રીતે ગુરુ જે શિખામણનું વચન કહે તે જ વાક્ય-વચન પ્રમાણે ગુરુને પ્રત્યુત્તર (સામો-ઊલટો જવાબ) આપે તે તાત ભાષણ અથવા તાત વચન આશાતના કહેવાય. [અહીં તજ્ઞાત એટલે તે જ જાતિના અર્થાત્ તે સરખા વચનો (વડે ઊલટો જવાબ) એ શબ્દાર્થ છે.]
ર નોસુમન ગુરુ (અથવા રત્નાધિક) કથા કહેતા હોય ત્યારે “અહો આપે આ વચન ઉત્તમ કહ્યું” ઇત્યાદિ પ્રશંસા વચનો ન કહે તેમજ કથાથી પોતાને સારી અસર થઈ છે એવો આશ્ચર્યભાવ અથવા હર્ષભાવ પણ ન દર્શાવે, પરંતુ મનમાં (શું મારાથી પણ એમની અધિક વ્યાખ્યાનકળા છે ? એવી ઈર્ષાથી જ જાણે) દુભાતો હોય તેમ વર્તે તો આશાતના. (અહીં ગુરુ પ્રત્યે કથાદિ પ્રસંગે શિષ્યનું સુમન=સારું મન નોનહિં તે નોસુમન-એ શબ્દાર્થ છે.)
૨૬ નોસ્મરળ- ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે “તમને આ અર્થ સ્મરણમાંયાદ નથી, એ અર્થ એ પ્રમાણે ન હોય” ઇત્યાદિ કહે તો આશાતના.
૨૭૦થાછેલ- ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે “એ કથા હું તમને (સભાજનોને) પછીથી સારી રીતે સમજાવીશ' ઇત્યાદિ કહીને અથવા તે કથા પુનઃ સમજાવીને ચાલતી કથામાં વ્યાઘાત-ભંગ કરે તો આશાતના.
૨૮ પરિષદ્ મે- ગુરુ કથા કહેતા હોય; અને સભા પણ કથાના રસમાં એકતાન થઈ રહી હોય, એટલામાં શિષ્ય આવીને કહે કે 'હવે ક્યાં સુધી કથા લંબાવવાની છે ? આહાર-પાણીનો અવસ૨ થઈ ગયો અથવા પૌરુષી વેળા પણ થઈ ગઈ” ઈત્યાદિ કહી પરિષદ=સભા (જનતાના ચિત્ત)નો ભંગ કરે (તેમ જ સભાજનો પણ કેટલાક ઊઠી ઊઠીને ચાલવા માંડે) તો આશાતના અથવા એવું કાંઈ કહે કે જેથી સભા ભેગી ન થાય તે પણ આશાતના.
જ્ તર્નિત્તિ માફ નહૈં ન સા મિત્તરૂ-ઇતિ૦ પ્રવ૦ સારો૦ વચનાત્.