________________
ગુરુવંદન ભાષ્ય
૧૯૩
૩ પૃષ્ઠ (સત્ર) ગમન-ગુરુની પૃષ્ઠ પાછળ નજીકમાં ચાલે તે આશાતના. ૪ પુર:શુ-ગુરુ પુર: આગળ (શ=) ઊભા રહેવું તે આશાતના. ધ પક્ષસ્થ –ગુરુની પડખે નજીકમાં ઊભા રહેવું તે આશાતના. ૬ પૃષ્ઠ (રાસન્ન) -ગુરુની પાછળ પરંતુ નજીકમાં ઊભા રહેવું તે આશાતના. ૭ પુરોનિકીવન-ગુરુની આગળ નિક્કી =બેસવું તે આશાતના. ૮ પક્ષ નિપીત-ગુરુની પડખે નજીકમાં બેસવું તે આશાતના.
* પૃષ્ઠ (માત્ર) રિષીન-ગુરુની પાછળ પરન્તુ નજીકમાં બેસવું તે આશાતના.
૨૦ વમન-ગુરુની સાથે ઉચ્ચારભૂમિએ (=વડીનીતિ માટે) ગયેલ શિષ્ય ગુરુના પહેલાં આચમન ( હાથ-પગની શુદ્ધિ કરે તો આશાતના. આહારાદિ વખતે પણ પહેલી મુખાદિ શુદ્ધિ કરવાથી પણ એ જ આશાતના લાગે છે.
૨૨ મતોન-બહારથી ઉપાશ્રયે ગુરુની સાથે આવ્યા છતાં ગુરુની પહેલાં ગમનાગમન આલોવવું તે આશાતના.
૨૨ ગપ્રતિશ્રવણ-કોણ ઊંધે છે? કોણ જાગે છે? એ પ્રમાણે રાત્રે ગુરુ પૂછે ત્યારે શિષ્ય જાગતો હોય તો પણ જાણે પ્રતિશ્રવણ=સાંભળતો ન હોય તેમ જવાબ ન આપે તો આશાતના.
૨૩ પૂર્વાલાપન-કોઈ આવેલ ગૃહસ્થાદિકને ગુરુએ બોલાવ્યા પહેલાં પોતે બોલાવે તો આશાતના, (પૂર્વ=પ્રથમ આલાપન=બોલાવવું એ શબ્દાર્થ છે)
+ ગાથામાં તો પૃષ્ઠ શબ્દ છે જ નહિ, પરંતુ આસન્ન શબ્દ છે, તો અહીં આસન ગમનને બદલે પૃષ્ઠગમન આશાતના કેમ કહી ? એ શંકાના સમાધાનમાં જાણવું કે ગુરુની પૃષ્ઠ પાછળ તો શિષ્યને ચાલવા વગેરેનો અધિકાર છે જ, પરન્તુ આસન્ન નજીકમાં ચાલવાનો અધિકાર નથી. માટે માથામાં પૃઇ શબ્દને બદલે માત્ર શબ્દ કહ્યો છે તે જ વિશે, ઠીક છે, અને તે પૃષ્ઠ સાથે જોડવા માટે છે, જેથી પાછળ તે આશાતના નહિ પરન્તુ પાછળ નજીકમાં ચાલે તેજ આશાતના એ ભાવ સ્પષ્ટ થાય છે. અને ગ્રંથોમાં પૃષ્ઠગમન આશાતના લખેલી હોવાથી અહીં પણ પૃષ્ઠગમન આશાતના લખી છે.
* આગળની ૩, પડખાની ૩, અને પાછળની ૩ આશાતનાઓ (ચાલવું-ઊભા રહેવું-અને બેસવા સંબંધિ) ગણતાં એ ત્રણ ત્રિકની ૯ આશાતના ગણવી. અથવા ચાલવાની ૩, ઊભા રહેવાની ૩ અને બેસવાની ૩ એ પ્રમાણે ૯ આશાતના ત્રણ ત્રિકરૂપ ગણાય. ૧૩