________________
૧૫૮
ભાષ્યત્રયમ્
૪ વિનયકર્મમાં બે રાજસેવકનું દષ્ટાંત નજીક રહેલા બે ગામમાં વસતા બે રાજસેવકોને પોતપોતાના ગામની સીમા માટે વાદવિવાદ થતાં તેને ન્યાય કરાવવા રાજદરબારમાં જતાં સાધુ મહારાજનાં શુકન થયાં. જેથી એક જણ તો ભાવપૂર્વક “મુનિના દર્શનથી મારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે” એમ કહી પ્રદક્ષિણા પૂર્વક વંદના કરીને રાજદરબારમાં ગયો, અને બીજો પહેલાના અનુકરણથી (ભાવ રહિત) વંદના કરી રાજદરબારમાં ગયો. ત્યાં ન્યાય થતાં ભાવ વંદનાવાળાની તરફેણમાં ન્યાય ઉતર્યો, અને બીજાનો પરાજય થયો. એમાં પહેલાનું પાવ વિનય અને તેનું અનુકરણ માત્ર કરનાર બીજાને દ્રવ્ય વિનયને જાણવું. | તિ ઇશું દન્તઃ |
૫ પૂજાકર્મ વિષે પાલક અને શામ્બનું દષ્ટાન્ત દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવના પાલક અને શાસ્તુકુમાર વગેરે અનેક પુત્રો હતા; એક વખતે શ્રી નેમિનાથ પ્રભુ સમવસર્યા ત્યારે વાસુદેવે કહ્યું કે કાલે જે (પુત્ર) પ્રભુને પહેલી વંદના કરશે તેને હું મારો અશ્વ આપીશ જેથી શામ્બકુમારે તો પ્રભાતમાં શય્યા પરથી ઊઠીને ત્યાં રહ્યા રહ્યા જ વંદના કરી, અને પાલક તો અશ્વ મેળવવાની લાલચથી શીધ્ર પ્રભાતમાં ઊઠી અશ્વરત્ન ઉપર બેસી પ્રભુ પાસે જઈને વંદના કરી. પાલકકુમાર અભવ્ય હતો તેથી કાયાથી વંદના કરી પરન્તુ ચિત્તમાં તો લોભવૃત્તિ જ હતી. કૃષ્ણ પ્રભુ પાસે જઈને આપને પ્રથમ વંદના કોણે કરી? એમ પૂછતાં પ્રભુએ કહ્યું કે- પાલકકુમારે પ્રથમ અહીં આવીને દ્રવ્ય વંદના કરી અને શામ્બકુમારે ઘરે બેઠા ભાવવંદના કરી છે, જેથી કૃષ્ણ શામ્બકુમારને અશ્વરત્ન આપ્યો. એમાં પાલક અભવ્યનું દ્રવ્ય પૂનારૂં, અને શામ્બકુમારનું ખાવ પૂગાર્મ જાણવું. | તિ હમેં દષ્ટાન્ત: ||
એ પાંચમાં વંદના વિષય જો કે તુલ્ય છે, તો પણ પ્રથમ કહેલ વ્યુત્પત્તિ અર્થવાળી ક્રિયાઓની મુખ્યતા ગણીને તે તે વંદના જૂદા જૂદા નામવાળી જાણવી.
અવતર:- હવે ૫ પ્રકારના અવંદનીય સાધુનું રૂ નું દાન આ ગાથામાં કહેવાય છેपासत्थो ओसन्नो, कुसील संसत्तओ अहाछंदो । दुग-दुग-ति-दु-णेगविहा, अवंदणिज्जा जिणमयंमि ॥१२॥
શબ્દાર્થ-ગાથાર્થવત સુગમ છે. પથાર્થ :- પાર્થસ્થ (અથવા પાશ0), અવસાન્ન, કુશીલ, સંસક્ત અને યથાણંદ (એ ૫ પ્રકારના સાધુ તે અનુક્રમે) ૨-૨-૩-૨ અનેક પ્રકારના છે અને તે જૈનદર્શનને વિષે અવંદનીય (નહિ વંદના યોગ્ય) કહ્યા છે. ૧ર.