________________
ગુરુવંદન ભાષ્ય
૧૬૯ ઉત્તર :-અવનત આવશ્યકમાં શિષ્યના શીર્ષનમનની અને તે પણ કિંચિત નમનની મુખ્યતા છે, અને શીર્ષ આવશ્યકમાં નમન કરતા સર્વ શીર્ષની તેમજ શિષ્યના વિશેષ શીર્ષ નમનની પણ મુખ્યતા છે, એ તફાવત છે.
અહીં કિ ઉમાસમણો રેસિ વી એ પદોના ઉચ્ચારપૂર્વક શિષ્યના મસ્તકનું નમન તે ૧ શિષ્યશીર્ષ, અને અરવિવામિ તુમ એ પ્રમાણે બોલતા આચાર્યનું કિંચિત્ શીર્ષનમન તે ર જ ગુરુશીર્ષ, તે પહેલા વંદન વખતે અને તેવીજ રીતે બીજા વંદન વખતે પણ ૨ શીર્ષ ગણતાં ૪ શીર્ષ આવશ્યક ગણવાં. અથવા કોઈ સ્થાને એમ પણ ગણાય છે કે-સંવં પદોચ્ચાર વખતે શિષ્યનું સંપૂર્ણ (ગુરુના ચરણ સુધીનું નમન) તે ૧ શીર્ષનમન, અને હાનિ 0માં ઇત્યાદિ પૂર્વોક્ત પદોચ્ચાર વખતે પણ શિષ્યનું તેવું બીજું શીર્ષનમન, તે પહેલા વંદનમાં અને બીજા વંદનમાં એમ બે વાર ગણતાં શિષ્યનાંજ ૪ શીર્ષ આવશ્યક ગણવાં.
રૂ ગુપ્ત-વંદન કરતી વખતે મનની એકાગ્રતા તે ૧ મનગુમિ, વંદન સૂત્રના અક્ષરોનો શુદ્ધ અને અમ્મલિત ઉચ્ચાર તે ૨ વચનગુણિ, અને કાયા વડે આવર્ત વગેરે (સમ્યફ પ્રકારે કરે પરંતુ) વિરાધે નહિ (=સદોષ ન કરે) તે ૩ કાયગુપ્તિ.
૨ પ્રવેશ- પહેલા વંદન વખતે ગુરુની અનુજ્ઞા (આજ્ઞા) લઈને અવગ્રહમાં પ્રથમ પ્રવેશ કરવો તે પહેલો પ્રવેશ, અને અવગ્રહમાંથી બહાર નીકળ્યા બાદ બીજા વંદન વખતે પણ આજ્ઞા માગીને પ્રવેશ કરવો તે બીજો પ્રવેશ.
૨ નિમ-અવગ્રહમાંથી બહાર નીકળવું તે નિષ્ક્રમણ આવશ્યક કહેવાય, અને તે બે વંદનમાં (અથવા બે પ્રવેશમાં) એક વખત જ હોય છે, કારણ કે પહેલી વારના વાંદરામાં અવગ્રહને વિષે પ્રવેશ કરીને ત્યારબાદ ૬ આવર્ત કરીને માસિયાણ એ પદ કહી તુર્ત અવગ્રહમાંથી નીકળીને ઊભા રહી શેષ સૂત્રપાઠ બોલવાનો હોય છે, અને બીજીવારના વાંદણા વખતે તો બીજીવાર પ્રવેશ કરીને બીજીવારના ૬ આવર્ત કરી રહ્યા બાદ પણ અવગ્રહમાં રહીને જ ઊભા થઈ સર્વ સૂત્રપાઠ બોલવાનો હોય છે, એવો વિધિમાર્ગ છે, જેથી પ્રવેશ બે વાર, પરંતુ નીકળવાનું તો એક જ વાર હોય છે, પરંતુ બીજીવાર નીકળવાનું હોતું નથી તે કારણથી જ માસિયા એ પદ પણ બીજીવાર બોલવામાં આવતું નથી.
૧ વંદન વખતે આવર્ત કરવા પહેલાં અવગ્રહથી બહાર જ રહેવાનું હોય છે માટે બે વંદન વખતે બે વાર અવગ્રહમાં પ્રવેશ કરવાનો હોય છે.