________________
૧૫૪
ભાષ્યત્રયમ્ તથા નિતર વગેરે (મિયાદેષ્ટિઓ)ની અને ઉપયોગ રહિત સમ્યગ્દષ્ટિની નમસ્કાર કિયા તે દ્રવ્ય કૃતિ, અને ઉપયોગ સહિત સમ્યગ્દષ્ટિની નમસ્કાર ક્રિયા તે ભાવ ઋતિ.
તથા મિથ્યાષ્ટિઓની અને ઉપયોગ રહિત સમ્યગ્દષ્ટિઓની મન-વચનકાયા સંબંધી ક્રિયા તે દ્રવ્ય પૂના, અને ઉપયોગ પૂર્વક સમ્યગ્દષ્ટિઓની પ્રશસ્ત મન-વચન-કાયા સંબંધિ ક્રિયા તે ભાવ પૂનામ.
તથા મિથ્યાષ્ટિનો અને ઉપયોગ રહિત સમ્યગ્દષ્ટિનો જે ગુરુ પ્રત્યે વિનય તે દ્રવ્ય વિનયમ, અને ઉપયોગપૂર્વક સમ્યગ્દષ્ટિએ કરેલો ગુરુ પ્રત્યેનો વિનય તે ભાવ વિનય. કહેવાય. (ઇતિ) આવ૦ વૃત્તિ તથા પ્રવ૦ સારો વૃત્તિને અનુસારે).
એ પાંચમાંથી આ ભાષ્યમાં મુખ્ય વિષય ત્રીજા કૃતિકર્મ સંબંધિ છે, એમ જાણવું.
અવતરVT :- હવે ૨ જું ઉદાહરણ દર કહેવાય છે, તેમાં પૂર્વે કહેલ ૫ નામવાળું પ્રત્યેક ગુરુવંદન દ્રવ્યથી કોણે કર્યું ? અને ભાવથી કોણે કર્યું? તેનાં દૃષ્ટાન્ત દર્શાવાય છેसीयलय खुड्डुए वीरकन्ह सेवगद पालए संबे । पंचे ए दिटुंता, कि इकम्मे दव्वभावे हिं ॥११॥
શબ્દાર્થ જીવન શીતલાચાર્ય
પાનાપાલક g૬g=ક્ષુલ્લકાચાર્ય
સંવેકશામ્બકુમાર વીરકવીરક શાલવી
પં =એ પાંચ વન્દ કૃષ્ણ
વિદ્યુત દષ્ટાન્તો સેવ ટુ-બે રાજસેવક
પથાર્થ :- દ્રવ્ય કૃતિકર્મ અને ભાવકૃતિકર્મ' (એટલે પાંચ દ્રવ્ય ગુરુવંદન અને પાંચ ભાવ ગુરુવંદન)ને વિષે અનુક્રમે શીતલાચાર્યનું, ક્ષુલ્લકાચાર્યનું, વીરક શાલવી અને કૃષ્ણનું, બેંરાજસેવકનું તથા પાલક અને શામ્બકુમારનું એ પાંચ દષ્ટાન્ત છે. ll૧૧
ભાવાર્થ:- ગુરુવંદનમાં પાંચ નામ જે દ્રવ્યથી અને ભાવથી પૂર્વ ગાથામાં કહ્યાં તે પ્રત્યેકનું હવે એકેક દૃષ્ટાન્ત મળી ૫ દષ્ટાન્ત કહેવાય છે, જેમાં પહેલા અને બીજા દષ્ટાન્તમાં દરેકમાં એક જ મુનિએ જુદા જુદા વખતે પ્રથમ દ્રવ્યવંદન કર્યું, અને ત્યારબાદ ભાવવંદન કર્યું, અને શેષ ત્રણ દષ્ટાન્તમાં દરેક બે-બે જણની વંદનામાં એકે દ્રવ્યવંદન કર્યું અને બીજાએ ભાવવંદન કર્યું એવી હકીકત છે, તે આ પ્રમાણે
૧ આ ગાથામાં કૃતિકર્મ (મિ ) શબ્દ ૫ વંદનમાંના કેવળ ત્રીજા વંદનના જ અર્થવાળો નથી, પરન્તુ સામાન્યથી “ગુરુવંદન” એવા અર્થવાળો છે.