________________
ગુરુવંદન ભાષ્ય
૧૫૭
૩ કૃતિકર્મમાં કૃષ્ણ અને વીરકનું દૃષ્ટાન્ત
દ્વારિકા નગરીમાં કૃષ્ણવાસુદેવ અને તેમનું મુખ જોયા પછી જ ભોજન કરનારો વીરક નામનો કોળી રાજસેવક હતો. ચોમાસામા કૃષ્ણ વાસુદેવ રાજવાડીએ ન જતા હોવાથી રાજમહેલની બહાર જ નીકળતા ન હતા, તેથી દર્શનના અભાવે વીરક શાળાપતિ દુર્બળ થયો. ચાતુર્માસ વીત્યા બાદ સર્વ રાજાઓ આવ્યા અને વીરક પણ દર્શનાર્થે આવ્યો. કૃષ્ણે દુર્બળતાનું કારણ પૂછતાં દ્વારપાલે ચાર મહિના સુધી આપના દર્શન વિના ખાધા પીધા સિવાય બેસી રહેવાની સર્વ વિગત કહી, તે સાંભળી વીરકને અંતઃપુરમાં પણ રજા વિના પ્રવેશ કરવાની આજ્ઞા આપી. હવે કૃષ્ણની જે જે પુત્રી વિવાહ યોગ્ય થાય તેને માતા કૃષ્ણ પાસે શણગાર પહેરાવી મોકલે, ત્યારે તેને “રાણી થવું છે કે દાસી ?” એમ કૃષ્ણ પૂછે, અને “રાણી થવું છે” એમ કહેનારને કૃષ્ણ મહોત્સવપૂર્વક શ્રી નેમિનાથ પાસે દીક્ષા અપાવે. એક વખતે માતાએ શીખવેલી એક પુત્રીએ દાસી થવું કહેતાં તે વીરકને પુત્રી પરણાવી, અને પોતાની પુત્રી પાસે સખત ઘરકામ કરાવવાની વીરકને ફરજ પાડતાં પુત્રીએ અકળાઇને અન્ને રાણી થવાનું કહેતાં વીરકની અનુમતિ લઈ કૃષ્ણે દીક્ષા અપાવી.
આમાં કૃષ્ણનો હેતુ એજ કે મારી પુત્રી દુર્ગતિમાં ન જાય, એક વખત શ્રી નેમિનાથ પ્રભુ રૈવતકગિરિ (ગિરનાર) સમવસર્યા. તે વખતે કૃષ્ણ વાસુદેવ અને એ જ વીક શાળાપતિ પ્રભુને વંદન કરવા ગયા, ત્યાં કૃષ્ણે તો સર્વ સાધુઓને દ્વાદશાવર્ત્તવંદન વડે વંદન કર્યું, બીજા રાજાઓ કૃષ્ણની સાથે વંદન કરતાં કરતાં થાકીને થોડા-ઘણા મુનિઓને વાંદીને બેઠા, અને વીરકે તો કૃષ્ણની અનુવૃત્તિએ સર્વ સાધુને વંદના કરી. કૃષ્ણ પરિણામે અત્યંત થાકી ગયા ત્યારે પ્રભુને કહ્યું કે, “હે પ્રભુ ! ૩૬૦ સંગ્રામમાં પણ મને આવો થાક નથી લાગ્યો, પ્રભુએ કહ્યું ‘હે કૃષ્ણ ! તેં ક્ષાયિક સમ્યક્ત્વ અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે, તેમજ સાતમી નરકનું બાંધેલું 'આયુષ્ય તોડીને ત્રીજી નરકનું કર્યું છે.” અહીં કૃષ્ણની દ્વાદશાવર્ત્ત વંદના તે ભાવ હ્રતિર્મ, અને કૃષ્ણનું મન સાચવવા માટે વીરકે કરેલી વંદના તે દ્રવ્ય દ્યુતિર્મ, જાણવું ॥ કૃતિ ત્રીનું દાંતઃ ॥
૧ કર્મપ્રકૃતિ આદિમાં ઉદયમાં નહિ આવેલું આયુષ્ય તુટે (ઓછું થાય) નહિ એમ કહ્યું છે, તો પણ શ્રી ભગવતીજી વગેરેમાં કૃષ્ણે નરકાયુષ્ય ઓછું કર્યાનું સ્પષ્ટ કહ્યું છે, તે અપવાદ વા આશ્ચર્યરૂપ સમજાય છે.