________________
ગુરુવંદન ભાષ્ય
૧૭૧
'પ્રમાર્જના અથવા ત્રણ ત્રણ પ્રમાર્જનાને આંતરે ત્રણ ત્રણ અખોડા મળી ૯ અખોડા અને ૯ પ્રમાર્જના), એ પ્રમાણે મુહપત્તિની ૨૫ પડિલેહણા જાણવી. ૨૦
ભાવાર્થ :- ગુરુવંદન કરનાર ભવ્ય પ્રાણીએ પ્રથમ ખમાસમણ દઈ ગુરુની આજ્ઞા માગી પગના ઉત્કટિક આસનથી બેસીને મૌનપણે મુહપત્તિની ૨૫ પડિલેહણા બે હાથને બે પગના આંતરામાં રાખી કરવી, તે ૨૫ પડિલેહણા આ પ્રમાણે
o દૃષ્ટિ પત્તેિહા- મુહપત્તિનાં પડ ઉખેડી ષ્ટિ સન્મુખ તીર્સ્ટી વિસ્તારીને દૃષ્ટિ-સન્મુખ રહેલું પહેલું પાસું દૃષ્ટિથી બરાબર તપાસવું, તેમાં જો કોઈ જીવજંતુ માલૂમ પડે તો તેને જયણાપૂર્વક યોગ્ય સ્થાને મૂકવું. ત્યાર બાદ મુહપત્તિનો બે હાથે ધરેલો ઉપલો ભાગ ડાબા હાથ ઉપર (જમણા હાથ વડે) નાખીને બીજું પાસું એવી રીતે બદલી નાખવું કે પ્રથમ ડાબા હાથમાં ધરેલો=દાબેલો ખૂણો જમણા હાથમાં આવે અને બીજું પાસું દૃષ્ટિ સન્મુખ થઈ જાય, ત્યારબાદ તે દૃષ્ટિ સન્મુખ થયેલા બીજા પાસાને પણ પહેલા પાસાવત્ દૃષ્ટિથી તપાસવું. એ પ્રમાણે, મુહપત્તિનાં બે પાસાં દૃષ્ટિથી તપાસવાં તે દૃષ્ટિલેહણા જાણવી.
૬ ઝપ્નું પોડા (=૬ પુરિમ) બીજા પાસાની દૃષ્ટિ પડિલેહણા કરીને તે •ર્ધ્વ એટલે તીર્જી વિસ્તારેલી એવી મુહપત્તિનો પ્રથમ ડાબા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવવો તે પહેલા ૩ *પુરિમ કહેવાય; ત્યારબાદ (ષ્ટિ પડિલેહણામાં કહ્યા પ્રમાણે) મુહપત્તિનું બીજું પાસું બદલીને અને દૃષ્ટિથી તપાસીને જમણા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવવો તે બીજા પુરિમ ગણાય, એ પ્રમાણે કરેલા ૬ પુરિમ તે જ ૬ ઊર્ધ્વપફોડા અથવા ૬ ઊર્ધ્વ પ્રસ્ફોટક કહેવાય.)
૧ ઇતિ અવસૂરિ;
૨ ઇતિ પ્રવ૦ સારો૦ વૃત્તિ; અને ધર્મસંગ્રહવૃત્તિ:
૩ બે પગ વાળી બન્ને ઘુંટણ ઊંચા રહે તેવી રીતે ઊભા પગે ભૂમિથી અદ્ધર બેસવું તે અહીં ઉડુ આસન અથવા ઉત્કટિકાસન જાણવું, અને મુહપત્તિ પડિલેહણ વખતે બે હાથને બે પગની વચ્ચે રાખવા.
+ ઉત્કટિકાસને બેસવું તે હ્રાયોર્પ્સ અને મુપુત્તિનો તીર્થ્રો વિસ્તાર તે વસ્ત્રોŻ એમ બન્ને પ્રકારની ઊર્ધ્વતા અહીં ગણાય.
* મુહપત્તિને તીર્ણી વિસ્તારીને જે પુરિમ એટલે પૂર્વ ક્રિયા-પ્રથમ ક્રિયા કરવામાં આવે છે તે પુમિ કહેવાય.