________________
ગુરુવંદન ભાષ્ય
૧૫૫ ૧ વંદનકર્મમાં શીતલાચાર્યનું દષ્ટાન્ત શ્રીપુર નગરના શીતલ નામના રાજાએ શ્રીધર્મઘોષસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ગુરુએ અનુક્રમે આચાર્યપદવી આપી જેથી શીતલાચાર્ય એવા નામથી પ્રસિદ્ધ થયા. એ શીતલ રાજાની શૃંગારમંજરી નામની બેનને ચાર પુત્ર હતા, તે શૃંગારમંજરી પોતાના પુત્રોને “તમારા મામાએ સંસાર છોડી આત્મકલ્યાણનો માર્ગ ગ્રહણ કર્યો છે, અને સંસાર વસ્તુતઃ અસાર છે” ઈત્યાદિ ઉપદેશ નિરન્તર આપતી હતી, જેથી પુત્રોએ પણ વૈરાગ્ય પામી કોઈ સ્થવિર પાસે દીક્ષા ગ્રહણ કરી અને ચારે ગીતાર્થ થયા; ત્યારબાદ પોતાના મામા શીતલાચાર્યને વંદન કરવા માટે ગુરુ પાસે આજ્ઞા લઈ વિહાર કરી શીતલાચાર્ય જે નગરમાં હતા તે નગરે આવ્યા, પરંતુ સંધ્યા સમય થઈ જવાથી નગર બહાર રહી કોઈ શ્રાવક દ્વારા આચાર્યશ્રીને પોતાના ચાર ભાણેજ મુનિઓ વંદના કરવા આવ્યા છે એવા સમાચાર પહોંચાડ્યા
અહી રાત્રિને અવસરે ધ્યાન દશામાં એ ચારે મુનિઓ કેવળજ્ઞાન પામ્યા, તે વાતની શીતલાચાર્યને ખબર પડી નહીં, જેથી પ્રભાત થતાં ભાણેજ મુનિઓ આવવાની રાહ જોવા છતાં પણ આવ્યા નહિ ત્યારે શીતલાચાર્ય પોતે જ ભાણેજ મુનિઓ પાસે આવ્યા. ભાણેજ મુનિઓએ કેવલી હોવાથીશીતલાચાર્યનો ગુરુ તરીકે યોગ્ય સત્કાર ન કર્યો. તેથી શીતલાચાર્યે રોષ સહિત અવિનયી અને દુષ્ટ શિષ્યો જાણીને પોતે તેમને વંદના કરી, તે દ્રવ્ય વંદનવને જાણવું. પછી કેવલીમુનિઓએ કહ્યું કે એ તો દ્રવ્યવંદના થઈ માટે હવે ભાવવંદના કરો શીતલા-શી રીતે જાણું? કેવલી-જ્ઞાનથી; શીતલા - ક્યા જ્ઞાનથી? કેવલી-અપ્રતિપાતી જ્ઞાનથી, એમ સાંભળતાં જ શીતલાચાર્યનો ક્રોધ શાંત થયો, અને પોતાનો અપરાધ ખમાવી પુનઃ ચારે મુનિને વંદના કરી, તેને પરિણામે શુભ ભાવે ચડતાં તેઓ પણ તરત કેવળજ્ઞાન પામ્યા. એ શીતલાચાર્યની બીજી વારની વંદના તે ભાવ વંદન જાણવું. (પ્રવ૦ સારો વૃત્તિ.) | ત ૨ દુષ્ટાન્તઃ |
૧ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત બાલાવબોધમાં હસ્તિનાપુર ઈત્યાદિ નામો કહ્યાં છે. પરંતુ કોઈ ગ્રંથમાં ન દેખાવાથી અહીં કહ્યાં નથી.