________________
૧૮૬
ભાષ્યત્રયમ્ સ્થાપના જાણવી, (એમાં યાવતુ=જયાં સુધી કાયમ રહે ત્યાં સુધીની કથિત=કહેવાયેલી-કહેલી તે “યાવસ્કથિત” એવો શબ્દાર્થ છે)એ સ્થાપનાને પણ સાક્ષાત્ ગુરુ તુલ્ય ગણી તેની સાક્ષીએ ધર્મક્રિયા કરવી, અને ગુરુની જેમ ગુરુ સ્થાપનાની પણ આશાતના ન કરવી.
માવતર :- ગુરુ ન હોય તો ગુરુની સ્થાપના કરવાનું શું કારણ? અને તેથી કાર્યસિદ્ધિ કેવી રીતે મનાય ? તે દષ્ટાન્ત સહિત આ ગાથામાં દર્શાવાય છેगुरुविरहंमि ठवणा, गुरुवएसोवदंसणत्थं च । जिणविरहंमि जिणबिंब-सेवणामंतणं सहलं ॥३०॥
શબ્દાર્થ :૩વર્સિ=ઉપદેશ-આદેશ-આજ્ઞા
મામંતપ આમંત્રણ ૩વવંસ થિં દર્શાવવાને અર્થે
સદ=સફળ ગાથાર્થ:- સાક્ષાત્ ગુરુનો વિરહ હોય ત્યારે (ગુરુની) સ્થાપના કરાય છે, અને તે સ્થાપના ગુરુનો આદેશ દેખાડવાને હોય છે. માટે ગાથામાં કહેલા શબ્દથી સ્થાપના વિના ધર્માનુષ્ઠાન ન કરવું.) (તેમાં દષ્ટાન્ત-) જેમ સાક્ષાત્ જિનેશ્વરનોતીર્થંકરનો વિરહ હોય ત્યારે જિનેશ્વરની પ્રતિમાની સેવા અને આમંત્રણ સફળ થાય છે (તેમ ગુરુના અભાવે ગુરુની પ્રતિમા–સ્થાપના સમક્ષ કરેલી ધર્મક્રિયા પણ સફળ થાય છે-ઈતિ સંબંધ ll૩૦
ભાવાર્થ:- ગાથાર્થવતુ સુગમ છે, તાત્પર્ય એ જ કે સ્થાપના આગળ સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્માનુષ્ઠાન કરતી વખતે જાણે સાક્ષાત્ ગુરુ આગળ જ તે ક્રિયાઓ કરીએ છીએ, અને તેમાં માગવામાં આવતા આદેશો-આજ્ઞા-સમ્મતિ પણ સાક્ષાત્ ગુરુ મહારાજ પાસે જ મગીએ છીએ, અને સાક્ષાત્ ગુરુ મહારાજ જ તે આદેશ-આજ્ઞા આપે છે એમ સમજવું જોઈએ.
આ ગાથાઓનો ભાવાર્થ દર્શાવી આપે છે કે-શ્રી જિનેન્દ્ર શાસનમાં ગુરુનું કેટલું અત્યંત માન છે ? તેમ શિષ્યોએ ગુરુનો કેટલો બધો વિનય સાચવવો જોઈએ. તેનો અનહદ ચિતાર એ ગાથાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.
૩વતર :- હવે (અવગ્રહ) એટલે ગુરુથી કેટલે દૂર રહેવું તેનું ઉદ્ મું દર કહે છેचउदिसि गुरुगहो इह, अहुट्ठ तेरस करे सपरपक्खे । अणणुन्नायस्स सया, न कप्पए तत्थ पविसेउं ॥३१॥