________________
ગુરુવંદન ભાષ્ય
૧૭૫ ત્યારબાદ મુહપત્તિને જમણા હાથમાં લઈ જમણા ખભા પરથી ફેરવીને વાંસાનો-પીઠનો જમણો ભાગ (=જમણાનો ઉપલો ભાગ) પ્રમાર્જવો તે પીઠની પહેલી પડિલેહણા જાણવી. ત્યારબાદ મુહપત્તિને ડાબા હાથમાં લઈ ખભા ઉપરથી ફેરવી પીઠનો ડાબો ભાગ (=ડાબા વાંસાનો ઉપરનો ભાગ) પ્રમાર્જવો તે પીઠની બીજી પડિલેહણા જાણવી. ત્યારબાદ તે જ ડાબા હાથમાં રાખેલી મુહપત્તિને જમણા હાથની કક્ષા (=જમણી કાખ) સ્થાને ફેરવીને જમણા વાંસાનો નીચેનો ભાગ પ્રમાર્જવો તે પીઠની અથવા ચાલુ રીતિ પ્રમાણે કાખની ત્રીજી પડિલેહણા જાણવી. ત્યારબાદ મુહપત્તિ જમણા હાથમાં લઇ ડાબી કક્ષા (કાન)ના સ્થાને ફેરવી ડાબા વાંસાની નીચેનો ભાગ પ્રમાર્જવો. એ પ્રમાણે પીકની વાંસાની ૪ પ્રમાર્જના થઈ. એ ૪ પડિલેહણાને ૨ ખભાની અને ૨ પીઠની પડિલેહણા ગણવાનો વ્યવહાર પ્રસિદ્ધ છે.
ત્યારબાદ ચાવલા અથવા ઓઘા વડે પ્રથમ જમણા પગનો મધ્યભાગજમણો ભાગ-ડાબો ભાગ અનુક્રમે પ્રમાર્જવો. ત્યારબાદ એ જ રીતે ડાબા પગની પણ ૩ પ્રાર્થના કરવી. એ પ્રમાણે વે પાની ૬ પ્રમાર્જના થઈ, જેથી સર્વ મળી શરીરની ૨૫ પડિલેહણા કરવી. (શ્રી પ્રવ૦ સારો૦ વૃત્તિમાં તો પગની ૬ પડિલેહણા મુહપત્તિથી કરવાની કહી છે પરન્તુ મુખ આગળ રાખવાની મુહપત્તિને પગે અડાડવી યોગ્ય ન હોવાથી ઓઘા અથવા ચરવળા વડેજ પગની પડિલેહણા કરવાનો વ્યવહાર છે.
| સ્ત્રીના શરીરની ૧૫ પડિલેહણા | સ્ત્રીઓનું હૃદય, તથા શીર્ષ, તથા ખભા વસ્ત્ર વડે સદા આવૃત્ત (ઢાંકેલા) હોય છે, માટે તે ત્રણ અંગની (અનુક્રમે ૩-૩-૪૩) ૧૦ પડિલેહણા હોય નહિ, માટે શેષ (=બે હાથની ૩-૩, મુખની ૩, અને બે પગની ૩-૩ એ) ૧૫ પડિલેહણા સ્ત્રીઓના શરીરની હોય છે, તેમાં પણ પ્રતિક્રમણ વખતે સાધ્વીજીનું શીર્ષ ખુલ્લું રહેવાનો વ્યવહાર હોવાથી ૩ શીર્ષ પડિલેહણા સહ ૧૮ પડિલેહણા સાધ્વીજીને હોય છે).
એ શરીરની પચીસ પડિલેહણા વખતે પણ પચીસx બોલ મનમાં ચિંતવવાના કહ્યા છે.
૧ પ્રવૃત્તિમાં તેવો વ્યવહાર દેખાય છે. પ્રવ૦ સારો૦ અને ધર્મ સંવની વૃત્તિમાં તો સાધ્વીજીની ૧૮ પડિલેહણા કહી નથી, ફક્ત સ્ત્રીની ૧૫ પડિલેહણા કહી છે. પરનું ભાષ્યના જ્ઞા૦ વિ૦ સૂ૦ કૃત બાલાવબોધમાં કહી છે.
x તે પચીસ બોલ આ પ્રમાણે અનુક્રમે જાણવા