________________
ગુરુવંદન ભાષ્ય
૧૮૫
ભાવાર્થ :- અક્ષ એટલે અરિયા કે જે વર્તમાન કાળમાં પણ મુનિ મહારાજો સ્થાપનામાં રાખે છે, તે સમુદ્રમાં શંખની પેઠે ઉત્પન્ન થતા દ્વીન્દ્રિય જીવોનું અચિત્ત કલેવર-શરીર છે, પરંતુ શંખ વગેરેની માફક તે પણ બહુ ઉત્તમ-શ્રેષ્ઠ પદાર્થ હોવાથી શાસ્ત્રને વિષે તેમાં ગુરુની સ્થાપના કરવાનું કહ્યું છે, તેમ જ તેનાં લક્ષણ તથા ફળ વગેરે ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીએ સ્થાપનાકલ્પ (કુલક)માં કહેલ છે. તથા વાટવ્ઝ એટલે ત્રણ લીટીવાળા કોડા જાણવા. તે હાલ સ્થાપનાચાર્ય તરીકે દેખવામાં આવતા નથી, તો પણ તેમાં ગુરુની સ્થાપના થઈ શકે છે. અક્ષ અને કોડામાં ગુરુની સ્થાપના કરવી તે અસદ્ભાવ સ્થાપના જાણવી, કારણ કે તેમાં ગુરુ સરખો પુરુષ આકાર નથી.
તથા ચંદનના કાષ્ઠ સરખા બીજા પણ ઉત્તમ કાષ્ઠને ઘડીને ગુરુ સરખો આકાર બનાવી તે કાષ્ઠમૂર્તિમાં ગુરુના ૩૬ ગુણ પ્રતિષ્ઠા વિધિપૂર્વક સ્થાપી તેને ગુરુ માનવા તે ગુરુની સદ્ભાવ સ્થાપના જાણવી.
ચારિત્રના ઉપકરણ તરીકે દાંડો અથવા ઓધાની દાંડી વગેરે સ્થાપવી તે ગુરુની કાષ્ઠ સંબંધી અસદ્ભાવ સ્થાપના જાણવી.
પુસ્ત એટલે લેખ કર્મ અર્થાત્ રંગ વગેરેથી ગુરુની મૂર્તિ આલેખવી તે, અથવા પુસ્તક જે જ્ઞાનનું ઉપકરણ છે તેને ગુરુ તરીકે સ્થાપવું તે પણ ગુરુસ્થાપના જાણવી. તથા વિન્રર્મ એટલે પાષાણ વગેરે ઘડવા યોગ્ય પદાર્થને ધડીને અથવા કોરીને ગુરુમૂર્તિ બનાવી હોય તેમાં પણ ગુરુની સ્થાપના કરાય છે, એ પુસ્તચિત્રકર્માદિમાં યથાયોગ્ય સદ્ભાવ અથવા અસદ્ભાવ સ્થાપના સ્વ-બુદ્ધિથી વિચારવી.
તથા ઉપર કહેલી બન્ને પ્રકારની સ્થાપના ગુરૂવંદન અથવા સામાયિક વગેરે ધર્મક્રિયા કરતાં સુધી જ અલ્પકાળ સ્થાપવી તે ત્વર સ્થાપના એટલે અલ્પકાળની સ્થાપના જાણવી, અને પ્રતિષ્ઠાદિક વિધિપૂર્વક કરેલી સ્થાપના તો તે દ્રવ્ય-વસ્તુ જ્યાં સુધી રહે ત્યાં સુધી ગુરુરૂપે મનાય છે, માટે તે યાવથિત
૧ વર્તમાનમાં અક્ષાદિકની જે ગુરુસ્થાપના સ્થપાય છે, તે વર્તમાન સાધુપરંપરાના મૂળ ગુરુ શ્રી સુધર્માં ગળધરની જાણવી. કારણ કે તેમની જ શિષ્ય-પરંપરા પંચમ આરાના પર્યન્ત સુધી ચાલવાની છે, અને શેષ ગણધરો કેવળજ્ઞાન પામી ગયા હોવાથી તેમણે પોતાની સાધુસંતતિ શ્રી સુધર્માસ્વામીને સોંપેલી છે. તેથી જ શ્રી વીર પ્રભુએ વર્તમાન શાસન શ્રી સુધર્મા ગણધરને સોંપ્યું હતું.
૨ વર્તમાન કાળમાં ખરતરગચ્છના મુનિરાજો કાષ્ઠની અસદ્ભાવ સ્થાપના રાખે છે, અને તે સુખડની એક જ નાની પેટીમાં ઘડેલી ૫ સોગઠી સરખા આકારની હોય છે કે જે પંચપરમેષ્ઠિને સૂચવનારી મનાય છે.
૩ એ અર્થ ચિત્રકર્મમાં પણ કરવો હોય તો કરી શકાય છે.