________________
ભાષ્યત્રયમ્
૧૨ આવર્ત્ત-(વંદન સૂત્રના અમુક પદોચ્ચારપૂર્વક ગુરૂના ચરણ પર તથા મસ્તકે હાથ સ્થાપવા-સ્પર્શાવવા રૂપ જે) કાયવ્યાપાર વિશેષ તે આવર્ત્ત કહેવાય. તે ૧૨ આવર્ત પદોના નામથી આ પ્રમાણે- ↑ અહો, ૨ જાય, રૂ જાય સંસ, ૪ खमणिज्जो भे किलामो अप्पकिलंताणं बहुसुभेण भे दिवसो वइकंतो जत्ता भे, ५ નળ, ૬ નં ૬ મે. એ પહેલાં ૬ x આવર્ત્ત પહેલા વંદન વખતે અવગ્રહમાં પ્રવેશ કરીને કરવાના હોય છે, અને 'અવગ્રહમાંથી નીકળીને પુનઃ બીજા વંદન વખતે પણ અવગ્રહમાં પ્રવેશ કરીને એ જ ૬ આવર્ત્ત બીજીવાર કરવાનાં હોવાથી ૧૨ આવર્ત્ત ગણાય છે.
૧૬૮
૪ શૌર્ષ-અહીં શીર્ષ માત્ર કહેવાથી પણ ગુરુ બે વાર કિંચિત્ મસ્તક નમાવે. તે ગુરુનાં બે શીર્ષ, અને શિષ્ય બે વાર વિશેષ શીર્ષ નમાવે (બે વાર સંાસું એ પદ બોલતી વખતે) તે શિષ્યનાં બે શીર્ષવંદન, એ પ્રમાણે ૪ શીર્ષવંદન જાણવાં, એટલે જે વંદનમાં ૪ શીર્ષનમન હોય તે ૪ શીર્ષવંદન જાણવાં.
અહીં કેટલાક આચાર્યો બે ખામણા વખતનાં બે અને (બે) સંફાસ વખતનાં બે, એ રીતે ચારે શીર્ષનમન શિષ્યનાં ગણે છે, પરંતુ ગુરુનાં નહિ, પ્રસિદ્ધિમાં પણ શિષ્યનાં ૪ શીર્ષનમન આ મતાંતર પ્રમાણે જ ગણાય છે.
પ્રશ્ન :- બે અવનતમાં પણ શીર્ષનમન છે, અને આ ચાર શીર્ષમાં પણ શીર્ષનમન છે તો એ બે આવશ્યકોમાં તફાવત શું ?
x એ ૬ આવર્તમાં પહેલાં ત્રણ આવર્ત્ત “અહો કાર્ય કાય” એ પ્રમાણે બે બે અક્ષરના ગણવા, તેમાં પહેલા અક્ષરના ઉચ્ચાર વખતે હથેળી ઊંધી કરી ગુરુના ચરણે લગાડવી અને બીજા અક્ષરના વખતે બે હથેળી ચત્તી કરી પોતાના કપાળે લગાડવી. એવા પ્રકારની ત્રણ વાર હસ્તચેષ્ટા એજ પહેલા ૩ આવર્ત્ત ગણાય અને “સંફાસં”ના ઉચ્ચાર વખતે મસ્તક ગુરુના ચરણે નમાવવું. તથા બીજા પણ આવર્ત “જતા ભે, જણિ, જ્યં ચ ભે” એ ત્રણ ત્રણ અક્ષરના ગણવા. તેમાં પહેલા અને ત્રીજા અક્ષરોચ્ચાર વખતે ઉ૫૨ કહ્યા પ્રમાણે કરવું. અને મધ્ય અક્ષરના ઉચ્ચાર વખતે ચત્તી કરેલી હથેળીઓને ગુરુચરણથી પોતાના લલાટ દેશ તરફ લઈ જતાં માર્ગમાંજ (વચમાંજ) સહજ અટકાવવી, એટલે વિસામો આપવો. અહીં ત્રીજા આવર્તમાં “સંફાસં” પદ અને ચોથા આવર્તમાં ખમણિોથી વઈક્કતો સુધીનાં પદ કાયવ્યાપાર પૂર્વક તથા આવર્તમાં ગણાતાં નથી, તો પણ સૂત્રનો અસ્ખલિત સંબંધ દર્શાવવા માટે એ પદો આવર્તોની સાથે આવશ્યક વૃત્તિ આદિમાં જેમ લખ્યાં છે તેમ અહીં પણ લખ્યાં છે, પરન્તુ આવર્ત તો બે-બે અને ત્રણ-ત્રણ અક્ષરના જ ગણવા.
૧ ગુરુથી શિષ્યે ૩ હાથ દૂર રહેવું જોઈએ, તેથી ા હાથનું વચ્ચેનું આંતરૂં વા ક્ષેત્ર તે અવગ્રહ તેમાં ગુરુની આજ્ઞા માગીને જ પ્રવેશ થઈ શકે.