________________
ગુરુવંદન ભાષ્ય
૧૬૭
અવતરળ :- હવે આ ગાથામાં ૨૫ (પચીસ) આવશ્યકનું ૨૦ મું દ્વાર કહેવાય છે. दोऽवणयमहाजायं, आवत्ता बार चउसिर तिगुत्तं । दुपवेसिगनिक्खमणं, पणवीसावसय किइकम्मे ॥ १८ ॥ શબ્દાર્થ :
અવળયં=અવનત, નમન
અહાનાયં=યથાજાત આવત્તા=આવર્ત
રૂ′′ નિશ્ર્વમાં=૧ નિષ્ક્રમણ
(નીકળવું)
પાવીF=પચીસ
ટુ-પવેસ=બે પ્રવેશ
આવય=આવશ્યક
ગાથાર્થ :- :- ૨ અવનત, ૧ યથાજાત, ૧૨ આવર્ત્ત, ૪ શીર્ષ, ૩ ગુપ્તિ, ૨ પ્રવેશ, અને નિષ્ક્રમણ (નિર્ગમન) એ પ્રમાણે દ્વાદશાવર્ત્તવંદનમાં ૨૫ આવશ્યક છે. ૧૮। ભાવાર્થ :- અવશ્ય કરવા યોગ્ય ક્રિયાઓ તે આવશ્ય કહેવાય, તે અહીં ગુરુવંદનમાં વંદનસૂત્ર બોલતી વખતે પચીસ આવશ્યક સાચવવા યોગ્ય છે. તે આ પ્રમાણે
૨ અવનત- ગુરુ મહારાજને પોતાની વંદન કરવાની ઇચ્છા પ્રગટ જણાવવાને માટે ફચ્છામિ વમાસમળો વંšિ નાવખિન્નાર્ નિસીહિયાદ્ એટલાં પાંચ પદ કહીને જે કિંચિત્ મસ્તક (સહિત શરીર) નમાવવું તે અવનત કહેવાય. તે પહેલા વંદન વખતે પહેલું અવનત, અને બીજીવારના વંદન વખતે બીજું અવનત પણ એ જ પાંચ પદના ઉચ્ચાર પૂર્વક જાણવું.
યથાનાત- અહીં શિષ્ય યથા=જેવી રીતે નાત એટલે જન્મ્યો હતો તેવા આકારવાળા થઈને ગુરુવંદન કરવું (એટલે વાંદણાનો સૂત્રપાઠ બોલવો તે જન્મ સરખી મુદ્રા) તે યથાનાત આવશ્યક કહેવાય. ત્યાં જન્મ ૨ પ્રકારનો છે, એક સંસારમાયા રૂપી સ્ત્રીની કુક્ષિમાંથી (=સંસારમાંથી) બહાર નીકળવું તે રીક્ષાનન્મ, અને બીજો માતાની કુક્ષીમાંથી બહાર નિકળવું તે મવનન્મ. એ બંને જન્મનું અહીં પ્રયોજન છે. તે આ પ્રમાણે-દીક્ષાજન્મ વખતે (=દીક્ષા લેતી વખતે) જેમ ચોલપટ્ટ (કટિવસ્ર), રજોહરણ (ઓધો) અને મુહપત્તિ એ ૩ ઉપકરણ જ હતાં તેમ દ્વાદશાવર્ત્તવંદન વખતે પણ એ ૩ જ ઉપકરણ રાખવાં, અને ભવજન્મ વખતે જેમ કપાળે લાગેલા બે હાથ સહિત જન્મ્યો હતો તેમ ગુરુવંદન વખતે પણ શિષ્ય કપાળે બે હસ્ત લગાડી (અંજલિ જોડી) વંદન કરવું તે બન્ને પ્રકારના જન્મના આકારવાળું અહિં ૧ યથાનાત આવશ્યક જાણવું.