________________
ગુરુવંદન ભાષ્ય
૧૬૩ અવતરણ :- હવે આ ગાથામાં ૫ વંદનીય સાધુનું ૪થું દ્વાર કહેવાય છે आयरिय उवज्झाए, पवत्ति थेरे तहेव रायणिए । किइकम्म निज्जरट्ठा, कायव्वमिमे सिं पंचण्हं ॥१३॥
શબ્દાર્થ :નિનિર્જરાને
=એ (એઓને). સટ્ટા અર્થે, માટે
થાઈ:- આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તક સ્થવિર તેમજ રાત્વિક એ પાંચને નિર્જરાને અર્થે વંદન કરવું. ૧all - ભાવાર્થ - ગણના નાયક તથા સૂત્ર-અર્થ બન્નેના જાણ અને અર્થની વાચના આપે તે ગાવાઈ, તથા ગણના નાયક થવાને યોગ્ય (નાયક સરખા), સૂત્ર-અર્થ બન્નેના જાણ, પરંતુ વાચના સૂત્રની આપે તે ૩પાધ્યાય સાધુઓને ક્રિયાકાંડ વગેરેમાં પ્રવર્તાવે તે પ્રવર્તા, મુનિમાર્ગથી ખેદ પામતા અને પતિતપરિણામી થતા સાધુઓને અથવા પ્રવર્તકે સાધુને જે માર્ગમાં પ્રવર્તાવેલા હોય તે સાધુઓ પાછા તે માર્ગથી ખેદ પામી પતિતપરિણામી થતા હોય તો તેઓને ઉપદેશાદિ વડે તે માર્ગમાં સ્થિર કરે છે અથવા વૃદ્ધાવસ્થાવાળા હોય તે સ્થવિર, અને *પર્યાયમાં વડીલ હોય તે ત્નિ અથવા રત્નાધવ કહેવાય. તેમજ ખાવછે પણ કહેવાય.
એ પાંચમાં આચાર્યાદિ ચાર દીક્ષાપર્યાય વડે ન્યૂન હોય તો પણ તેઓને દ્વાદશાવર્તવંદન કર્મની નિર્જરા માટે કરવું જોઈએ; તેમજ એ પાંચને અનુક્રમે વંદન કરવું. કેટલા એક આચાર્યો એમ પણ કહે છે કે સર્વથી પ્રથમ આચાર્યને, અને ત્યારબાદ રત્નાધિકપણાની યોગ્ય મર્યાદા વડે અનુક્રમે વંદન કરવું એટલે દીક્ષા પર્યાય અધિક હોય તેને પહેલું વંદન કરવું, (આવ૦ વિ૦ વત્તિ.)
* જ્ઞાનપર્યાય, દીક્ષાપર્યાય અને વયપર્યાય એ ૩ પ્રકારના યથાયોગ્ય પર્યાય જાણવા.
૧ આવ૦ વૃત્તિમાં ગણાવચ્છેદકને (ગણીને) વિર સાથે ગયા છે. અને ભાષ્યની અવચૂરિમાં રત્નાવિકનું જ બીજું નામ ગણાવચ્છેદક કહ્યું છે. ત્યાં ગચ્છના કાર્ય માટે ક્ષેત્ર, ઉપધિ આદિકના લાભાર્થે વિચરનાર અને સૂત્ર તથા અર્થ બન્નેને જાણનાર તે વિચ્છેદ કહેવાય.
૨ કે રત્ન એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર (એ ૩ રત્ન)માં અધિક હોય તે રત્નાધિક કહેવાય, પરન્તુ અહીં ચારિત્રપર્યાયમાં જયેષ્ઠ તે રત્નાધિક એવો અર્થ મુખ્ય હોવાથી રત્નાધિકને “દીક્ષા પર્યાય વડે ન્યૂન હોય તો પણ (વાંદવા)” એ અર્થ સંગત નથી, કારણ કે રત્નાધિક તો દીક્ષા પર્યાય વડે અધિક જ હોય એમ અહીં ગણેલું છે માટે દીક્ષા પર્યાય વડે ન્યૂન એવા ચાર કહ્યા છે.