________________
ગુરુવંદન ભાષ્ય
૧૫૯ ભાવાર્થ :- ગાથામાં કહેલ ૫ અવંદનીય પાર્થસ્થાદિ સાધુઓનું કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે
_૧ (અવંદનીય) પાર્થસ્થ સાધુના ૨ ભેદ છે. જ્ઞાન-દર્શન-ચારિત્રની પાર્શ્વ=પાસે =રહે (એટલે જ્ઞાનાદિકને પાસે રાખે પરતુ સેવે નહિ) તે પાર્થસ્થ કહેવાય અથવા કર્મબંધનના હેતુ જે મિથ્યાત્વ વગેરે તે રૂપ પાણ=પાશ (જાળ)માં વર્તે તે પરસ્થ કહેવાય.
તે પાર્થસ્થના ૨ પ્રકાર આ પ્રમાણે-સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર એ સર્વરહિત કેવળ વેષધારી હોય તે ૧ સર્વ પાર્શ્વસ્થ, અને "શયાતરાહત પિડ, રાજપિંડ, નિત્યપિંડ, તથા અગ્રપિંડને વિના કારણે ભોગવે, કુલનિશ્રાએ વિચરે, સ્થાપના કુલમાં પ્રવેશ કરે. સંખડી (ગૃહસ્થનાં જમણવાર) જોતો ફરે, અને ગૃહસ્થની સ્તવના કરે તે ૨ પાર્થસ્થ જાણવો. એ બન્ને પાસત્થા સાધુ વંદના કરવા યોગ્ય નથી.
|| ૨ (અવંદનીય) અવસાન્ન સાધુના ૨ ભેદ | સાધુ સામાચારીમાં જે અવસગ્ન એટલે શિથિલ (ખેરવાળો) હોય તે અવસત્ર કહેવાય. તેના દેશથી અવસત્ર અને સર્વથી અવસત્ર એમ બે ભેદ છે. ત્યાં ઋતબદ્ધ +પીઠ ફલકનો ઉપભોગી હોય અને સ્થાપના ૧ જેના મકાનમાં રહ્યા હોય તેના ઘરેથી આણેલો આહાર તે શાતિર હૃપંડ. ૨ રાજા અને રાજાના અમુક મુખ્ય અધિકારીઓના ઘરનો આહાર તે રીપિંડ. ૩ એક ઘેરથી પ્રથમ કરી રાખેલી નિમંત્રણા પ્રમાણે નિત્ય આહાર લે તે નિત્યપિંડ. ૪ ભાત વગેરેનો પ્રથમનો અગ્ર (ઉપરનો ભાગ ગ્રહણ કરે એટલે (ગૃહસ્થ પોતાને
માટે આહાર કાઢ્યા પહેલાં જ ગ્રહણ કરે) તે અપંડ. ૫ આટલાં મારાં જ (ભાવિત કરેલાં) કુળ (સમુદાય વિશેષ) જાણી ત્યાં જ આહાર
માટે વિચરે તે સુનિશ્રા. ૬ ગુરુ આદિની વિશેષ ભક્તિ કરનારાં કુળ (સમુદાય) તે સ્થાપના પુત.
*એ પ્રમાણે પાર્થસ્થ સાધુ બે પ્રકારના હોવાથી જે કેટલાએક આચાર્યો પાર્થસ્થને સર્વથા ચારિત્ર રહિત જ માને છે, તે અયુક્ત છે. (પ્રવ૦ સારો૦ વૃત્તિ).
+ સંથારા માટે પાટ વગેરે ન મળે તો વર્ષાઋતુમાં વાંસ વગેરેના ઘણા કકડાઓને દોરીઓથી બાંધી સંથારો કરવો પડે, પરંતુ તેની પુનઃ બંધ છોડીને પડિલેહણા કરવી જોઈએ. તે કરે નહિ, તે ઋતુબદ્ધ પીઠફલક દોષ, અથવા વારંવાર શયન માટે સંથારો કરે અથવા સંથારો પાથર્યો રાખે અથવા ચોમાસા વિના પાટ-પાટલાદિ વાપરે તે પણ ત્રસ્તુવાદ્ધ પીત્ત દોષ જાણવો.