________________
૧૫૬
ભાષ્યત્રયમ્
૨ ચિતિકર્મમાં ક્ષુલ્લકાચાર્યનું દૃષ્ટાન્ત
શ્રી ગુણસુંદરસૂરિ નામના આચાર્ય એક ક્ષુલ્લકને (લઘુવયવાળા મુનિને) સંઘની સંમતિપૂર્વક સૂરિપદે સ્થાપી કાળધર્મ પામ્યા. સર્વે ગચ્છવાસી મુનિઓ તે ક્ષુલ્લકાચાર્યની આજ્ઞામાં વર્તે છે, અને ક્ષુલ્લકાચાર્ય પણ પોતે ગીતાર્થ પાસે શ્રુત અભ્યાસ કરે છે. એક વખતે મોહનીય કર્મના પ્રબલ ઉદયથી ચારિત્ર છોડવાની ઇચ્છાએ એક મુનિને સાથે લઈ તે ક્ષુલ્લકાચાર્ય દેહચિંતાના બહાનાથી બહાર નિકળ્યા, સાથે આવેલા મુનિ વૃક્ષોને આંતરે ઊભા રહેતાં તે ન દેખે તેવી રીતે ક્ષુલ્લકાચાર્ય એક સીધી દિશા તરફ ચાલ્યા ગયા. આગળ જતાં એક સુન્દર વનમાં અનેક ઉત્તમ વૃક્ષો હોવા છતાં પણ લોકોને પીઠથી બદ્ધ (પીઠિકાવાળા=ચોતરાવાળા) એવા એક ખીજડાનું વૃક્ષ પૂજતા દેખી વિચાર્યું કે આ વૃક્ષને પૂજવામાં તેને પૂજ્ય ઠરાવીને આ બાંધેલી પીઠિકા જ કારણ છે, નહિતર બીજાં વૃક્ષોને કેમ પૂજતા નથી ? લોકોને પણ પૂછતાં એમ જ ઉત્તર મળ્યો કે અમારા પૂર્વજો એને પૂજતા આવ્યા છે, માટે અમે આ ખીજડાને જ પૂજીએ છીએ.
તે સાંભળી ક્ષુલ્લકાચાર્યને વિચાર થયો કે “આ ખીજડા સરખો હું નિર્ગુણ છું, ગચ્છમાં તિલક, બકુલ આદિ ઉત્તમ વૃક્ષ સરખા ઘણા રાજકુમાર મુનિઓ છે, છતાં પણ ગુરુએ તેમને સૂરિપદ ન આપતાં મને આપ્યું, અને આ ગચ્છના મુનિઓ મને પૂજે છે, તેનું કારણ શું ? મારામાં શ્રમણપણું તો છે નહિ, પરન્તુ આ રજોહરણાદિ ઉપકરણમાત્ર રૂપ મારા ચિતિગુણવડે (૨ોહરણાદિ ઉપકરણને અંગે) અને ગુરુએ મને આચાર્યપદ આપેલ હોવાથી વાંઢે છે.” એમ વિચારી તુર્ત પાછા વળ્યા અને ઉપાશ્રયે આવ્યા. તેમની શોધ કરનારા મુનિઓએ પૂછતાં દેહચિંતાએ જતાં શૂલની અકસ્માત્ વેદનાથી આટલો વિલંબ થયાનો ઉત્તર આપ્યો. ત્યાર બાદ ગચ્છ સ્વસ્થ થયો, અને ક્ષુલ્લકાચાર્ય પ્રાયશ્ચિત અંગીકાર કરી શુદ્ધ થયા. અહીં ક્ષુલ્લકાચાર્યને વ્રત છોડવાની ઇચ્છા વખતે તેમનો રજોહરણાદિ ઉપકરણોનો વિત્તિ= સંચય તે દ્રવ્ય વિતિયંત્ન અને પ્રાયશ્ચિત વખતે એજ ઉપકરણોનો સંચય તે માિિતવંવન જાણવું. (આવ૦ વૃત્તિ અને પ્રવ૦ સારો૦ વૃત્તિને અનુસારે). ॥ તિ દ્વિતીય દ્દષ્ટાન્ત ॥