________________
૧૬૦
ભાષ્યત્રયમ્ 'ભોજી તથા પ્રાકૃતિકાભો હોય તે સર્વથી અવસા, અને પ્રતિક્રમણ; પડિલેહણા, સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, ધ્યાન, ઉપવાસાદિ, આગમન, 'નિર્ગમન, “સ્થાન, બેસવું અને શયન કરવું એ સર્વ સાધુ સામાચારી કરે નહિ. અથવા કરે તો હીનાધિક કરે, અથવા ગુરુના વચનથી બલાત્કાર કરે તે દેશથી નવસન્ન જાણવો. એ બંને અવંદનીય છે.
| | ૩ (અવંદનીય) કુશીલ સાધુના ૩ ભેદ .
કુત્સિત (માઠા) આચારવાળો તે કુશીલ સાધુ કહેવાય, તેના ૩ ભેદ આ પ્રમાણે- “કાલે વિણએ બહુમાણે” એ પદવાળી ગાથામાં કહેલા ૮ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે તે ૧ જ્ઞાનશીતઃ “નિસંકિય નિષ્ક્રખિય” એ પદવાળી ગાથામાં કહેલા ૮ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તે ૨ નવુ શીતઃ તથા યંત્ર-મંત્ર કરે, એક અંગમાં ગોળા નાખીને બીજા અંગમાંથી કાઢવા, અથવા મુખમાંથી અગ્નિ કાઢવો, ઈત્યાદિ ચમત્કાર દેખાડે, સ્વપ્ન ફળ કહે, જયોતિષ પ્રકાશે, ભૂત-ભાવિનો લાભાલાભ કહે, જડીબુટ્ટી કરે, પોતાનાં જાતિ-કુલ પ્રકાશ કરે, સ્ત્રી-પુરુષાદિનાં લક્ષણ કહે, કામણ-વશીકરણ કરે, સ્નાનાદિકથી શરીરવિભૂષા કરે, ઇત્યાદિ અનેક પ્રકારે ચારિત્રની વિરાધના કરનાર તે ૩ વારિત્રશીત: જાણવો. એ ત્રણે અવંદનીય છે.
|| ૪ (અવંદનીય) સંસક્ત સાધુના બે ભેદ છે. ગુણ અને દોષ એ બન્ને વડે સંયુક્ત એટલે મિશ્ર હોય તે સંસરું કહેવાય; જેમ ગાય વગેરે પોતાને ખાવાના ટોપલામાં એઠું અથવા સારું ભોજન ખોળકપાસીયા વગેરે સર્વ મિશ્ર થયેલું ખાય છે, તેમ આ સંસક્ત સાધુના મૂળગુણ (=૫ મહાવ્રત), અને ઉત્તરગુણ (પિંડવિશુદ્ધિ-આહારશુદ્ધિ) રૂપ ગુણોમાં તેમ જ તેથી વ્યતિરિક્ત, બીજા પણ ગુણોમાં ઘણા દોષ પ્રાપ્ત થયેલા હોય છે. તેના બે ભેદ છે તે આ પ્રમાણે-પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવયુક્ત, રસ ગારવાદિ ૩ (રસઋદ્ધિ-શાતા) ગારવયુક્ત, સ્ત્રી અને ગૃહયુક્ત ઇત્યાદિ દોષયુક્ત હોય તે ૧ ૧. સાધુને માટે આહાર રાખી મૂકવો તે સ્થાપના. ૨. પ્રાભૃતિકાભોજી તે પોતાના ઈષ્ટ વા પૂજય મુનિને જે ઇષ્ટ આહાર હોય તે
બહુમાનપૂર્વક વહોરાવવો તે પ્રકૃતિવી. તેનું ભોજન કરે. ૩. ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે પગ-પ્રમાર્જનાદિ વિધિ તથા નિસીહિ કહેવાની
વિધિ તે મા'મન સામાવારી. ૪. ઉપાશ્રયમાંથી નીકળતી વખતે આવસ્યહિ કહેવા વગેરેની વિધિ તે નિમન
सामाचारी. ૫. કાયોત્સર્ગાદિ વખતે ઊભા રહેવાની વિધિ તે સ્થાન પામવારી.