________________
ગુરુવંદન ભાષ્ય
૧૬૧ સંવિસ્તર વંસ, અને પાર્થસ્થાદિ પાસે જાય ત્યારે તેવા ગુણવાળો થાય અને સંવિજ્ઞ સાધુઓમાં વસે ત્યારે જાણે સંવિજ્ઞ ગુણવાળો હોય એવા આચાર-વિચાર રાખે, એ પ્રમાણે જ્યાં જાય ત્યાં તેવા પ્રકારનો આચાર પાળે તે અસંવિત્નઈ સંસ$ એ બંને અવંદનીય છે.
|| (અવંદનીય) યથાવૃંદ સાધુના અનેક ભેદ છે. ઉત્સુત્ર પ્રરૂપણા કરે, પોતાની મતિકલ્પના પ્રમાણે અર્થ પ્રરૂપે, ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે, અન્ય સાધુ કે શિષ્યના અલ્પ અપરાધમાં પણ વારંવાર ક્રોધઆક્રોશ કરે, પોતાની કલ્પના પ્રમાણે આગમનો અર્થ વિચારી વિગઈ વગેરેના ઉપભોગથી સુખશીલ થઈ વિચરે, ત્રણ ગારવયુક્ત થાય, ઇત્યાદિ અનેક પ્રકારનાં લક્ષણવાળો યથાઈન (એટલે આગમની અપેક્ષા વિના પોતાના છંદે ચાલનાર) સાધુ જાણવો. તે જૈનદર્શનમાં અવંદનીય ગણ્યો છે.
એ પાર્થસ્થાદિ સાધુઓને વંદના કરવાથી કીર્તિ કે કર્મનિર્જરા ન થતાં કેવળ કાયકલેશ અને કર્મબંધન થાય છે. (ઇત્યાદિ વિશેષ ભાવાર્થ આવતુ નિર્યુક્તિમાં ઘણો કહ્યો છે, તો પણ જ્ઞાન-દર્શન ચારિત્રાદિકના ગાઢ કારણે કોઈ વખત પાર્થસ્થાદિકને પણ વંદના કરવાનું કહ્યું છે; તેનું કારણ એ કે પાર્થસ્થાદિક સાધુઓ જો કે ચારિત્રના અસંભવવાળા છે તો પણ સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા x ન હોય; વળી એ પ્રભુનો વેશ ધરનાર છે માટે સાધુવેષ દેખીને પણ પાર્થસ્થાદિકને વંદના કરવી એમ કેટલાક કહે છે; પણ તેવા અભિપ્રાયથી કરેલી વંદના પણ મોટા અનર્થવાળી છે; એ સંબંધી ઘણી ચર્ચા આવશ્યક નિર્યુક્તિથી જાણવા જેવી
x दंसणपक्खो सावय, चरित्तभट्ठे य मंदधम्मे य । दसणचरित्तपक्खो, समणे પરત્નો વંgH. એમાં “મન્વધર્મે ર” પાર્થસ્થાની ઇતિ વચનાતુ (આ. નિર્યુક્તિ). એ ગાથાનો ભાવાર્થ-શ્રાવકમાં, કોઈક અનવસ્થિત સાધુમાં અને પાર્થસ્થાદિ સાધુઓમાં દર્શનપક્ષ-સમ્યકત્વ હોય છે, અને પરલોકની આકાંક્ષાવાળા સુસાધુમાં તો દર્શનપક્ષ(ઉપલક્ષણથી જ્ઞાનપક્ષ) અને ચારિત્રપક્ષ એ બન્ને (ત્રણે) હોય છે.
૧ આ સંબંધમાં શ્રી આવશ્યક નિર્યુક્તિમાં જે ઉપયોગી ચર્ચા છે તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે -
શિષ્ય પ્રશ્ન : અધ્યવસાયની વિશુદ્ધિથી આ સુવિહિત સાધુ છે અને અવિશુદ્ધિથી આ પાર્થસ્થાદિ પતિત સાધુઓ છે, એમ અમો છબસ્થ હોવાથી ઓળખી શકીએ નહિ માટે અમો તો તેમનો સાધુ વેષ, દેખીને જ વંદના કરીએ તે ઉચિત છે ?
ગુરુ ઉત્તર : જો કેવળ સાધુવેષ દેખીનેજ વંદના કરતા હોય ત્યારે તો જમાલી વગેરે જાણીતા મિથ્યાષ્ટિઓને પણ સાધુ વેષ હોવાથી વંદના કરવી પડશે, અને જો એવા સ્પષ્ટ મિથ્યાષ્ટિઓને સાધુ વેષ છતાં વંદના નહિ કરો તો કેવળ સાધવેષ જ વંદનીય છે. એમ શા માટે કહો છો ?
૧ ૧