________________
ગુરુવંદન ભાષ્ય
૧૪૯ ૨. છોગવંતન- સાધુ વડીલ સાધુને, સાધ્વી વડીલ સાધ્વીને અને લઘુ પર્યાયવાળા પણ સાધુને, શ્રાવક સાધુને, અને શ્રાવિકા સાધુ તથા સાધ્વીને પંચાંગ વંદન કરે. એ પ્રમાણે ખમાસમણ પૂર્વક ગુરુવંદના *સાધુ-સાધ્વીને જ થઈ શકે પરન્તુ શ્રાવક ગમે તેવો ભાવથી ચારિત્રની ઇચ્છાવાળો હોય, તેમ જ ઉત્કૃષ્ટ ક્રિયાપાત્ર હોય તો પણ તેવા શ્રાવકને ખમાસમણવાળી વંદના થાય જ નહિ અને જો તેમ કરે તો તે શ્રી જિનેન્દ્રની આજ્ઞાનો મહાઘાતક જાણવો.
રૂ. કિરીવિર્ણ વંતન:- આ વંદન સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે કરે, અને તે પણ આચાર્યાદિ પાંચ પદવીવાળા સાધુને જ કરે, અને સમાન પદવાળા સાધુઓ વધારે દીક્ષા પર્યાયવાળા (=રત્રાધકોને કરે, તેનું વિશેષ સ્વરૂપ ૧૩ મી ગાથામાં કહેવાશે.
અવતા:- હવે ગ્રન્થકર્તા (પોતાની રચેલી ગાથાઓ વડે નહિ પરન્ત) સિદ્ધાન્ત પરની ભક્તિ વડે શ્રી આવશ્યકનિયુક્તિમાં કહેલી બે ગાથાઓ વડે દ્વાદશાવવંદનની વિધિને દર્શાવનાર ૯ તારનાં નામ કહે છે. वंदण-चिइ-किइकम्मं, पूयाकम्मं च विणयकम्मं च । कायव्वं कस्स व केण वावि काहे व कइखुत्तो ॥५॥ कइ ओणयं कइ सिरं, कइहिँ व आवस्सएहिँ परिसुद्धं । कइदोसविप्पमुक्वं, किइकम्मं कीस कीरइ वा ॥६॥
૧ સો વર્ષની દીક્ષિત સાધ્વી હોય તેમજ જ્ઞાનાદિકમાં અધિક હોય, તો પણ એક દિવસના દીક્ષિત લઘુવયવાળા સાધુને પણ ખમાસમણપૂર્વક વંદના કરે, એ પ્રમાણે ધર્મમાં પુરુષની પ્રધાનતા તે શ્રી જૈન સિદ્ધાન્તની મર્યાદા છે.
*(કોઈ અવશ્ય) કારણસર ગુણરહિત વેષધારી સાધુને પણ થઈ શકે (અવચૂરી).
૨ વર્તમાન સમયમાં કેટલાક શ્રાવકો પોતાને આત્મજ્ઞાન હોવાના આડંબરથી ભાવસાધુપણું માની પોતાના ભક્ત શ્રાવક શ્રાવિકાઓ પાસે ખમાસમણ દેવડાવે છે, અથવા ભક્તો ભક્તિના બાનાથી ખમાસમણ દે છે, છતાં નિવારતા નથી એમ સંભળાય છે, તે જો સત્ય હોય તો તેઓ બન્ને શ્રી જિનેન્દ્રની આજ્ઞાના વિઘાતક જાણવા.
x વિટ્ટ (=કેટલા) એવો પણ પાઠ છે.