________________
ગુરુવંદન ભાષ્ય
૧૮૩
અવતરળ :- ગુરુને વંદન કરવાથી ૬ ગુણ ઉત્પન્ન થાય છે તે સંબંધી ૧૪ મું દ્વાર કહેવાય છે.
इह छच्च गुणा विणओ - वयार माणाइभंग गुरुपूआ । तित्थयराण य आणा, सुयधम्माराहणाऽकिरिया ॥२७ શબ્દાર્થ :-ગાથાર્થને અનુસારે
થાર્થ :- અહીં (ગુરુને વંદન કરવામાં) છ ગુણ થાય છે તે આ પ્રમાણે(૧) વિનયોપચાર X એટલે વિનય ગુણ ઉત્પન્ન થાય છે. (૨) માનભંગ એટલે અભિમાન અહંકાર વગેરેનો ભંગ-નાશ થાય છે. (૩) ગુરુપૂના ગુરુજનની 'સમ્યક્ પૂજા (=સત્કાર) થાય છે, (૪) શ્રી તીર્થંકર ભગવંતની આજ્ઞાનું આરાધન એટલે આજ્ઞાનું પાલન થાય છે. (૫)શ્રુતધર્મની આરાધના થાય છે, અને પરંપરાએ (૬) અયિા એટલે 'સિદ્ધિ થાય છે, II૨૭ા
ભાવાર્થ:- ગાથાર્થવત્ સુગમ છે. પરંતુ વિશેષ એ છે કે વંદન કરવાથી ૬ પ્રકારના ગુણ કહ્યા છે, તેમ ગુરુને વંદન ન કરવાથી ૬ પ્રકારના દોષ પણ કહ્યા છે, તે આ પ્રમાણે
माणो अविणय खिसा, नीयागोयं अबोहि भववुड्ढी ।
અનમંતે છંદ્દોન્ના (વૃં અડનવસયમણિં III) ધ. સં. વૃત્તિ.
× વિનય તે જ ઉપચાર=આરાધનાનો પ્રકાર તે વિનયોપચાર.
૧ અભિમાન રહિત વિનીતપણે વંદન કરવાથી જ સમ્યક્ મુમૂના ગણાય છે. ૨ “વિનય તે ધર્મનું મૂળ છે” એવી તીર્થંકર ભગવંતની આજ્ઞા છે માટે. ૩ વંદન પૂર્વક જ શ્રુત ગ્રહણ કરાય છે માટે વંદન કરવાથી શ્રુતની આરાધના થાય છે.
૪ ગુરુ વંદનથી પરંપરાએ સિદ્ધિપદની પ્રાપ્તિ થાય છે તે સંબંધી શ્રી સિદ્ધાન્તમાં આ પ્રમાણે કહ્યું છેतहारूवाण भंते समणं वा माहणं वा वंदमाणस्स वा पज्जुवासमाणस्स वा वंदणा पज्जुवासणा યાજિંત્તા પન્નત્તા ? ઉત્તર-ગોયમા સવળતા ઇત્યાદિ આલાપકનો (કથનનો) ભાવાર્થ આ પ્રમાણે
હે ભગવન્ ! તથા સ્વરૂપવાળા શ્રમણ અથવા માહણને વંદન કરતા અથવા પર્યુપાસના કરતા એવા સાધુની તે વંદના અને પર્યાપાસના શું ફળવાળી કહી છે ? (હોય ?) ઉત્તર-હે ગૌતમ ! શાસ્રશ્રવણ રૂપ ફળ હોય. પ્રશ્ન-તે શ્રવણનું શું ફળ ? ઉત્તર-જ્ઞાન ફળ. પ્ર-જ્ઞાનનું ફળ શું ? ઉ-વિજ્ઞાન ફળ. પ્ર૦-વિજ્ઞાનનું શું ફળ ? ઉ૦-પચ્ચક્ખાણ ફળ. એ પ્રમાણે પચ્ચક્ખાણનું સંયમ ફળ, સંયમનું અનાશ્રવ (સંવ૨) ફળ, અનાશ્રવનું તપ ફળ, તપનું વ્યવદાન (નિર્જરા) ફળ, નિર્જરાનું અક્રિયા ફળ અને અક્રિયાનું સિદ્ધિગતિ ફળ છે.