________________
ગુરુવંદન ભાષ્ય
૧૪૭
થાર્થ :- આચારનું મૂળ (ધર્મનું મૂળ) વિનય છે, અને વિનય તે ગુણવંત ગુરુની ભક્તિરૂપ છે, અને તે (ગુણવંત ગુરુની) ભક્તિ વિધિપૂર્વક વંદના કરવાથી થાય છે, અને તે વિધિ આ (આગળ કહેવામાં આવશે તેવા પ્રકારનો) છે, કે જે વિધિ દ્વાદશાવર્ત્ત વંદનમાં કહેવાશે. Iા
ભાવાર્થ :- વિનય તે ધર્મનું, જ્ઞાનનું અને આચારનું મૂળ છે; જો વિનય (દેવ-ગુરુ પ્રત્યે ભક્તિ અને નમ્રતા) ન હોય તો તેવા વિનય રહિત ધર્મનું કંઇપણ ફળ નથી. તે કારણથી જ શ્રી મુનિ મહાત્માઓના આચાર-વિચારોને દર્શાવનાર અને શ્રી આચારાંગ સૂત્રથી પણ પહેલાં જ યોગવહન (તપ વિશેષ) કરીને અધ્યયન કરવા (ભણવા) યોગ્ય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ૩૬ અધ્યયનોમાં સર્વથી પહેલું વિનય નામનું જ અધ્યયન વર્ણવ્યું છે. શ્રી આવશ્યક નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે
विणओ सासणे मूलं, विणीओ संजओ भवे ।
विणयाउ विप्पमुक्कस्स, कओ धम्मा कओ तवो ॥१२१६॥
जम्हा विणयइ कम्मं, अट्ठविहं चाउरंतमुक्खाए ।
तम्हा उ वयंति विऊ, विणउत्ति विलीनसंसारा ॥ १२१७||
અર્થ :- દ્વાદશાંગ શ્રુતજ્ઞાનરૂપી શ્રી જિનેન્દ્રશાસનનું મૂળ વિનય છે, તે કારણથી જે વિનયવંત હોય તે જ સંયત-સાધુ હોય છે. પરન્તુ જે વિનયથી રહિત હોય તેવા સાધુને ધર્મ પણ કયાંથી ? અને તપ પણ કયાંથી (=કેવી રીતે) હોય ? ॥૧૨૧૬॥ (હવે “વિનય” શબ્દનો અર્થ કહે છે) જે કારણથી ચાર ગતિ રૂપ સંસારનો મોક્ષ વિનાશ કરવા માટે (જે આચાર-ક્રિયા) આઠ પ્રકારનાં કર્મનો વિનયતિ=વિશેષતઃ નાશ પમાડે છે, તે કારણથી વિનષ્ટ સંસારવાળા વિદ્વાનો (=શ્રી સર્વજ્ઞ ભગવંતો તેવા આચારને) “વિનય” એમ કહે છે. II૧૨૧૭ના
અવતરણ :- હવે ત્રીજા પ્રકારની ગુરુવંદનાનો અર્થ (જે પ્રથમ કહેવો બાકી રાખ્યો હતો તે), અને તે ત્રણે પ્રકારની વંદના કોને કરવી ? તે બે વાત આ ગાથામાં કહેવાય છે.
तइयं तु छंदणदुगे, तत्थ मिहो आइमं सयलसंघे ।
बीयं तु दंसणीण य, पयट्ठियाणं च तइयं तु ॥४॥